NEWS

120 Bahadur: ભારત-ચીન યુદ્ધ પર બની રહેલી ફિલ્મની રિલીઝ ડેટ જાહેર, દમદાર લુકમાં જોવા મળ્યો ફરહાન અખ્તર

મુંબઈ: ફરહાન અખ્તરની નવી ફિલ્મ ‘120 બહાદુર’ની રિલીઝ ડેટ ફાઈનલ થઈ ગઈ છે. નિર્માતાઓએ તેની જાહેરાત કરી હતી. રિતેશ સિધવાની અને ફરહાન અખ્તરના એક્સેલ એન્ટરટેઈનમેન્ટે અમિત ચંદ્રાના ટ્રિગર હેપ્પી સ્ટુડિયો સાથે મળીને આ ફિલ્મની જાહેરાત કરી છે. તે 21 નવેમ્બર 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મ મેજર શૈતાન સિંહ ભાટી પીવીસી અને ચાર્લી કંપની, 13 કુમાઉ રેજિમેન્ટના સૈનિકોને શ્રદ્ધાંજલિ તરીકે બનાવવામાં આવી છે. 1962ના ભારત-ચીન યુદ્ધની પૃષ્ઠભૂમિમાં બનેલી ‘120 બહાદુર’ રિજાંગ લાના પ્રખ્યાત યુદ્ધથી પ્રેરિત છે. આ યુદ્ધમાં ભારતીય સેનાના જવાનોની બહાદુરી અને બલિદાન ઇતિહાસમાં નોંધાયેલું છે. ફિલ્મની પ્રથમ ઝલક બાદ જ ઉત્સાહ વધી રહ્યો છે, ખાસ કરીને ફર્સ્ટ લૂક અને મોશન પોસ્ટરને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ પણ વાંચો: માતા બની ‘ગોપી વહુ’, લગ્નના બે વર્ષ બાદ દેવોલીના ભટ્ટાચાર્જીએ દીકરાને આપ્યો જન્મ, ફેન્સ સાથે શેર કરી GOOD NEWS ફરહાન અખ્તર ‘120 બહાદુર’માં મેજર શૈતાન સિંહ ભાટી પીવીસીનું પાત્ર ભજવી રહ્યો છે. તે પોતાના પરફોર્મન્સમાં મેજરની બહાદુરી અને નેતૃત્વ કરતો જોવા મળશે. દેશના ઇતિહાસની નિર્ણાયક ક્ષણે ભારતના સૈન્યની ભાવનાનું સન્માન કરતા, તે દર્શકો પર પોતાની એક્ટિંગથી છાપ છોડશે. ફિલ્મની ઇમોશનલ સ્ટોરી અને શાનદાર વિઝ્યુઅલ દર્શકોને પસંદ આવી રહ્યા છે, જેના કારણે ફિલ્મની રિલીઝને લઈને ઉત્સાહ વધી ગયો છે. ફિલ્મમાં યુદ્ધના બેસ્ટ સીન્સ હશે ‘120 બહાદુર’ રજનીશ ‘રેઝી’ ઘાઈ દ્વારા નિર્દેશિત છે અને એક્સેલ એન્ટરટેઈનમેન્ટ દ્વારા નિર્મિત છે. ફિલ્મના અદ્ભુત દૃશ્યો અને સારી સ્ટોરી ભારતના બહાદુર સૈનિકોને સમર્પિત છે. ‘120 બહાદુર’ આખી દુનિયામાં લોકોને પસંદ આવશે તે રીતે તેને બનાવવામાં આવી છે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.