NEWS

IND vs BAN : અર્શદીપ સિંહનું મોટું કારનામું, આ મામલે કરી ઓસ્ટ્રેલિયન બોલરની બરાબરી

અર્શદીપ સિંહે રચ્યો કિર્તીમાન IND vs BAN : ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2 મેચની ટેસ્ટ સિરીઝમાં ભારતની જીત બાદ હવે ત્રણ મેચોની ટી20 સિરીઝ રમાઈ રહી છે. જેની પહેલી મેચ આજે ગ્વાલિયરના ન્યૂ સવાઈ માધવરાવ સિંધિયા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય ટીમે ટોસ જીત્યા બાદ પહેલા બોલિંગનો નિર્ણય લીધો હતો. આ નિર્ણય ટીમના બોલર્સે સાચો સાબિત કરી બતાવ્યો હતો. પહેલી 6 ઓવર્સમાં બાંગ્લાદેશે 39 રનમાં બે વિકેટ ગુમાવી હતી. ટીમ ઇન્ડિયા તરફથી ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે પાવરપ્લેમાં બાંગ્લાદેશ ટીમના બંને ઓપનર્સને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. તેની સાથે જ અર્શદીપ સિંહે ટી20 ઇન્ટરનેશનલમાં ઓસ્ટ્રેલિયન બોલર જોશ હેઝલવૂડના એક ખાસ રેકોર્ડની બરાબરી કરી છે. આ પણ વાંચો : T20 World Cup 2024: ભારતને મળી પહેલી જીત, રોમાંચક મેચમાં પાકિસ્તાનને 6 વિકેટે આપી હાર અર્શદીપ સિંહે 9મી વાર પાવરપ્લેમાં બે વિકેટ લીધી ટી20 ઇન્ટરનેશનલમાં અર્શદીપ સિંહે ડેબ્યૂથી લઈને અત્યાર સુધી શાનદાર લયમાં જોવા મળી રહ્યો છે. જેમાં તે શરૂઆતની ઓવર્સમાં વધુ Ware વિકેટ મેળવવામાં સફળ રહ્યો છે. અર્શદીપ સિંહે બાંગ્લાદેશ સામે પહેલી ટી20 મેચમાં પાવરપ્લેમાં 2 વિકેટ ઝડપી હતી. આમ ટી20 ઇન્ટરનેશનલમાં તેણે પાવરપ્લે દરમિયાન 2 કે તેથી વધુ વિકેટ મેળવાનું કામ 9મી વાર કર્યું છે. આ લિસ્ટમાં પહેલા નંબરે ટીમ સાઉથી છે. જે 13 વાર ટી20 ઇન્ટરનેશનલમાં આ કામ કરી ચૂક્યો છે. T20 ઇન્ટરનેશનલમાં પાવરપ્લેમાં સૌથી વધુ વખત 2 કે તેથી વધુ વિકેટ ઝડપનારા બોલર્સ ટિમ સાઉથી (ન્યુઝીલેન્ડ) - 13 વખત નવીન ઉલ હક (અફઘાનિસ્તાન) – 11 વખત અર્શદીપ સિંહ (ભારત) - 9 વખત જોશ હેઝલવુડ (ઓસ્ટ્રેલિયા) - 9 વખત ડેબ્યૂ પછી પાવરપ્લેમાં મેળવી સૌથી વધુ વિકેટ અર્શદીપ સિંહે 7 જુલાઈ 2022ના રોજ ટી20 ઇન્ટરનેશનલમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદથી અત્યાર સુધી સૌથી વધુ વિકેટ પાવરપ્લેમાં મેળવનાર બોલર છે. અર્શદીપ સિંહે અત્યાર સુધીમાં કુલ 32 વિકેટ ટી20 ઇન્ટરનેશનલમાં પહેલી 6 ઓવર્સમાં પોતાના નામે કરી છે. આ યાદીમાં બીજા નંબરે રવાન્ડાનો બોલર જેપ્પી બીમેન્યમાના છે. જેણે કુલ 29 વિકેટ લીધી છે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.