NEWS

શિયાળામાં રાત્રે મોજા પહેરીને સૂવું જોઈએ કે નહીં? જાણો તેના ફાયદા અને નુકસાન, ઠંડીમાં પણ રહેશો એકદમ મસ્ત

મોજા પહેરીને સૂવું કેટલું યોગ્ય? Benefits of Wearing Socks at Night: ઠંડીની સિઝનમાં લોકો ઠંડકથી બચવા માટે તમામ પ્રકારના નુસખા અપનાવતા હોય છે. ઘણા લોકો સ્વેટર પહેરીને સૂઈ જતા હોય છે, તો ઘણા લોકો રાત્રે મોજા પહેરીને સૂઈ જતા હોય છે. નાના બાળકોને પણ મોટાભાગે મોજા પહેરીને સૂવડાવતા હોય છે, કેમ કે રાત્રે બાળકોને ઠંડી ન લાગે. રાત્રે મોજા પહેરવાને લઈને લોકો વચ્ચે ઘણી વિચારણા હોય છે. કેટલાક લોકોનું માનવું છે કે આવી આદત સ્વાસ્થ્ય માટે લાભકારક થઈ શકે છે, જ્યારે કેટલાક લોકોનું માનવું છે કે આ આદત સ્વાસ્થ્ય માટે નુકસાન પહોંચાડી શકે છે. આજે એ જાણી લઈએ કે શું ખરેખર રાત્રે મોજા પહેરીને સૂવું ફાયદાકારક છે. મેડિકલ ન્યૂઝ ટુડેના રિપોર્ટ પ્રમાણે રાત્રે મોજા પહેરીને સૂવાના ઘણા ફાયદા થઈ શકે છે. એવું કરવાથી શરીરનું તાપમાન નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ખાસ કરીને ઠંડીમાં મોજા પહેરીને પગને ગરમ રાખવામાં મદદ કરે છે, જેને કારણે શરીરનો બાકીનો ભાગમાં પણ ગરમી જળવાઈ રહે છે. આવું કરવાથી સારી ઉંઘ આવવાની સંભાવના વધે છે. કેમ કે કોલ્ડ ફીટને કારણે સૂવામાં મુશ્કેલી આવી શકે છે. આ સિવાય પગના તાપમાનને પણ કંટ્રોલ કરીને બ્લડ ફ્લોને સારુ બનાવી શકાય છે. રાત્રે સારી રીતે સૂવા માટે હાથ-પગનું તાપમાન નોર્મલ હોવું ખૂબ જરૂરી છે. મોજા પહેરીને પગનું તાપમાન બેલેન્સ કરી શકાય છે. આ પણ વાંચો : કામની વાત: જો આ વાતનું ધ્યાન નહીં રાખો તો બોમ્બની જેમ ફાટશે કુકર, જાણો સાચી ટિપ્સ જોકે મોજા પહેરીને સૂવાથી કેટલાક નુકસાન પણ થઈ શકે છે. ખાસ કરીને જો મોજાં ખૂબ જ ટાઈટ હોય, તો તે બ્લડ ફ્લોને અટકાવી શકે છે અથવા તો તેમાં મુશ્કેલી લાવી શકે છે અને પગમાં પરસેવો થવા લાગે છે. આવું થવાથી બેક્ટેરિયા અને ફૂગ થવાનું કારણ બની શકે છે. જો મોજાં ભીના કે ગંદા હોય તો તેનાથી સ્કીન પર ફોલ્લીઓ પણ થઈ શકે છે અથવા તો ઇન્ફેક્શન પણ થઈ શકે છે. જે લોકોને પગમાં ખંજવાળ કે ઇન્ફેક્શનની સમસ્યા હોય તેમણે આ આદત ન અપનાવવી જોઈએ. જે લોકોને પગની કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તેમણે ડોક્ટરની સલાહ લીધા પછી જ આ કરવું જોઈએ. (નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઈ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે. ગુજરાતી ન્યૂઝ18 આની કોઈ પુષ્ટિ કરતું નથી.) None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.