NEWS

અમે મુંબઈમાં કેટલાયને માર્યા, તમારી ગુજરાત પોલીસ શું કરી લેશે, સુસાઈડ નોટમાં મહિલાના ચોંકાવનારા ખુલાસા

અમદાવાદ: સલ્ફેટની દવા ખાઈ મહિલાનો આપઘાત અમદાવાદ: શહેરના સરખેજ વિસ્તારમાં રહેતી એક મહિલાને દુબઈમાં નોકરી કરવા જવું ભારે પડ્યું છે. આરોપીએ મહિલાના બેંક એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવ્યા અને બાદમાં આ રૂપિયા ઉપાડી લીધા બાદ પણ અવારનવાર રૂપિયાની માંગણી કરીને મહિલાને હેરાન પરેશાન કરતા મહિલાએ કંટાળીને આત્મહત્યા કરી લીધી છે. શહેરના ફતેવાડી વિસ્તારમાં રહેતા યુવકે છ લોકો વિરુદ્ધમાં સરખેજ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. 16મી સપ્ટેમ્બરે યુવક તેની પત્ની અને પુત્ર સાથે ઘરે હાજર હતો. તેની તબિયત સારી ના હોવાથી તે સૂઈ ગયો હતો. લગભગ સાડા બાર વાગ્યાની આસપાસ તેની પત્નીએ તેને જગાડીને કહ્યું હતું કે તેણે સલ્ફેટ દવા ખાઈ લીધી છે. જે બાબતની જાણ યુવકે તેના સાળાને કરીને તેની પત્નીને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયો હતો. આ પણ વાંચો: હિંમતનગર: ટોપી ખરીદવાના બહાને ટોપી પહેરાવી 5 કરોડની ખંડણી માંગી, આખી ઘટના જાણીને ચોંકી જશો જોકે હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું હતું. જોકે તેની પત્નીએ તેને કહ્યું હતું કે તે જ્યારે દુબઈ નોકરી માટે ગઈ ત્યારે અખ્તર નામના યુવકે તેના બેંક એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવ્યા હતા. જે રૂપિયા પરત આપી દીધા બાદ પણ તે રૂપિયાની માંગણી કરતો હતો. જેથી તે સતત ટેન્શનમાં રહેતી હતી. આ પણ વાંચો: દોઢ કરોડની લૂંટનો ઉકેલાયો ભેદ, આરોપીઓનો પ્લાન તેમને જ ભારે પડ્યો, પોલીસે આ રીતે ઝડપી પાડ્યા ફરિયાદી યુવકે તેની પત્નીના મોબાઈલમાં તપાસ કરતા વિડિઓ અને ઓડિયો મળી આવ્યા હતા. જેમાં અખ્તર, તેના પિતા અને ભાઈ પૈસા માટે હેરાન પરેશાન કરતા હોવાની જાણવા મળ્યું હતું. તપાસ દરમિયાન એક સુસાઈડ નોટ પણ મળી આવી હતું. જેમાં મહિલાએ તેના મોત માટે અખ્તર અને તેના ઘરવાળા જવાબદાર હોવાનું લખ્યું હતું. એટલું જ નહિ મહિલા પાસેથી વિઝાના બહાને 80 હજાર પણ લઈ લીધા હતા. પાસપોર્ટ પણ લઈ લીધો હતો. માર મારી તેની સાથે સંબંધ બનાવ્યો હોવાનો આરોપ પણ મહિલાએ લગાવ્યો છે. આ પણ વાંચો: કાલનો દિવસ જોઈને નીકળજો: ગુજરાતના મોટા ભાગના શહેરોમાં થઈ શકે છે ટ્રાફિક જામ, જાણો શું છે કારણ ઉલ્લેખનીય છે કે આરોપીઓએ મહિલાને એવું કહ્યું હતું કે ‘‘અમે મુંબઈમાં કેટલાયને માર્યા, તમારી ગુજરાત પોલીસ શું કરી લેશે’’ તેવી ધમકી પણ આપી હતી. મહિલાએ ટુકડે ટુકડે તેને રૂપિયા પણ આપ્યા હતા. મહિલાના બેંક એકાઉન્ટમાં તે રૂપિયા પણ મંગવતો હતો. તેના ક્રેડિટ કાર્ડ તેમજ ફોનના પાસવર્ડ સહિતની વિગતો પણ આરોપી પાસે હતી. આમ મહિલાએ આરોપીઓ સામે કડક કાર્યવાહી થાય, બધાને સજા થાય જેથી તેઓ બીજા કોઈની સાથે આમ ના કરે તેવી પણ માંગણીનો ઉલ્લેખ કર્યો હતો. જેના આધારે પોલીસે કુલ 6 લોકો વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.