NEWS

ભારે કરી: 6 વર્ષથી સ્કૂલે નહોતા આવતા મેડમ, દર મહિને મળતી હતી સેલરી, હેડમાસ્ટરે કર્યો હતો મોટો જુગાડ

ભારતમાં બાળકોને સારુ શિક્ષણ મળે, તેના માટે સરકારે કેટલીય સ્કૂલો ખોલી રહી છે. તેમાં અભ્યાસની ગુણવત્તા જળવાઈ રહે, તેના માટે શિક્ષકોની ભરતી થાય છે. એક્ઝામ પાસ કર્યા બાદ જ ટીચર્સની નિમણૂંક થાય છે. પણ ઘણી વાર ટીચર્સની નોકરી લાગતા જ અસલી રંગ દેખાડવા લાગે છે. સ્કૂલે ન જવું, રજા પર રજા લેતા રહેવી અને સરકારી નોકરીનો ફાયદો ઉઠાવવો. આવા જ એક શિક્ષકને મેરઠની બેસિક શિક્ષણ અધિકારી આસા ચૌધરીએ સસ્પેન્ડ કરી દીધા. આ કિસ્સો મેરઠના પરીક્ષિતગઢની એક પ્રાથમિક શાળાનો છે. અહીં એક ટીચરે નિયુક્તિ બાદ સ્કૂલ આવવાનું જ બંધ કરી દીધું. નોકરી મળ્યા બાદ 2920 દિવસમાં ટીચર ફક્ત 759 દિવસ જ શાળાએ આવ્યા હતા. બાકીના દિવસો ગેરહાજર રહ્યા હતા. પણ ત્યાર બાદ પણ ટીચરના ખાતામાં સતત સેલરી આવતી રહી. જ્યારે ચેકીંગ કર્યું તો જાણવા મળ્યું કે, ટીચરની હાજરી સતત ભરાઈ રહી હતી. આ જ કારણે તેમના ખાતામાં સેલરી પણ જમા થતી હતી. આ મામલે હવે એક્શન લેવાઈ છે. ટીચર સુજાતા યાદવ લાંબા સમયથી સ્કૂલે આવતા નહોતા. તેમની ગેરહાજરીથી બાળકોનો અભ્યાસ પણ પ્રભાવિત થઈ રહ્યો હતો, જ્યારે વારંવાર રજાની અરજીઓ મંજૂર થઈ, ત્યારે આખો મામલો સામે આવ્યો. જ્યારે ટીચરની હાજરી રજિસ્ટર તપાસ કરી તો જાણવા મળ્યું કે, સ્કૂલ ન આવ્યા બાદ પણ તેમની હાજરી ભરાતી હતી. ત્યાર બાદ તપાસ કમિટી બેસાડી તો મામલામાં ટીચરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. તેની સાથે જ સ્કૂલના પ્રિન્સિપલ ધર્મસિંહ પણ ઝપટમાં આવી ગયા. જાણવા મળ્યું કે, ટીચર ઉપર હેડમાસ્ટરનો પણ હાથ હતો. તેઓ સ્કૂલે ન આવ્યા બાદ પણ સુજાતા યાદવની હાજરી ભરી રહ્યા હતા. મામલામાં ત્રિસ્તરીય તપાસ કમિટી બનાવી અને જરુરિયાતથી વધારે રજા લેવાના મામલામાં તપાસ કરી. જાણવા મળ્યું કે હેડમાસ્ટરને બધી ખબર હતી કે તેમણે જાણકારી છુપાવી. ત્યારે આવા સમયે ટીચર અને હેડમાસ્ટર બંને સસ્પેન્ડ કરી દેવામાં આવે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.