NEWS

Leftover Dal Recipe: રાતની વધેલી દાળને ફેંકવાના બદલે સવારે નાસ્તામાં બનાવો ચટપટી વાનગી, આ રેસીપી આવશે કામ

તમે પણ આ દાળવાળી રેસિપી જરૂર ટ્રાય કરો. Leftover Dal Easy Recipe: જો તમારા ઘરે પણ રાતની દાળ વધી છે અને સવારે તમે બોરિંગ દાળ રોટલી નથી ખાવા માગતા તો તમે પણ રાતની વધેલી દાળમાંથી એકદમ ટેસ્ટી ડિશ બનાવીને નાસ્તામાં એન્જોય કરી શકો છો. વધેલી દાળમાંથી તમે પરાઠાથી લઇને ટિક્કી જેવી વાનગીઓ બનાવી શકો છો. સવારમાં એકદમ ટેસ્ટી નાસ્તો કરવો હોય તો તમે પણ આ દાળવાળી રેસિપી જરૂર ટ્રાય કરો. અહીં જુઓ દાળમાંથી તમે શું-શું બનાવી શકો છો. દાળ કબાબ તમે સવાર-સવારમાં રાતની વધેલી દાળમાંથી એકદમ ટેસ્ટી દાળના કબાબ બનાવી શકો છો. તેના માટે તમારે દાળને થોડી ઘટ્ટ કરવી પડશે અને તેમાં બ્રેડના ટુકડા નાખીને ક્રિસ્પી કબાબ તૈયાર કરવાના છે. તમે કબાબના મિશ્રણમાં ડુંગળી, મરચા, કોથમીર અને અન્ય મસાલા નાખી શકો છો. મિશ્રણને કબાબનો શેપ આપીને ડીપ ફ્રાય કરી લો. તૈયાર છે તમારા દાળ કબાબ. આ પણ વાંચો: Super food: દૂધને ડબલ પાવરફુલ બનાવવુ હોય તો નાખી દો આ સફેદ વસ્તુ, ઘડપણ સુધી લોખંડ જેવા મજબૂત રહેશે હાડકા દાળ પરાઠા રાતની વધેલી દાળમાંથી તમે સવારે સરસ મજાના પરાઠા પણ બનાવી શકો છો. તમારે વધેલી દાળ લઇને તેમાં ડુંગળી અને મરચા, કોથમીર તથા મસાલા નાખીને લોટ બાંધી લેવાનો છે. તમારા પરાઠાનો લોટ તૈયાર છે. પરાઠા વણીને ઘી કે તેલમાં શેકીને ગરમાગરમ ખાઓ. દાળ ઢોકળી રાતની વધેલી દાળમાંથી તમે ટેસ્ટી અને સિંપલ દાળ ઢોકળી પણ બનાવી શકો છો. દાળમાં ઢોકળી નાખીને ઉકાળવાની છે. તેમાં લોટની પાતળી પટ્ટી નાખીને સારી રીતે ઉકાળો. વધાર કરીને ગરમાગરમ પીરસો. થાલીપીઠ થાલીપીઠ પણ તમે રાતની વધેલી દાળમાંથી તૈયાર કરી શકો છો. તમે તેમાં ડુંગળી, લીલા મરચા નાખીને તેને એકદમ ટેસ્ટી અને ફટાફટ બની જતો નાસ્તો તૈયાર કરી શકો છો. આ પણ વાંચો: Hair Regrowth: ટાલ પર ફરી ઉગશે નવા વાળ! એક મહિના સુધી રોજ કરો આ કામ, ફટાફટ થવા લાગશે હેર ગ્રોથ સાંભર તમે રાતની વધેલી દાળમાંથી એકદમ હેલ્ધી અને ટેસ્ટી સાંભર પણ બનાવી શકો છો. તમારે સવારે આ ઇઝી અને ટેસ્ટી દાળની ડિશ ટ્રાય કરવી જોઇએ. તેનાથી રાતની વધેલી દાળ કામ પણ આવી જશે અને તમને કંઇક નવું ટેસ્ટી ખાવા પણ મળી જશે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.