NEWS

રાત્રે સૂતા પહેલા દૂધમાં ગોળ નાખીને પીવાની ટેવ રાખો; લોહીથી લઇને હાડકા સુધીની આ 6 સમસ્યાઓ થશે દૂર

ગજબનું છે દૂધ અને ગોળનું કોમ્બિનેશન, શરીરની 6 સમસ્યાઓ થશે દૂર milk and jaggery benefits: શિયાળામાં લીલા શાકભાજી અને સૂકા મેવા વધુ પ્રમાણમાં ખાવામાં આવે છે, જે સ્વાસ્થ્યને સુધારે છે. શિયાળામાં તમે ડિનરમાં ભલે કંઈપણ ખાઓ, પરંતુ સૂતાં પહેલાં એક ગ્લાસ ગરમ દૂધ પીવું જરૂરી છે. શિયાળામાં દૂધને કેલ્શિયમનો ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે. શિયાળામાં દૂધ સાથે ગોળ ખાવાનું ચલણ પણ છે. પરંતુ શું દૂધ સાથે ગોળ ખાવાથી સ્વાસ્થ્યને કોઈ લાભ થઈ શકે છે? સામાન્ય રીતે દૂધ અને ગોળનું સેવન સાથે કરવું સારું માનવામાં આવે છે. પરંતુ આ કોમ્બિનેશનનું સેવન સાવધાનીથી કરવું જોઈએ. જણાવાયું છે કે શિયાળામાં ગોળ અને દૂધના કોમ્બિનેશનને કેમ બેસ્ટ માનવામાં આવ્યું છે. માનવામાં આવે છે કે દૂધમાં ગળપણ ન નાખવામાં આવે તો કબજિયાત થવાનું જોખમ રહે છે. ત્યારે તમે શિયાળા દરમિયાન દૂધમાં ખાંડને બદલે ગોળ લઈ શકો છો. ગરમ દૂધ અને ગોળનું કોમ્બિનેશન શરીરને ગરમી અને એનર્જી આપે છે. તે શિયાળામાં ફાયદાકારક હોય છે. ઇમ્યુન સિસ્ટમ મજબૂત બનાવે ગોળમાં ઘણા પ્રકારના વિટામિન્સ અને મિનરલ્સ રહેલા હોય છે, જેમ કે, આયર્ન, કેલ્શિયમ અને ઝીંક. જે શરીરની ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે અને શરદી અને ખાંસીથી રક્ષણ કરે છે. આ પણ વાંચો: માથામાં સફેદ વાળનું નામોનિશાન નહીં રહે! પાણીમાં આ વસ્તુ ઉકાળીને લગાવો, એક-એક વાળ કાળો ભમ્મર થઇ જશે હાડકા બનાવે છે મજબૂત દૂધમાં કેલ્શિયમ અને પ્રોટીન હોય છે, જે હાડકા મજબૂત બનાવે છે. ગોળ પણ આયર્નનો ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે, જે હાડકાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. એનર્જી અને ફ્રેશનેસ પૂરી પાડે ગોળમાં પ્રાકૃતિક શુગર હોય છે, જે શરીરને ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે. દૂધમાં પ્રોટીન સહિત અન્ય પોષકતત્વો રહેલા હોય છે, જે શરીરને ફ્રેશ રાખવાની સાથે એનર્જી પૂરી પાડે છે. ગોળમાં રહેલા કાર્બોહાઈડ્રેટ્સ થાક દૂર કરે છે. દૂધમાં રહેલું કેલ્શિયમ શરીરની નબળાશ દૂર કરે છે. પાચનમાં કરે છે મદદ ગોળ પાચન સુધારે છે અને પેટ સાફ રાખવામાં મદદ કરે છે. દૂધનું સેવન કરવાથી પેટને ઠંડક મળે છે, જે શિયાળામાં પાચનને બેલેન્સ્ડ રાખે છે. કેટલાક લોકોને ખાતા ઓડકાર, છાતીમાં બળતરા અને કબજિયાત જેવી સમસ્યાઓ થાય છે, જેને દૂર કરવામાં ગોળ અને દૂધનું કોમ્બિનેશન ઉત્તમ માનવામાં આવે છે. આ પણ વાંચો: Money Plant: મની પ્લાન્ટના પાન પીળા પડવા લાગ્યા છે? ફોલો કરો આ ટિપ્સ, થોડા જ દિવસમાં ફરી લીલોછમ થઇ જશે છોડ શરદી અને ખાંસીમાં આપે છે રાહત ગોળનું સેવન શરદી અને ખાંસી માટે લાભદાયક હોય છે, કારણ કે તે શરીરમાં ગરમી પેદા કરે છે. તેમજ શરીરમાંથી ઝેરી તત્વો બહાર કાઢવામાં મદદ કરે છે. દૂધ સાથે ગોળ ઉમેરીને પીવાથી આ પ્રભાવ વધે છે. સ્ટ્રેસ ઘટાડે ગોળમાં મેગ્નેશિયમ અને અન્ય પોષક તત્વો જોવા મળે છે, જે સ્ટ્રેસ ઘટાડવામાં અસરકારક માનવામાં આવે છે. દૂધ શરીરને શાંત કરે છે અને માનસિક તણાવ દૂર કરવામાં મદદ કરે છે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.