NEWS

માથામાં સફેદ વાળનું નામોનિશાન નહીં રહે! પાણીમાં આ વસ્તુ ઉકાળીને લગાવો, એક-એક વાળ કાળો ભમ્મર થઇ જશે

આજકાલના સમયમાં વાળ સફેદ થવા સામાન્ય સમસ્યા બની ગઇ છે how i can naturally dye my white hair black remedy: બદલાતી સિઝન, ખાનપાન અને લાઇફસ્ટાઇલની સીધી અસર આપણા વાળ પર પણ પડે છે. ખાસ કરીને અમે જે સમસ્યાની વાત કરી રહ્યા છીએ તે છે સમય પહેલા વાળ સફેદ થઇ જવા. આજકાલના સમયમાં વાળ સફેદ થવા સામાન્ય સમસ્યા બની ગઇ છે, જેનો સામનો દરેક ઉંમરની વ્યક્તિ કરી રહી છે. તેવામાં યુવાનો તો વાળમાં લાલ-પીળા કલર કરાવી રહ્યાં છે, પરંતુ આધેડ ઉંમરના લોકો પોતાના વાળ કલર કરાવવા નથી માગતા. જો આપણે માર્કેટમાં મળતી ડાઇની વાત કરીએ તો તેમાં કેમિકલનો ઉપયોગ વધુ માત્રામાં કરવામાં આવે છે, તો તે આંખો અને તેની ઉપરના ભાગમાં સોજો, સ્કેલ્પમાં ખંજવાળ અને વાળ ડ્રાય થવાની સંભાવના વધી જાય છે. તેથી આજે અમે તમને વાળને કાળા કરવાની એવી રીત જણાવીશું, જે નેચરલ હોવાની સાથે તમને સફેદ વાળની સમસ્યામાંથી સરળતાથી છુટકારો પણ અપાવશે. સમય પહેલા વાળ સફેદ થવાનું કારણ આપણે સૌ આપણા વાળને વધતી ઉંમરે પણ કાળા રાખવાના પૂરતા પ્રયાસ કરીએ છીએ, જેમ કે ઓઇલિંગ કરીએ છીએ અને ખાનપાન પણ સારું રાખીએ છીએ, પરંતુ તેમ છતાં કોઈને કોઈ ઉણપના કારણે વાળ સફેદ થઇ જ જાય છે. તેમાં વિટામિન અને મિનરલ્સની ઉણપ હોવી, મેલેનિનનું ઓછું થતું પ્રોડક્શન અને ઓમેગા-3ની ઉણપ જેના કારણ સામેલ છે. તેથી આજે અમે તમને એવો નુસખો જણાવીશું જે તમારા સફેદ થતા વાળને નેચરલી બ્લેક કરવા માટે અસરકારક છે. ચાલો જાણીએ તેના માટે તમારે કઈ વસ્તુની જરૂર પડશે. આ પણ વાંચો: Walk: ઠંડીમાં કેટલા કલાક વોક કરવું જોઇએ? જાણો કયા સમયે ચાલવાથી સૌથી વધારે ફાયદો થાય નેચરલ ડાઇ બનાવવા માટેની સામગ્રી પાણી - 1 કપ કોફી - 2 ચમચી મહેંદી પાઉડર - 4 ચમચી આમળા પાઉડર- 1 ચમચી લીંબુ - 1/2 જો તમારી સ્કેલ્પ પર લીંબુ માફક ન આવતું હોય તો તમે તેને સ્કિપ પણ કરી શકો છો. આ રીતે તૈયાર કરો વાળ કાળા કરવાનો નુસખો સૌથી પહેલા તમે એક કડાઈ લો અને તેમાં એક ગ્લાસ પાણી નાખીને ગેસ પર મુકો. જ્યારે પાણી ગરમ થઈ જાય તો તેમાં 2 ચમચી કોફી પાઉડર નાખીને સારી રીતે ઉકાળો. તે બાદ તમે પાણીમાં મહેંદી પાઉડર નાખીને તેને મિક્સ કરીને ઉકાળો. હવે આમળા પાઉડર નાખીને અડધુ લીંબુ નીચોવી દો. આ બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરો. જ્યારે બધી વસ્તુઓ સારી રીતે ઉકળી જાય તો તેને ઠંડી થવા માટે 4 કલાક માટે રાખો. ચાર કલાક પછી તમે આ ડાઇને એક વાટકીમાં નાખો અને બ્રશની મદદથી તમારા સફેદ વાળ પર લગાવો. આશરે 1-2 કલાક સુધી મહેંદીને તમારા વાળમાં લગાવી રાખો અને પછી નોર્મલ પાણીથી હેર વોશ કરો. આ નુસખો બનાવવા માટે બધી પ્રાકૃતિક સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તેનો ઉપયોગ કર્યા બાદ તમને કોઈ આડઅસર નથી થતી. તેમ છતાંય જો તમારી સ્કિન સેન્સેટિવ હોય કે પછી ઉપયોગમાં લેવાની કોઈપણ વસ્તુથી તમને એલર્જી હોય તો તે સામગ્રી સ્કિપ કરી દો. આ પણ વાંચો: Money Plant: મની પ્લાન્ટના પાન પીળા પડવા લાગ્યા છે? ફોલો કરો આ ટિપ્સ, થોડા જ દિવસમાં ફરી લીલોછમ થઇ જશે છોડ વાળ માટે આમળા ખાવા અને લગાવવાના ફાયદા આમળા ફક્ત એક ફળ નથી પરંતુ તેનો ઉપયોગ ઔષધિ તરીકે પણ કરવામાં આવે છે. આમળા ખાવા અને લગાવવાથી વાળનું સફેદ થવું ઓછું થઈ જશે કારણ કે તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. સાથે જ તેમાં હાજર એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટીફંગલ ગુણ સ્કેલ્પ પર એલર્જી થવાથી બચાવે છે. શિયાળામાં ડેન્ડ્રફની સમસ્યાના ઉપાય તરીકે આમળા ખૂબ જ ફાયદાકારક છે. વાળ માટે કોફીના ફાયદા તમે જોયું હશે કે ઘણી મહિલાઓ જ્યારે પણ પોતાના વાળ પર મહેંદી લગાવે છે તો તે નોર્મલ પાણીના બદલે ચા કે કોફીવાળા પાણીનો ઉપયોગ કરે છે. કારણ કે કોફીમાં રહેલા એન્ટીઓક્સિડેન્ટ્સ વાળને ફ્રી રેડિકલ્સથી થતા નુકસાનથી બચાવે છે અને સાથે જ હેર ગ્રોથ વધારવામાં ફાયદાકારક છે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.