NEWS

ફિલ્મી સ્ટાઈલે ઘરપકડ...19 વર્ષથી ભાગતો ફરતો હતો આ આરોપી, પોલીસે જમ્મુ કાશ્મીરથી આ રીતે ઝડપી પાડ્યો

સુરત : શહેર પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં અનેક આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. ત્યારે કશ્મીરના આતંકવાદના ગઢ ગણાતા અનંતનાગ જિલ્લાના અંતરિયાળ ખીણ વિસ્તારમાંથી સુરત SOG પોલીસે મિશન કાશ્મીર પાર પાડ્યું અને 19 વર્ષથી નાર્કોટિક્સના ગુનામાં ભાગતા ફરતા કુખ્યાત ડ્રગ્સ માફિયા નિષાદ અહેમદ ગુલામનબીની ધરપકડ કરી. સુરત શહેર પોલીસ દ્વારા નશાના વેપારની ચેન તોડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સુરત ક્રાઈમ બ્રાન્ચ, PCB અને SOG દ્વારા રેકેટને તોડી પાડવાના સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સુરત SOG દ્વારા નારકોટિક્સના ગુનામાં ભાગતા ફરતા આરોપીના ડેટાનું એનાલિસિસ કરવામાં આવ્યું હતું અને તે સમયે પોલીસના ધ્યાને આવ્યું હતું કે 2006માં દિલ્હી એનસીબી અને સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રેલવે મારફતે જમ્મુ કાશ્મીરથી ચરસના મોટા જથ્થાની ખેપ મારતી મહિલા સહિત ત્રણ આરોપીને ઝડપી પાડ્યા હતા. આ પણ વાંચો: અમે મુંબઈમાં કેટલાયને માર્યા, તમારી ગુજરાત પોલીસ શું કરી લેશે, સુસાઈડ નોટમાં મહિલાના ચોંકાવનારા ખુલાસા આરોપીઓ પાસેથી 10 કિલો 250 ગ્રામ હાય પ્યોરિટી ચરસનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ જથ્થાની કિંમત 10 લાખ 25 હજાર રૂપિયા થવા પામે છે અને આ બાબતે પોલીસે સાત આરોપીને ઝડપી પાડી તમામને નામદાર કોર્ટમાં રજૂ કરી ચાર્જશીટ કરી હતી. આ આરોપીઓને 10 વર્ષની સખત કેદની સજા અને એક લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો. જોકે આ ગુનામાં પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, આરોપીઓને ચરસનો જથ્થો જમ્મુ કાશ્મીરના આતંકવાદનો ગઢ ગણાતા અનંતનાગ જિલ્લામાં રહેતો નિશાદ અહેમદ ગુલામનબી નામનો ઈસમ જથ્થો આપતો હતો.જે તે સમયે આરોપીને શોધવા માટે પોલીસ તેના વતન પણ ગઈ હતી પરંતુ ત્યાં આતંકવાદી હુમલાના ભય તેમજ સ્થાનિક ભૌગોલિક પરિસ્થિતિથી પોલીસ અજાણ હતી અને તેના કારણે આ આરોપી પોલીસને ચકમો આપવામાં સફળ થયો હતો અને પોતાના વતનથી ફરાર થઈ ગયો હતો. આ પણ વાંચો: હિંમતનગર: ટોપી ખરીદવાના બહાને ટોપી પહેરાવી 5 કરોડની ખંડણી માંગી, આખી ઘટના જાણીને ચોંકી જશો જોકે ભાગતા ફરતા આ આરોપીને પકડવા માટે પોલીસે ફરી પ્રયાસો શરૂ કર્યા અને SOGના હેડ કોન્સ્ટેબલ રામજીભાઈને બાથમી મળી હતી કે નાર્કોટિક્સના ગુનામાં ભાગતો ફરતો નિશાર અહેમદ ગુલામનબી અનંતનાગના ખીણ વિસ્તારના એક ગામમાં છુપાયેલો છે. ત્યારે બાતમીના આધારે ટેકનિકલ સર્વેન્સ અને હ્યુમન સોર્સીસ મારફતે બાતમી સાચી છે કે નહીં તે બાબતે તપાસ કરવામાં આવી અને ત્યારબાદ સ્થાનિક વિસ્તારથી વાકેફ થવા માટે પણ પોલીસે પ્રયાસો શરૂ કર્યા. સ્થાનિક વિસ્તારથી વાકેફ થયા બાદ પોલીસે મિશન કાશ્મીર શરૂ કર્યું અને પોતાના બાતમીદારોનો સંપર્ક કરી હેડ કોન્સ્ટેબલ રામજીભાઈ, રાકેશભાઈ તેમજ પોલીસ કોન્સ્ટેબલ કૌશલ કુમારે એક સ્પેશિયલ ટીમ બનાવી અને આ ટીમે સુરતથી 1800 કિલોમીટરનો પ્રવાસ કરી જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના બીજબહેરા ખાતે પહોંચી સ્થાનિક લોકો જેવો વેશ ધારણ કર્યો હતો. આ પણ વાંચો: દોઢ કરોડની લૂંટનો ઉકેલાયો ભેદ, આરોપીઓનો પ્લાન તેમને જ ભારે પડ્યો, પોલીસે આ રીતે ઝડપી પાડ્યા લોકલ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તેમજ લોકલ બાતમીદારોની મદદથી કાશ્મીરની અનંતનાગ જિલ્લાની ગલીઓની માહિતી મેળવી તેમજ આરોપીના રહેણાંક મકાન તેમજ તેની દિનચર્યા બાબતે માહિતી મેળવી આરોપીને પકડવાનો એક્શન પ્લાન તૈયાર કર્યો અને આયોજન મુજબ ઓપરેશન પાર પાડવા આરોપીના ઘરે વહેલી સવારે રેડ કરી. જેમા આરોપીના ગામના લોકો કંઈ સમજે તે પહેલા જ આરોપી નિશાર અહેમદ ગુલામનબીને ઊંઘ તો જ ઝડપી લીધો હતો. ઉલ્લેખનીય છે કે, આરોપીની સુરત ખાતે પૂછપરછ કરવામાં આવતા સામે આવ્યું હતું કે, આરોપી જે વિસ્તારમાં રહેતો હતો તે વિસ્તારમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન ખાતેથી હાઈ પ્યોરિટી વાળું ચરસ આવતું હતું અને આ ચરસની ડિમાન્ડ આખા ભારતમાં ખૂબ જ વધારે હતી અને અન્ય રાજ્યોમાં પણ આચારસ સપ્લાય થતું હતું. વર્ષ 2006માં તેણે 10 કિલો કરતાં વધુ ચરસ ગુજરાતના સુરતના વેપારીને વેચાણથી આપ્યું હતું. તે સમયે આ ચરસના જથ્થા સાથે આરોપી પકડાઈ ગયા હતા. ત્યારે સુરત SOG પોલીસે આરોપીની ધરપકડ કરી વર્ષ 2006માં નોંધાયેલા મહિધરપુરાના એનડીપીએસના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.