NEWS

Money Plant: મની પ્લાન્ટના પાન પીળા પડવા લાગ્યા છે? ફોલો કરો આ ટિપ્સ, થોડા જ દિવસમાં ફરી લીલોછમ થઇ જશે છોડ

આ રીતે લીલોછમ રાખો મની પ્લાન્ટ Money Plant Care tips: ઘરની બાલકની કે ગાર્ડનમાં છોડ વાવવા સૌકોઇને પસંદ હોય છે. તે તમારા ઘરની ખૂબસૂરતીમાં ચાર ચાંદ લગાવી દે છે. તેવામાં કેટલાક લોકો પોતાના ઓફિસના ટેબલને પણ સુંદર છોડથી સજાવીને રાખવાનું પસંદ કરે છે. તેના માટે પણ મોટાભાગના લોકો મની પ્લાન્ટ જ પસંદ કરે છે. મની પ્લાન્ટની સંભાળ લેવી ખૂબ જ સરળ છે, સાથે જ આ છોડ માટી વિના પાણીમાં જ ઉગાડી શકાય છે. તેવામાં માટીથી ઓફિસનું ટેબલ ગંદુ થવાની ચિંતા પણ નથી રહેતી. તેવામાં જો તમે પણ તમારા ઘર કે ઓફિસના ટેબલ પર પાણીમાં ઉગતો મની પ્લાન્ટ રાખ્યો છે, પરંતુ કેટલાક કારણોસર તેના પાન પીળા પડવા લાગ્યા છે કે પછી છોડનો ગ્રોથ અટકી ગયો છે તો આ ટિપ્સ તમારા ખૂબ કામ આવશે. અહીં અમે તમને કેટલીક સરળ ટિપ્સ જણાવી રહ્યાં છીએ, જેની મદદથી તમે પીળા પડેલા પાણીવાળા મની પ્લાન્ટને ફરીથી હર્યોભર્યો બનાવી શકો છો. ચાલો તમને આ ટિપ્સ વિશે જણાવીએ. આ રીતે લીલોછમ રાખો મની પ્લાન્ટ યોગ્ય સમયે પાણી બદલો જો તમારો મની પ્લાન્ટ પીળો પડી રહ્યો છે, તો તેનું મુખ્ય કારણ જૂનું પાણી હોઈ શકે છે. જણાવી દઈએ કે યોગ્ય સમયે પાણી ન બદલવાના કારણે પણ મની પ્લાન્ટના મૂળમાં ફંગસ લાગી શકે છે, જેનાથી છોડ પીળા પડવા લાગે છે અને તેના પાન ખરવા લાગે છે. જો તમને પણ છોડમાં આવા લક્ષણો દેખાય છે તો તરત જ તેનું પાણી બદલી નાખો. ઠંડીની સિઝનમાં પાણી દૂષિત થવાની સંભાવના ઓછી હોય છે. તેથી તમે અઠવાડિયામાં એકવાર છોડનું પાણી બદલી શકો છો. તેનાથી અલગ ગરમીની સિઝનમાં દર 5 દિવસે એકવાર મની પ્લાન્ટનું પાણી જરૂર બદલો. આ પણ વાંચો : Tricks: બુઠ્ઠી કાતરની ધાર તેજતર્રાર થઇ જશે! રસોડામાં પડેલુ આ પેપર કરો યુઝ, સાવ મફતમાં થઇ જશે કામ એકવારમાં બધુ પાણી ન બદલો જો પાણી વધુ જૂનું નથી તો તેને એકવારમાં જ બધુ ન બદલો. તેનાથી અલગ ફક્ત અડધુ પાણી બદલો અને બાકી પહેલાનું જ પાણી રહેવા દો. આવું કરવાથી મૂળના સારા વિકાસ માટે જરૂરી પોષણ જળવાઈ રહે છે. પ્રૂનિંગ જરૂરી છોડની સંભાળ લેવા માટે પ્રૂનિંગ ખૂબ જ જરૂરી હોય છે. તેવામાં જો તમને મની પ્લાન્ટ પર વધારે કરમાયેલા પાન દેખાઈ રહ્યાં હોય તો તેને તોડીને અલગ કરી દો. તેનાથી તમારો છોડ સારી રીતે ગ્રો કરશે. મૂળ પર ધ્યાન આપો મની પ્લાન્ટના મૂળ પર ધ્યાન આપો. જો તમને મૂળ પર શેવાળ કે લીલ લાગેલી દેખાય તો તે પણ છોડના કરમાવા કે સડવાનું એક કારણ હોઈ શકે છે. આ સ્થિતિમાં છોડને પોટ કે બોટલમાંથી કાઢીને તેના મૂળને ખંખેરીને થોડા સાફ કરી લો. જો કે, ધ્યાન રાખો કે પાણીનું દબાણ મૂળ પર વધારે ન આવે. તેવામાં જો ફક્ત પાણીમાંથી શેવાળ સાફ નથી થતી તો પાણીમાં થોડુ બ્લીચ નાખીને શેવાળને દૂર કરી શકાય છે કે પછી હાઇડ્રોજન પેરોક્સાઇડ શેવાળને મારવામાં મદદ કરી શકે છે. આ પણ વાંચો: Walk: ઠંડીમાં કેટલા કલાક વોક કરવું જોઇએ? જાણો કયા સમયે ચાલવાથી સૌથી વધારે ફાયદો થાય બોટલની સફાઈ કરો છોડની સાથે-સાથે બોટલની સફાઈ પણ ખૂબ જ જરૂરી છે. તેવામાં તમે દર 3 દિવસે એકવાર બોટલને ગરમ પાણીથી ધોઈ શકો છો. તેનાથી છોડમાં લીલ જામવાનું જોખમ ઓછું થઈ જાય છે. તડકામાં રાખો આ બધાથી અલગ મની પ્લાન્ટના સારા ગ્રોથ માટે તમે તેને થોડીવાર સૂર્ય પ્રકાશમાં પણ રાખી શકો છો. તેનાથી પણ કરમાઈ રહેલા છોડમાં નવા પ્રાણ ફૂંકાઈ શકે છે. આ કેટલીક સરળ ટિપ્સ ફોલો કરીને તમે ફરી એકવાર તમારા મની પ્લાન્ટને લીલોછમ બનાવી શકો છો. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.