NEWS

Navratri Special recipe: ઉપવાસમાં સ્ટેમિનાથી ભરપૂર રહેવા ખાઓ મખાના પરાઠા, સ્વાદની સાથે હેલ્થ માટે છે હેલ્ધી

Image: Canva Navratri Special Makhana Paratha Recipe: નવરાત્રીમાં ખાસ કરીને અનેક લોકો ઉપવાસ કરતાં હોય છે. ઉપવાસ દરમિયાન શરીરનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. આ સાથે આખો દિવસ સ્ટેમિનાથી ભરપૂર રહેવું જરૂરી છે. આમ, નવરાત્રીમાં ઉપવાસનું ખૂબ મહત્વ હોય છે. આ દરમિયાન વ્રતમાં શું ખાવું એ દરેક લોકોનાં મનમાં પ્રશ્ન થતો હોય છે. આમ, તમે ઉપવાસમાં કંઈ નવું ટ્રાય કરવા ઇચ્છો છો તો મખાના પરાઠા તમારાં માટે બેસ્ટ ઓપ્શન છે. મખાનામાંથી તમે સોફ્ટ પરાઠા બનાવી શકો છો. તો જાણો કેવી રીતે મખાનામાંથી પરાઠા બનાવશો. એક કપ મખાના 2 બાફેલા બટાકા એક ચમચી સિંધવ મીઠું એક ચમચી લીલા મરચા આ પણ વાંચો: આ રીતે ઘરે જ બનાવો ચીઝ પાવડર, સિમ્પલ રીત નોંધી લો તમે પણ કોથમીર ઘી મખાના પરાઠા બનાવવા માટે સૌ પ્રથમ મખાનાને મિક્સરમાં પીસી લો. ત્યારબાદ બટાકા બાફી લો. હવે આ બટાકાને મેશ કરો. એક વાસણમાં પીસેલા મખાના, મેશ કરેલાં બટાકા, લીલા મરચા, સિંધવ મીઠું અને કોથમીર નાખીને મિક્સ કરી લો. તમે લાલ મરચું પણ મિક્સ કરી શકો છો. આ બધી વસ્તુઓ મિક્સ કરીને લોટ બાંધો. લોટ કઠણ લાગે છે તો તમે દહીં તેમજ પાણી મિક્સ કરી શકો છો. આ લોટને 5 થી 10 મિનિટ માટે ઢાંકીને રાખો. આ લોટમાંથી નાના-નાના ગુલ્લા બનાવો. હવે પરાઠા વણી લો. આ પણ વાંચો: રાગીનાં કુકીઝ ડાયાબિટીસનાં લોકો માટે છે ફાયદાકારક, નોંધી લો રેસિપિ ગેસ પર નોનસ્ટિક તવી ગરમ કરવા માટે મુકો. તવી ગરમ થઈ જાય એટલે પરાઠા મુકો. આ પરાઠાની આજુબાજુ ઘી નાખો. એકબાજુથી બ્રાઉન રંગના થઈ જાય એટલે બીજી બાજુ ફેરવી લો. બંને બાજુથી પરાઠા બ્રાઉન થઈ જાય એટલે એક પ્લેટમાં લઈ લો. તો તૈયાર છે મખાનાના પરાઠા. આ મખાના પરાઠા તમે દહીં તેમજ ગ્રીન ચટણી સાથે ખાઓ છો તો મજા આવે છે. મખાના પરાઠા હેલ્થ માટે સુપર હેલ્ધી સાબિત થાય છે. આ સાથે ફટાફટ ઘરે બની જાય છે. આમ, તમે એકવાર આ રીતે મખાના પરાઠા બનાવશો તો વારંવાર બનાવવાની ઈચ્છા થશે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.