NEWS

મોટા સમાચાર: 1-04-2005 પહેલાના ફિક્સ પગારના કર્મચારીઓને મોટી ભેટ, ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

ગાંધીનગર: ગુજરાત સરકારની આજે કેબિનેટ બેઠક યોજાઈ હતી. જેમાં મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. આ બેઠક સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠકમાં સરકારે નિર્ણય લીધો છે કે 1 એપ્રિલ 2005 પહેલાના ફિક્સ પગારના કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે. જેમાં 60 હજારથી વધુ કર્મચારીઓને આ યોજનાનો લાભ મળશે. ઓપીએસને લઈને ગુજરાત સરકાર દ્વારા આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય કર્મચારીઓને 7માં પગારપંચનો પણ હવે લાભ મળશે. બેઠક પૂર્ણ થયા બાદ કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું. જેમાં તેમણે જણાવ્યું કે ગુજરાતથી નવી રાજનીતિનો ઉદય થયો છે. સાથે જ તેમણે કહ્યું કે રાજ્યમાં પ્રત્યેક ગામડા અને ઘરમાં પાણી મળે તેનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ઉપરાંત તેમણે કહ્યું કે નરેન્દ્ર ભાઈના કાર્યકાળમાં વિકાસના દરેક કામ પૂરા થયા છે. 24 કલાક વીજળી માટેનું કામ પૂરું થયું છે. વધુમાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, 13 મુદ્દા પર વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. જે ઉજવણી 7 થી 15 ઓક્ટોબર સુધી કરાશે. સાથે જ તેમણે કહ્યું કે આવતીકાલથી વિકસિત ભારતની પ્રતિજ્ઞા લેવાની શરૂઆત થશે. જેમાં 4500 કરોડના વિકાસના કાર્યો થશે. 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર દરમિયાન દર વર્ષે 9 દિવસ સુધી થીમેટિક સ્કીમના અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમો દરેક વર્ગના લોકો માટે હશે, અને 13 અલગ-અલગ થીમ્સ દ્વારા ગુજરાતમાં વિકાસના પ્રયત્નોને ઉજાગર કરવામાં આવશે. બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટ બેઠક બાદ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે 21મી સદીના ભારતની કલ્પનાનો ઉદય ગુજરાતથી થયો છે. પીએમ નરેન્દ્ર મોદીના સીએમ કાર્યકાળમાં વિકાસની રાજનીતિનો ઉદય થયો હતો, અને ગુજરાતના વિવિધ કાર્યક્રમો આખા દેશમાં પ્રસર્યા છે. “વાઇબ્રન્ટ ગુજરાત”, “મા કાર્ડ યોજના”, “જ્યોતિગ્રામ” અને “ખેલ મહાકુંભ” જેવી યોજનાઓને દેશવ્યાપી સફળતા મળી છે. કેબિનેટ દ્વારા નક્કી કરાયું છે કે આ વર્ષથી દર વર્ષે ઓક્ટોબર માસમાં 9 દિવસ માટે આ રીતે ઉજવણી કરવામાં આવશે. દરેક વર્ગના લોકોના કલ્યાણ માટે વિવિધ થીમેટિક દિવસોનું આયોજન કરાશે, જેમાં વિકાસને કેન્દ્રસ્થાને રાખીને અનેક કાર્યક્રમો યોજાશે. 1. વિકાસ પદયાત્રા: રાજ્યના વિવિધ સ્થળોએ પદયાત્રા યોજાશે. 2. સાંસ્કૃતિક કાર્યક્રમો: સ્થાનિક કલાકારો વિકાસની ગાથા પર આધારિત કાર્યક્રમો રજૂ કરશે. 3. વિકાસ ગાથા પ્રદર્શન: રાજ્યમાં વિવિધ પ્રદર્શનોનું આયોજન. 4. યુવાનો માટે ઝુંબેશ: સોશિયલ મીડિયા દ્વારા યુવાનોને વિકાસની ગાથા સાથે જોડાશે. 5. સફળતા ટોક શો: વિવિધ ક્ષેત્રોમાં થયેલા સુધારાઓ અંગે ટોક શોઝ. 6. શાળાઓમાં નિબંધ લેખન અને ઇનોવેશન ચેલેન્જ: વિદ્યાર્થીઓને વિવિધ ચેલેન્જો અને લેખન પ્રવૃત્તિઓમાં ભાગ લેવડાશે. 7. બેસ્ટ ફ્રોમ વેસ્ટ ઇન્સ્ટોલેશન: રિસાઇકલ સામગ્રીનો ઉપયોગ કરીને ઇન્સ્ટોલેશન્સ. 8. મોબાઇલ એકઝીબિશન: વિકાસને રજૂ કરતી એકઝીબિશન્સ અને રથયાત્રાઓ. 9. વિકાસ ઇનોવેશન એક્સ્પો: રાજ્યના મહત્વના વિકાસ ઇનોવેશન્સની પ્રસ્તુતિ. 10. સુશોભન કાર્યક્રમો: રાજ્યના મુખ્ય સ્થળોને વિકાસ થીમ પર સુશોભિત કરવામાં આવશે. 11. ભીંતચિત્રો: જિલ્લાના શહેરોમાં વિકાસની થીમ પર ચિત્રો દોરવામાં આવશે. 12. પ્રવચન અને ક્વીઝ: શાળાઓમાં ક્વીઝ અને વ્યાખ્યાનોનું આયોજન. 13. ભારત વિકાસ પ્રતિજ્ઞા: લોકોને વિકાસ માટે પ્રતિજ્ઞા લેવડાવાશે. આ સાથે જ, કાલે સવારે 12:39 કલાકે તમામ મંત્રી અને અધિકારીઓ કેબિનેટ હોલમાં હાજર રહી “ભારત વિકાસ પ્રતિજ્ઞા” લેશે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.