NEWS

નવરાત્રિમાં કઇ વાતોનું રાખશો ધ્યાન? અમદાવાદના જાણીતા ડોક્ટરે આપી સલાહ

નવરાત્રિ આવતા આયોજકો ગરબા મહોત્સવના આયોજનમાં લાગી ગયા છે. અમદાવાદ : નવરાત્રિ મહોત્સવને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આયોજકો ગરબા મહોત્સવની તૈયારીમાં લાગી ગયા છે. બીજી તરફ ગરબા મહોત્સવ દરમિયાન કોઈ આકસ્મિક ઘટના કે મેડિકલ ઈમરજન્સીની ઘટનાને ધ્યાને લઈને આયોજકોએ તેનું પણ આગોતરું આયોજન કર્યું છે. ગરબા મહોત્સવમાં ડોક્ટર સહિત મેડિકલની ટીમ તૈનાત રાખવામાં આવશે. સાથે જ કેટલાક આયોજકોએ એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરી છે. નવરાત્રિ આવતા આયોજકો ગરબા મહોત્સવના આયોજનમાં લાગી ગયા છે. ગરબા મહોત્સવમાં કોઈ આકસ્મિક ઘટના ન બને તેને લઈને તો આયોજકોએ આયોજન કર્યું જ છે. સાથે મેડિકલ ઈમરજન્સી સર્જાય તો આયોજકો પાર્ટી પ્લોટમાં ડોક્ટર અને મેડિકલની ટીમ તૈનાત રાખશે. અમદાવાદના સિંધુભવન રોડ પર મેરીમેન્ટ પાર્ટી પ્લોટમાં હેરિટેજ ગરબાના આયોજકએ ગરબા મહોત્સવના સ્થળે ડોક્ટરની સહિત એમ્બ્યુલન્સ પણ તૈયાર રાખશે તેવું ગરબાના આયોજક અજયરાજસિંહ જાડેજાએ જણાવ્યું છે. તો નવરાત્રી મહોત્સવના આયોજનને લઈને 108 ઈમરજન્સી સર્વિસ પણ સજ્જ થઈ ગઈ છે. ગ્રાફિક્સ ગરબાના આયોજન માટે 108 ઈમરજન્સી સર્વિસનો 2024નો ખાસ એક્શન પ્લાન રાજ્યના ચાર મેટ્રો સિટીમાં 25 મેજર સ્પોટ આઈડેન્ટીફાઈ કરાયા છે. 25 મોટા ગરબા સ્થળો પર એમ્બ્યુલન્સ રી લોકેટ કરવામાં આવશે. આ પણ વાંચો: જાણો અંબાલાલ પટેલ તથા હવામાન વિભાગની આગાહી ગત વર્ષે અમદાવાદમાં રોજ નોંધાયેલા ઈમરજન્સી કેસની વાત કરીએ તો, અકસ્માતના 86 કેસ, શ્વાસમાં તકલીફના 76 કેસ, હાર્ટની તકલીફમાં 62 કેસ, હાઈ ફીવર 49 કેસ, સ્ટ્રોકના 10 કેસ, પેટમાં દુખાવાના 119 કેસ નોંધાયા હતા. ગત વર્ષે રાજ્યમાં રોજ નોંધાયેલા ઈમરજન્સી કેસ અકસ્માતના 487 કેસ, પેટમાં દુખાવાના 452 કેસ, શ્વાસમાં તકલીફ થવાના 264 કેસ, હાઈ ફીવરના 256 કેસ, હાર્ટની તકલીફના 217 કેસ, સ્ટ્રોકના 34 કેસ નોંધાયા હતા. બીજી તરફ જાણીતા સિનિયર ફિઝિશિયન ડૉ. પ્રવીણ ગર્ગનું કહેવું છે કે, “કેટલાક દિવસથી હાર્ટ એટેકની ઘટનાઓ બની રહી છે ત્યારે જે લોકોને ડાયાબિટીસ અને શ્વાસની તકલીફ છે, બ્લડ પ્રેશર છે તેઓએ ગરબા રમવાનું ટાળવું જોઈએ. ગરબામાં પણ બિનજરૂરી હાર્ટને અસર થાય તેવા સ્ટેપ ન કરવા જોઈએ તેવી સલાહ પણ તબીબો આપી રહ્યા છે.” મહત્વનું છે કે, આ વખતે સરકાર દ્વારા વહેલી સવાર સુધી ખેલૈયાઓને ગરબે ઘૂમવા છૂટછાટ મળી છે. જેથી ગરબા રસિકો મન મૂકીને ગરબે ઘૂમવાના છે. આ દરમિયાન કોઈ આકસ્મિક ઘટના ન બને તેને લઈને ફાયર સેફ્ટીની વાત હોય કે અન્ય કોઈ સલામતીના પગલાંની વાત હોય તેને લઈને પણ આયોજકો સજ્જ થઈ ગયા છે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.