NEWS

દોઢ કરોડની લૂંટનો ઉકેલાયો ભેદ, આરોપીઓનો પ્લાન તેમને જ ભારે પડ્યો, પોલીસે આ રીતે ઝડપી પાડ્યા

સાબરકાંઠા: પ્રાંતિજ તાલુકાના દલાની મુવાડી ગામની સીમમાં સાંજે પાંચેક વાગ્યે પલટી ખાઈ ગયેલ કારમાંથી દોઢ કરોડ ભરેલા બે થેલાની લૂંટ થવાના પ્રકરણમાં લૂંટનું તરકટ કરનાર યુવકે અન્ય સાગરિત સાથે મળી લૂંટનું તરકટ રચ્યું હતું. જેને લઈને પોલીસે ૨ આરોપીની અટકાયત કરી મુદ્દામાલ રિકવર કર્યો છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના દલાની મુવાડી ગામની સીમમાં કાર લઈને પસાર થતા દરમિયાન ટ્રકથી બચવા જતા કાર પથ્થર સાથે ટકરાતા કાર પલટી ખાઈ ગઈ હતી. ગાડીમાં આગળ અને પાછળ મુકેલ દોઢ કરોડ રૂપિયાની ચોરી, લૂંટ થયાનું ફરિયાદીએ જણાવતા જિલ્લાની પોલીસ દોડતી થઈ હતી. પોલીસે તાત્કાલિક દોઢ કરોડની લૂંટ માટે તપાસ હાથ ધરી હતી. જેમાં સ્થાનિકો અને લૂંટનો ભોગ બનનાર અશ્વિન પટેલ પાસેથી ઝીણામાં ઝીણી વિગતો એકત્ર કરવાનો પોલીસે પ્રયાસ કર્યો હતો. સાથે જ રાત્રે અશ્વિન પટેલની એલસીબીમાં પૂછપરછ કર્યા બાદ બીજા દિવસે દોઢ કરોડની ચોરીનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આ પણ વાંચો: કાલનો દિવસ જોઈને નીકળજો: ગુજરાતના મોટા ભાગના શહેરોમાં થઈ શકે છે ટ્રાફિક જામ, જાણો શું છે કારણ જોકે આ સમગ્ર મામલે પોલીસને શંકા ગઈ હતી. જેમાં અશ્વિન અને તેના સાગરિત જ આરોપી છે અને હરસોલ રોડ પરના ખેતરમાં પૈસા ભરેલ થેલો સંતાડેલો છે તેવી પણ માહિતી મળી હતી. જેથી પોલીસે લૂંટનું તરકટ કરનાર અને તેના સાગરિતની અટકાયત કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે. આ પણ વાંચો: ગુજરાત ATSની ટીમને મળી મોટી સફળતા, 1814 કરોડના ડ્રગ્સનો આ રીતે કર્યો પર્દાફાશ, જાણો આખો મામલો ઘટનાની જો વિગતવાર વાત કરીએ તો, અમદાવાદના એક વેપારી કેપીન મહેતાએ તલોદના અશ્વિન પટેલ પાસે ધંધાના કામ અર્થે દોઢ કરોડ રૂપિયા મંગાવ્યા હતા. બેંકમાંથી રૂપિયા ઉપાડીને નીકળ્યા હતા અને લૂંટ થયાની ફરિયાદ કેપીન મહેતાએ નોંધાવી હતી. આમ તો મજરા તલોદ રોડ પર પ્રાંતિજ તાલુકાના દલાની મુવાડી ગામની સીમમાં સાંજે પાંચેક વાગ્યે પલટી ખાધેલી કારનો ક્રાઇમ સીન ક્રિએટ કરી દોઢ કરોડની લૂંટ, ચોરી થયાનું તરકટ રચવાના મામલામાં બે શખ્સોએ જાતે જ કારને ઉંધી પાડી હોવાની એલસીબીને જાણ પહેલા જ થઈ ગઈ હતી. આ પણ વાંચો: હિંમતનગર: ટોપી ખરીદવાના બહાને ટોપી પહેરાવી 5 કરોડની ખંડણી માંગી, આખી ઘટના જાણીને ચોંકી જશો સમગ્ર મામલે આરોપીની પૂછપરછ કર્યા બાદ પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે મોકલવામાં આવેલો. પોલીસે આરોપીની પૂછપરછ કરતા તેના મનમાં લાલચ જાગી હતી અને પોતાના મકાનનું કામ ચાલુ છે, તેમજ ધંધાના કામે પણ પૈસાની જરૂર છે તેવી તેમણે કહ્યું હતું. આ રકમ તેના માટે કામ લાગશે. ત્યારબાદ તેનો ફોઈનો છોકરો પણ મળ્યો અને આ પૈસા આપણે આપવા ન પડે એટલે હું જાતે જ અકસ્માત કરીશ અને બે લોકો લૂંટ કરી ગયા છે તેવી સ્ટોરી બનાવીશ જેવો આખો પ્લાન બનાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે બંનેએ એ જ રાતે સ્ટોરી બનાવીને ઘટનાને અંજામ આપ્યો હતો. પરંતુ લાલચ બુરી બલા હૈ ની જેમ સમગ્ર મામલો બહાર આવતા કાર લઈ જનાર અશ્વિન પટેલ અને ફોઈના દીકરાએ ઊભી કરેલી સ્ટોરી પકડાઈ જતા હાલ તો બંનેને પોલીસે જેલ હવાલે કરી એક મોબાઈલ, એક કાર અને રકમ સહિત 1 કરોડ 53 લાખ 55 હજારનો મુદ્દામાલ જપ્ત કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.