NEWS

World Cotton Day: આઝાદી પહેલાથી જ સમગ્ર દેશમાં દેશી કપાસની હતી બોલબાલા, જાણો સમગ્ર ઈતિહાસ

વિશ્વ કપાસ દિવસ 2024 જૂનાગઢ: આજે વિશ્વ કપાસ દિવસ છે. કપાસ એ આપણા કપડામાં સૌથી સામાન્ય કાપડ છે. સુતરાઉ કપડાં ખૂબ આરામદાયક, હાઇપોઅલર્જેનિક, ટકાઉ અને શ્વાસ લેવા યોગ્ય છે. સુતરાઉ કાપડ એ વિશ્વભરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા કાપડમાંનું એક છે. યુનાઈટેડ નેશન્સ અનુસાર, આ કુદરતી કાપડ વિશ્વભરમાં જીવન બદલી નાખતું ઉત્પાદન છે. કપાસનું વાવેતર આજે ખેડૂતો સૌથી પહેલી પસંદ માની રહ્યા છે. હાલના સમયમાં મગફળી અને કપાસ એક એવા પાક છે. જેમાં ખેડૂતો ખૂબ સારી રીતે કમાણી કરે છે અને રોકડા નાણાં મેળવે છે. એટલે જ ક્યારેક તેને રોકડીયો પાક પણ કહેવાય છે. પરંતુ,શું તમે જાણો છો કે, ભારતમાં આ કપાસનો શું ઈતિહાસ છે અને તેનું વાવેતરનો ઉલ્લેખ કયા ઈતિહાસમાં કરવામાં આવ્યો છે. આ સમગ્ર બાબત વિશે આજે આપણે જાણીશું. કપાસનો ભારતમાં ઇતિહાસ કપાસ પાકનો ઉલ્લેખ આપણા હિંદુ શાસ્ત્ર ઋગ્વેદ અને ગ્રંથ રામાયણ અને મહાભારત સહિત પુરાણમાં જોવા મળે છે. ઘણા પુરાતત્વના અભ્યાસ અનુસાર, જાણવા મળ્યું છે કે મોહેં-જો - દડોના સંસ્કૃતિના અવશેષોમાં પણ કપાસના અવશેષો વણાયેલા છે. આઝાદીની ચળવળના પ્રણેતા અને સત્યાગ્રહી મહાત્મા ગાંધીજીએ પણ ચરખા નું સરળ લીધું હતું જે કપાસની આર્થિક અગત્યતા દર્શાવે છે. આઝાદી પહેલાના કાળમાં સમગ્ર દેશમાં દેશી કપાસની બોલબાલા હતી કપાસ સંશોધનને કારણે ધીમે ધીમે દેશી જાતોનું વાવેતર ઓછું થતું ગયું અને તેની સામે અમેરિકન કપાસનું વાવેતર વધતું ગયું. દેશમાં રાજ્યવાર અમેરિકન કપાસની જુદી જુદી જાતોને પ્રચલિત કરવામાં આવી. વર્ષ 1921માં ઇન્ડિયન સેન્ટ્રલ કોટન કમિટીની સ્થાપના થતા તેના સહયોગથી સંશોધન કાર્યને વેગ મળ્યો દેશમાં અનેક સ્થળોએ સંશોધન કેન્દ્ર કાર્યરત થયા હતા. આમ, આજના સમયમાં પણ કપાસ એ ખેડૂતો માટે ખૂબ મહત્વનો પાક માનવામાં આવે છે આ પાકનું વાવેતર ઘણા વર્ષોથી થતું આવ્યું છે આપણે કહી શકીએ કે આ વાવેતરમાં ફેરફાર અનેક આવ્યા છે અને તેમાં સુધારો પણ થયો છે જેથી પાકમાં રોગ ઓછો આવે પરંતુ હાલમાં પણ કપાસ ખેડૂતોની વાવેતર માટેની પહેલી પસંદગી છે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.