NEWS

નાના પાયે ધંધો કરવા ઈચ્છુકોને અહીંથી મળશે 10 લાખ રૂપિયાની લોન, આવી રીતે કરો અરજી

આ યોજનાનો લાભ નાના વેપારીઓ કે નાના ધંધાદારીઓને મળશે અમદાવાદ: આજના સમયમાં મોટાભાગની વસ્તુ લોન કે હપ્તેથી મળી રહી છે. ત્યારે નાના પાયે વ્યવસાય કરતા લોકો માટે ગુજરાત અનરિઝર્વ્ડ એજ્યુકેશન & ઈકોનોમિકલ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા સ્વરોજગારલક્ષી વ્યવસાય માટે રૂપિયા 10 લાખ સુધીની સહાયતા આપવામાં આવી રહી છે. હાલ આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા લાભાર્થીઓ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા ચાલુ છે. આ યોજનાનો લાભ કોને કોને મળવાપાત્ર છે? સ્વરોજગારલક્ષી યોજના અંતર્ગત વ્યવસાય કે કરિયાણાની દુકાન, મેડિકલ સ્ટોર, રેડીમેડ ગાર્મેન્ટ સ્ટોર, બુક સ્ટોર વગેરે કોઈપણ સ્વરોજગારલક્ષી વ્યવસાય માટે રૂપિયા 10 લાખ સુધી અથવા ખરેખર થનાર ખર્ચ એ બે પૈકી જે ઓછું હોય તે લોન પેટે નિગમ તરફથી આપવામાં આવશે. આ માટે લોન વાર્ષિક 5 ટકાના સાદા વ્યાજે મળવાપાત્ર થશે. તેમજ મહિલાઓ માટે 4 ટકાના સાદા વ્યાજે લોન મળવાપાત્ર થશે. વધુમાં ટ્રાન્સપોર્ટ, લોજિસ્ટિક, ટ્રાવેલર્સ, ફૂડ કોર્ટ વગેરે વ્યવસાય માટે વાહન જરૂરી સ્ટ્રક્ચર સહિત મેળવવા માટે બેન્કમાંથી રૂપિયા 6 લાખની લીધેલ લોન ઉપર 5 ટકા વ્યાજ સહાય મળવાપાત્ર થશે. આ માટે અરજદાર ગુજરાતના વતની હોવા જોઈએ અને બિનઅનામત વર્ગના હોવા જોઈએ. તેમજ કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂપિયા 6 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ. આ સાથે અરજદારની ઉંમર 18 વર્ષથી 50 વર્ષ સુધીની હોવી જોઈએ. આ માટે ધિરાણનો વ્યાજ દર વાર્ષિક 5 ટકા સાદા વ્યાજ અને મહિલાઓ માટે 4 ટકા રહેશે. તેમજ પ્રતિ વર્ષ જેટલું ધિરાણ આપવામાં આવશે તે મુજબ જ સાદું વ્યાજ ગણવામાં આવશે. સ્વ-રોજગારી યોજનાનો લાભ મેળવવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે? આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારે સ્વ-રોજગારની નિયત નમૂનાનું અરજી પત્રક, બાંહેધરી પત્રક, બિનઅનામત વર્ગનું પ્રમાણપત્ર, આવકનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, આધાર કાર્ડની નકલ, ઉંમરનો પુરાવો, શૈક્ષણિક લાયકાત, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, લાયસન્સની નકલ અથવા વાહન ચલાવવાનું લાયસન્સ અથવા બેઝ, ધંધાને અનુરૂપ કોટેશન, ધંધાને અનુરૂપ અનુભવ, વેલ્યુએશન સર્ટી, બેન્ક પાસબુક નકલ વગેરે ડોક્યુમેન્ટ જરૂરી છે. સ્વરોજગારલક્ષી યોજનાઓ માટેના ધિરાણના માપદંડ વાહન માટેની લોનની યોજનામાં અરજદાર પાસે પાકું લાયસન્સ તેમજ વાહનનું રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જોઈએ. આ સાથે તેમણે મેળવેલ વાહન નિગમ તરફે હાઈપોથીકેશન કરવાનું રહેશે. વાહન મેળવ્યાના ત્રણ માસ પછી પાંચ વર્ષના એક સરખા માસિક હપ્તામાં લોન ભરવાની રહેશે. જે નિગમ તરફથી નક્કી કરવામાં આવેલ બેન્કમાં હપ્તો ભરવાનો રહેશે. તેમજ નાના વ્યવસાય લોન મેળવ્યાના ત્રણ માસમાં શરૂ કરવાનો રહેશે તથા વ્યવસાય શરૂ કર્યા બાદ ત્રણ માસ પછી પાંચ વર્ષના એક સરખા માસિક હપ્તામાં લોનની વસુલાત કરવામાં આવશે. આ સાથે લોનની રકમ રૂપિયા 7.50 લાખ કે તેથી ઓછી હોય તો જામીન ખત રજૂ કરવાનું રહેશે. એટલે કે રકમના ધિરાણ માટે ધિરાણની રકમથી દોઢ ગણી કિંમતની લાભાર્થીની પોતાની કે સગા સંબંધીની મિલકત પર બોજા નોંધ કરાવવાની રહેશે. જો લોનની કુલ રકમ રૂપિયા 7.50 લાખ કરતા વધારે હોય તો તે કુલ રકમ જેટલી રકમની પોતાની અથવા અન્ય કોઈ સગા સંબંધીની સ્થાવર મિલકત નિગમની તરફેણમાં ગીરો કરવાની રહેશે. વધુમાં દરેક લોન લેનારે નિગમની તરફેણમાં સહી કરેલા પાંચ પોસ્ટ ડેટેડ ચેક આપવાના રહેશે. કેવી રીતે અરજી કરવી? સૌપ્રથમ www.gueedc.gujarat.gov.in પર જઈને સ્કીમ ફાઈલ ઓપન કરી તેમાં નાના વ્યવસાય માટે લોન સહાય યોજના પર ક્લિક કરો. ત્યારબાદ નીચે આપેલ એપ્લાય પર ક્લિક કરો. જો તમે ન્યુ યુઝર છો તો ન્યુ યુઝર પર ક્લિક કરી તેમાં તમારો મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, પાસવર્ડ વગેરે માહિતી દાખલ કરી સબમિટ કરો. જેથી તમને લોગીન આઈડી નંબર પ્રાપ્ત થશે. એ પછી ઓલરેડી રજીસ્ટર પર ક્લિક કરી પ્રાપ્ત થયેલ લોગીન આઈડી નંબર દાખલ કરો. ત્યારબાદ તેમાં ઓનલાઈન એપ્લિકેશન સિસ્ટમમાં નાના વ્યવસાય માટે લોન સહાય યોજના ઓપ્શન પર ક્લિક કરો. આટલું કર્યા બાદ તેમાં માગ્યા મુજબની જરૂરી વિગતો ભરો. આ સાથે તેમાં જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો. ત્યારબાદ તમારી અરજી કન્ફર્મ કરો. અરજી કન્ફર્મ કરવાથી તમારી માહિતી સબમિટ થઈ જશે અને તમને અરજીનો કન્ફર્મ નંબર પ્રાપ્ત થશે. જે સુરક્ષિત જગ્યાએ નોંધી લેવાનો રહેશે. એ પછી સબમિટ ફોર્મની પ્રિન્ટ કાઢી તેની સાથે અપલોડ કરેલ તમામ દસ્તાવેજોની પ્રમાણિત કરેલ નકલ જોડી જિલ્લા મેનેજરશ્રીની ઓફિસે અરજી જમા કરાવવાની રહેશે. આમ આ રીતે અરજદાર નાના વ્યવસાય માટે લોન સહાય યોજનાનો લાભ મેળવી શકે છે. વધુ માહિતી માટે તમે www.gueedc.gujarat.gov.in પરથી સંપર્ક કરી શકો છો. શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યા છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઇચ્છો છો? તો આજે જ p22.parth@gmail.com પર સંપર્ક કરો. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.