NEWS

Walk: ફિટ રહેવા ખાલી પેટ વોક કરતા હોય તો આજથી જ સુધારી લેજો આદત! ફાયદાના બદલે થાય છે નુકસાન, જાણી લો સાચી રીત

ખાલી પેટ વધારે ચાલવાથી થતા નુકસાન Walking: ચાલવું એ સ્વાસ્થ્ય માટે સૌથી ફાયદાકારક કસરત માનવામાં આવે છે. તે ફિટનેસ જાળવવામાં મદદ કરવાની સાથે તણાવ ઘટાડવા, વજન ઘટાડવા અને હાર્ટ હેલ્થ સુધારવામાં પણ મદદરૂપ છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ખાલી પેટ ચાલવાથી શું ફાયદા અને નુકસાન થઈ શકે છે? જોકે મોટાભાગના લોકો ચાલવાના ફાયદા ગણાવતા હોય છે, પરંતુ ખાલી પેટ ચાલવું કેટલું ફાયદાકારક અને નુકસાનકારક છે તે જાણવું પણ જરૂરી છે. ખાસ કરીને, જ્યારે આ આદત લાંબા સમય સુધી અપનાવવામાં આવે છે, ત્યારે તે સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પણ કરી શકે છે. ખાલી પેટ ચાલવાથી થતા ફાયદાઓ ખાલી પેટ પર ચાલવા પાછળ સૌથી મોટો તર્ક એ છે કે તે શરીરમાં સ્ટોર થયેલી ચરબીનો એનર્જી તરીકે ઉપયોગ કરવામાં મદદ કરે છે. આ પ્રક્રિયાને “ફાસ્ટેડ કાર્ડિયો” તરીકે ઓળખવામાં આવે છે. વજન ઘટાડવામાં મદદરૂપ: ખાલી પેટે ચાલવાથી શરીરમાં ચરબી ઝડપથી બર્ન થાય છે, જે વજન ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે. મેટાબોલિઝમને કરશે બુસ્ટ: તે શરીરના મેટાબોલિઝમને એક્ટિવ કરી શકે છે, જેનાથી સમગ્ર દિવસ દરમિયાન સારી એનર્જી જાળવી શકાય છે. ઇન્સ્યુલિનની સંવેદનશીલતા સુધારે છે: ખાલી પેટ ચાલવાથી બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ મળી શકે છે. આ પણ વાંચો: આખો દિવસ ઠંડી લાગ્યા કરે છે તો તરત બજારમાંથી 10 રૂપિયાની આ વસ્તુ લઇ આવો, શરીરમાં ભરી દેશે ગરમાવો; રહેશો એનર્જેટિક ખાલી પેટ વધારે ચાલવાથી થતા નુકસાન લો એનર્જી અનુભવવી - ખાલી પેટ ચાલવાથી શરીરમાં એનર્જી લેવલ ઘટી શકે છે, જેથી શરીરમાં નબળાઈ અને થાક અનુભવાય છે. આ સ્થિતિ ખાસ કરીને તે લોકો માટે ગંભીર થઇ શકે છે, જેઓ લાંબા સમય સુધી કે સ્પીડમાં ચાલે છે. સ્નાયુઓને નુકસાન - જ્યારે શરીરમાં ગ્લુકોઝ લેવલ ઘટે છે, ત્યારે તે એનર્જી માટે સ્નાયુઓના પ્રોટીનનો ઉપયોગ કરવાનું શરૂ કરે છે, જેથી સ્નાયુઓ નબળા પડવા લાગે છે. બ્લડ શુગર લેવલ ઘટવું - ખાલી પેટ વધારે ચાલવાથી બ્લડ શુગર લેવલ અચાનક ઘટી શકે છે. જેથી ચક્કર આવવા, ઉબકા કે બેભાન થવાની સમસ્યા થઇ શકે છે. આ પણ વાંચો: ચેતજો! તમારી આ એક ભૂલના કારણે બોમ્બની જેમ ફાટશે પ્રેશર કુકર, રસોઈ કરતી વખતે ખાસ ચેક કરજો આટલી વસ્તુઓ પાચન તંત્ર પર અસર - ખાલી પેટ ચાલવાથી પેટમાં એસિડ બની શકે છે, જેથી ગેસ, પેટનો દુખાવો કે એસિડિટી જેવી સમસ્યાઓ થઇ શકે છે. તેથી પણ વધારે સમય સુધી ખાલી પેટ ન ચાલવું જોઇએ. હોર્મોનલ અસંતુલન- સતત ખાલી પેટ વધારે કસરત કરવાથી શરીરમાં કોર્ટિસોલ (સ્ટ્રેસ હોર્મોન)નું લેવલ વધી શકે છે. જે હોર્મોનલ અસંતુલનનું કારણ બની શકે છે અને શરીરમાં નકારાત્મક અસર પડી શકે છે. આ વાતોનું રાખો ધ્યાન હળવો નાસ્તો લેવો- ખાલી પેટ ચાલતા પહેલા ફળ, બદામ અથવા સ્મૂધી જેવો હળવો નાસ્તો લો. તેનાથી એનર્જી લેવલ જળવાઈ રહેશે. પાણી પીવાનું ભૂલશો નહીં- હાઇડ્રેશન જાળવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ખાલી પેટ ચાલતા પહેલા અને પછી પૂરતું પાણી પીઓ. તમારી લિમિટ જાણો- તમારા શરીરની જરૂરિયાતો અને સહનશક્તિને સમજો. જો તમે નબળાઈ અનુભવો છો, તો તરત જ ચાલવાનું બંધ કરી દો. ડૉક્ટરની સલાહ લો- જો તમે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર કે અન્ય કોઈ સ્વાસ્થ્ય સમસ્યાથી પીડાતા હોવ તો ખાલી પેટ ચાલતા પહેલા ડૉક્ટરની સલાહ લો. ખાલી પેટે ચાલવું કેટલીક પરિસ્થિતિઓમાં ફાયદાકારક હોઈ શકે છે, પરંતુ તેને આદત બનાવતા પહેલા તેના ગેરફાયદા અને તમારા શરીરની જરૂરિયાતોને સમજવી ખૂબ જ જરૂરી છે. યોગ્ય માહિતી અને સાવધાનીથી તમે તમારું સ્વાસ્થ્ય જાળવી શકો છો. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.