NEWS

FACE પર લગાવો આ લીલો પાઉડર, કરચલીઓ દૂર થઇ જશે, ચાંદ જેવો ચહેરો ચમકી જશે

સરગવો અનેક રીતે ગુણકારી હોય છે. Pigmentation Home Remedy: ફેસ પર લગાવો આ પાઉડર, કરચલી થઇ જશે છૂ, ચાંદ જેવો ચહેરો ચમકી જશે Pigmentation Home Remedy: ખૂબસુરત અને હંમેશા સ્કિનને યંગ રાખવા માટે લોકો જાતજાતનાં નુસખાઓ ટ્રાય કરતા હોય છે. તેમ છતાં ઉંમર વધે એમ ચહેરા પર કરચલીઓ પડવા લાગે છે. આ સાથે સ્કિન પણ ઢીલી થવા લાગે છે. આ સમસ્યામાં મોંઘી ટ્રીટમેન્ટ કરાવવાની જરૂર નથી. તમે સરળતાથી ચહેરા પરની કરચલીઓ આ પાઉડરથી દૂર કરી શકો છો. આ આર્યુવેદિક પાઉડરની કોઈ સાઇડ ઇફેક્ટ્સ થતી નથી. તો અમે વાત કરી રહ્યાં છીએ સરગવાનાં પાઉડરની. તો જાણો કેવી રીતે ઉપયોગ કરી શકો છો. આ પણ વાંચો: ઠંડીમાં દહીં ખાવું જોઈએ કે નહીં? શરદીનો કોઠો હોય તો ખાસ જાણી લેજો સરગવાને અંગ્રેજીમાં ડ્રમસ્ટિક કહેવામાં આવે છે. સરગવાનું શાક ખાવાની મજા આવે છે. આ સાથે સરગવાનો ઉપયોગ અનેક પ્રકારની રેસિપિમાં કરવામાં આવે છે. સરગવો ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. સરગવામાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. આ સાથે સરગવામાં કેલ્શિયમ, આયરન અને પોટેશિયમની માત્રા સારામાં સારી હોય છે. આટલું જ નહીં સરગવામાં વિટામિન એ, ઇ અને સી પણ હોય છે. આ બધા પોષક તત્વો તમને સરગવામાં મળી રહે છે. સ્વાસ્થ્યની સાથે-સાથે તમે આ રીતે સરગવાનાં પાઉડરનું સેવન કરો છો તો સ્કિન પર મસ્ત ગ્લો આવે છે. આ સાથે ઉંમરની અસર દેખાતી નથી. આ પાઉડરથી ચહેરા પરની કરચલીઓ પણ દૂર થઈ જાય છે. આ પણ વાંચો: ઠંડીમાં ખોડો થાય છે? ખંજવાળ બહુ આવે છે? તો 5 રૂપિયાની આ વસ્તુ લગાવો સરગવાનો પાઉડર તમે સરળતાથી ઘરે બનાવી શકો છો. આ માટે વધારે મહેનત કરવાની જરૂર નથી. આ માટે સૌ પ્રથમ સરગવાને ધોઈ દો. ત્યારબાદ કપડાથી લૂછી લો. હવે આ સરગવાને 3થી 4 દિવસ માટે તડકામાં મૂકી દો. આમ કરવાથી મસ્ત સુકાઈ જશે. સરગવો બરાબર સુકાઈ ગયો નથી તો તમે 2થી 3 દિવસ વધારે તડકામાં રાખો. આ પ્રોસેસ કર્યા પછી સરગવો બરાબર સુકાઈ જાય એટલે મિક્સરમાં પાઉડર બનાવી દો. તો તૈયાર છે સરગવાનો પાઉડર. સરગવાનો પાઉડર યુઝ કરવા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. અડધી ચમચી પાઉડર લો અને એક ગ્લાસ હુંફાળા પાણીમાં મિક્સ કરો. ત્યારબાદ આ પાણી પીઓ. સ્વાદ થોડો અજીબ લાગશે પરંતુ હેલ્થ માટે ગુણકારી છે. નિયમિત સેવનથી ત્વચા મસ્ત ખીલી ઉઠશે. આ સાથે ચહેરા પરની કરચલીઓ, ડાઘ ધબ્બા અને કાળાશ પણ દૂર થઈ જશે. ચહેરો મસ્ત ખીલી ઉઠશે. આ પાઉડરનું સેવન તમે દરરોજ કરશો તો ઉંમરની અસર નહીં દેખાય. આ પાઉડર તમે ચહેરા પર લગાવી પણ શકો છો. (નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે. ગુજરાતી ન્યૂઝ18 આની કોઇ પુષ્ટિ કરતુ નથી.) None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.