જામનગર : જામનગરમાં લીમડા લેન વિસ્તારમાં છેલ્લા 65 વર્ષથી યોજાતી ભારતમાતા આદર્શ ગરબી મંડળ દેવી દેવતાઓ તેમજ ભારતના ઐતિહાસિક પાત્રોની વેશભૂષા સાથેના રાસ જામનગરમાં ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બને છે. આ ગરબીમાં ભારત પાક.ના ભાગલા પહેલાથી ચાલતી પરંપરા આજે પણ યથાવત છે. જામનગર શહેરનો કોઇપણ બાળક, યુવાન, મહિલા કે પ્રૌઢ વ્યક્તિ જો એમ કહે કે, તેઓ ‘‘વેશભૂષાવાળી’’ ગરબી નિહાળવા ગયા હતા. તો તેનો અર્થ એમ જ સમજવો કે, તેઓ લીમડા લાઈન વિસ્તારમાં આવેલી શ્રી ભારતમાતા આદર્શ ગરબી મંડળ દ્વારા ચાલતી ગરબીની રસલ્હાણ માણવા ગયા હતા. આ સ્થળે છેલ્લા 65 વર્ષથી સતત કાર્યરત અને વિતેલા આ છ દાયકાના સમયગાળામાં આ ગરબી તેમના વિરાટ આયોજન, પરંપરાગત રાસ - ગરબાની રજૂઆત, બાળાઓ અને યુવકો દ્વારા લેવાતા અભૂતપૂર્વ ડાંડિયા રાસ, પ્રાચીનત્તમ ગરબા-દૂહા-છંદની ગાયકી દ્વારા પ્રગટ થતો ભક્તિભાવ, શિસ્તબદ્ધ કાર્યકરો, સુઘડ વ્યવસ્થાપનના કારણે જેટલી વિખ્યાત છે, તેટલી જ ધાર્મિક અને ઐતિહાસિક મહાનુભાવોના પાત્રોની વેશભૂષા દ્વારા રમાતી ગરબીના કારણે પણ તેટલી જ ખ્યાતિ પામી છે. જામનગર શહેરમાં છેલ્લા પચાસ વર્ષમાં ભાગ્યે જ કોઈ એવું બાળક હશે કે જેમણે આ ગરબી અનેક વખત ન નિહાળી હોય! આ ગરબીનું સંચાલન આ જ વિસ્તારમાં વસવાટ કરતા વિશાળ રામાણી પરિવારના બંધુઓ તથા લીંબાસીયા પરિવાર, ગજેરા પરિવાર દ્વારા કરવામાં આવે છે. જ્યારે ભારતના ભાગલા પડ્યા નહોતા ત્યારે આ પરિવાર હાલના પાકિસ્તાનના શહેર કરાંચીમાં વસવાટ કરતા હતા અને ઇ.સ. 1942માં પણ સ્વ. ભાણજીભાઈ સંઘરાજભાઈ રામાણી અને તેમના બંધુઓ પટેલ યુવક મંડળના નેજા હેઠળ પણ નવરાત્રીની પરંપરાગત અને હોંશભેર ઉજવણી કરતા હતા. સ્વતંત્રતા પ્રાપ્તિના વર્ષમાં તેઓ જામનગર સ્થળાંતર થયા. જામનગરના વસવાટની સાથે જ આ પરિવારે ઇ.સ. 1947થી શહેરમાં નવરાત્રીની ઉજવણી અને ગરબીનું આયોજન શરૂ કર્યું હતું. જામનગરમાં સર્વપ્રથમ રામજી લક્ષ્મણના ડેલામાં, ત્યારપછી આણંદાબાવા આશ્રમવાળી જગ્યામાં, પંચેશ્વર ટાવર વિસ્તારમાં નવરાત્રીની ઉજવણી કરી હતી. બાદમાં લીમડા લાઈન વિસ્તારમાં સ્થાયી વસવાટની સાથોસાથ આ જ વિસ્તારના પટેલ ચોકમાં લત્તાવાસીઓના સહકારથી શ્રી ભારતમાતા આદર્શ ગરબી મંડળની રાહબરી હેઠળ ગરબીનો પ્રારંભ કર્યો હતો. વર્ષ 2010માં સુવર્ણ જયંતીની ઉજવણી કરી આજે 65 વર્ષે પણ ભારે લોકચાહના સાથે કાર્યરત છે. આ પણ વાંચો: આ સપ્તાહ ગુજરાતમાં વરસાદ અને ગરમી તીવ્રતા કેવી રહેશે? આ ગરબી અનેક પ્રકારે વિશિષ્ટતા ધરાવે છે. જેમાં સૌથી ધ્યાનકર્ષક બાબત એ છે કે, આ વિસ્તારમાં વસતા મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી પરિવારો પણ આ ગરબી મંડળના સમગ્ર આયોજનમાં સક્રિયપણે જોડાઈને સેવા આપી રહ્યા છે અને ગરબી મંડળના નામ ‘‘શ્રી ભારતમાતા આદર્શ ગરબી મંડળ’‘ને યથાર્થ ઠરાવી ‘અનેકતામાં એકતા’નો ભાવ પ્રદર્શિત કરી રહ્યા છે. તેમજ આઠમના દિવસે આર્ય સમાજ દ્વારા વૈદિક યજ્ઞ કરી વૈદિક પ્રચાર પ્રસારનું પણ માધ્યમ જાળવી રાખેલ છે. આ ગરબીના આયોજનમાં કોઈ પાસેથી ફરજિયાત ફંડ પણ ઉઘરાવવામાં આવતું નથી. લત્તાવાસીઓ તથા શુભેચ્છકો દ્વારા યથાયોગ્ય આર્થિક સહકાર આપવામાં આવે છે. ગરબી મંડળમાં જોડાયેલ રાસ-ગરબા રમતા યુવકો-બાળાઓ પાસેથી કે ગરબી નિહાળવા આવતાં દર્શકો પાસેથી પણ કોઈપણ પ્રકારની ફી-ચાર્જ વસૂલવામાં આવતો નથી, કોઈ ઇનામી ડ્રો-ટિકિટ પણ રાખવામાં આવતા નથી. ઉડીને આંખે વળગે એવી બાબત આ ગરબી મંડળના ખેલૈયાઓની શિસ્ત અને આયોજકોનું સુંદર વ્યવસ્થાપન ગણાવી શકાય. સૌથી મહત્વની વાત એ છે કે, અહીં નવરાત્રીના દિવસો દરમિયાન દરરોજ ધાર્મિક અને ઐતિહાસિક પાત્રોની વેશભૂષા પરિધાન કરીને યુવકો ડાંડિયા રાસ રમતા જોવા મળે છે. આવી ‘વેશભૂષાવાળી ગરબી’ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. વર્ષોની પરંપરા મુજબ ગરબીમાં રામ, લક્ષ્મણ, સીતાજી, કૃષ્ણ, રાધાજી, શંકર ભગવાન, ગણેશજી, હનુમાનજી, રાવણ, છત્રપતિ શિવાજી, સિકંદર, ઋષિમુનિ, જટાયુ, અસુર જેવા અનેકવિધ પાત્રોની આબેહૂબ વેશભૂષા પહેરી, શણગાર-સુશોભન કરીને એક જ મંચ પર એકી સાથે ભાતીગળ રાસ રમતા હોય તેવું દૃશ્ય ગરબી નિહાળનારાઓના મન મોહી લે છે. અને બાળકોને પણ ભગવાન તેમજ વિવિધ પાત્રોથી વાકેફ કરવામાં આવે છે. આ ગરબી મંડળના આયોજનમાં અમૃતલાલ રામાણી બ્રધર્સ, જીતુભાઈ રામાણી બ્રધર્સ, લલીતભાઈ રામાણી બ્રધર્સ, પ્રફુલભાઈ લીંબાસીયા, દિનેશભાઈ લીંબાસીયા, હરીભાઈ ગજેરા, અશોકભાઈ પાબારી વગેરે સભ્યો દ્વારા આયોજન કરવામાં આવે છે. બહેનો તથા વેશભૂષાના રાસ-ગરબામાં કોરિયોગ્રાફી પ્રકાશ રામાણી, હિતેશ રામાણી, મયુરી પંડ્યા સેવા આપે છે. ભાઈઓના ધાર્મિક વેશભૂષા તૈયાર કરવા તથા મેકઅપ મેન તરીકે કિશોર રામાણી, મુકેશ રામાણી, કૌશિક લીંબાસીયા, વિપુલ લીંબાસીયા, રાજેશ રામાણી જહેમત ઉઠાવે છે. મંડપ, સાઉન્ડ તથા ઇલેક્ટ્રિક ડેકોરેશન ગોકુલ મંડપ-સંજયભાઈ પટેલ, રાજુભાઈ ચંદારાણા, વિજયભાઈ આમેટા શ્રીનાથ ડેકોરેશન, મનસુખ રામાણી, વિપુલ લીંબાસીયા, સતિષભાઈ ગજેરા, શૈલેષભાઈ બુસા કાર્યરત છે. તેમજ બેનર ડિસ્પ્લે માટે વિવેક રામાણી, સુનિલ રામાણી, તુષાર રામાણી, મયુર સંઘાણી દ્વારા સેવા આપવામાં આવે છે. ખરેખર ભારતીય સંસ્કૃતિને અનુરૂપ અને આજના યુગની જરા પણ હવા લાગ્યા વિના ગુજરાતની પ્રણાલિકા મુજબ જ શ્રી ભારતમાતા આદર્શ ગરબી મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવ ઉજવવામાં આવે છે જેને નિહાળનારા લોકો અભિભૂત થઈ બિરદાવે છે. None
Popular Tags:
Share This Post:
What’s New
તમને ખબર છે કે કેવી રીતે ઉજવાય છે નાતાલ? ફાધરે જણાવી ઉજવણીની સાચી રીત
- By Sarkai Info
- December 20, 2024
Spotlight
Today’s Hot
-
- December 20, 2024
-
- December 20, 2024
-
- December 20, 2024
બોટાદ માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ ઉચકાયા, 71 હજાર મણ આવક નોંધાઈ
- By Sarkai Info
- December 20, 2024
Featured News
Latest From This Week
મોંઘવારી તો જુઓ સાહેબ! રેસ્ટોરન્ટમાં એક પ્લેટ ખાવા માટે આપવા પડે છે નોટોના બંડલના બંડલ!
NEWS
- by Sarkai Info
- December 20, 2024
WTC Final: જો પાકિસ્તાન સાથ આપે તો, WTC પોઇન્ટ ટેબલમાં ટોપ પર હશે ભારત, જાણો કઈ રીતે?
NEWS
- by Sarkai Info
- December 20, 2024
Subscribe To Our Newsletter
No spam, notifications only about new products, updates.
Popular News
Top Picks
Oscar 2025: હજુ પણ આશા છે! ગુનીત મોંગાની 'અનુજા' ઓસ્કારમાં થઈ શોર્ટલિસ્ટ
- December 20, 2024