NEWS

સુગર અને કોલેસ્ટ્રોલ માટે કાળ છે આ વિચિત્ર દેખાતી શાકભાજી! પેટનો ખૂણેખૂણો કરી દેશે સાફ, વધતા વજન પર લગાવશે લગામ

કોંજકનો એક ખાસ ભાગ કોર્મ્સને ખાવામાં આવે છે. konjac benefit: સૂરણ અથવા જીમીકંદ જમીનની નીચે ઉગતું શાકભાજી છે. આ શાક જાપાન, કોરિયા અને ચીનમાં ખૂબ જ લોકપ્રિય છે. સૂરણમાં ગ્લુકોમનન નામનું ફાઈબર પ્રચૂર માત્રામાં જોવા મળે છે જે પેટ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં ખૂબ જ ઓછી કેલરી હોય છે જેના કારણે તે વજન ઘટાડવામાં ખૂબ મદદરૂપ થાય છે. આ સાથે તે હાઈ કોલેસ્ટ્રોલ અને શુગરને પણ ઘટાડી શકે છે. આ શાકભાજીમાં ઘણા પ્રકારના એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે ઘણી બીમારીઓ સામે રક્ષણ આપે છે. ક્લેવલેન્ડ ક્લિનિકના ડાયેટિશિયન ગિલિયન કલ્બર્ટસન જણાવે છે કે, “કોંજકનો એક ખાસ ભાગ કોર્મ્સને ખાવામાં આવે છે. ફાઈબર ઉપરાંત તેમાં કાર્બોહાઈડ્રેટ્સ, વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. સાથે જ તેમાં ફેટ ન બરાબર હોય છે. તેથી આ અદ્ભુત શાકભાજીના ઘણા ફાયદા છે.” સૂરણ ખાવાથી થતા સ્વાસ્થ્ય લાભ પેટ માટે રામબાણ- સૂરણ પેટને સારી રીતે સાફ કરે છે. ક્લીવલેન્ડ ક્લિનિકના જણાવ્યા અનુસાર, સૂરણમાં એક ખાસ પ્રકારનો ફાઇબર જોવા મળે છે, જે પ્રી-બાયોટિક છે. તેનાથી પેટ રહેલી ગંદકી નીકળી જાય છે. સ્ટડી અનુસાર, સૂરણનું સેવન કરવાથી પેટમાં ગુડ બેક્ટેરિયાની સંખ્યા વધે છે. આ મેટાબોલિઝમને બુસ્ટ કરે છે, જેના કારણે ખોરાક ઝડપથી પચી જાય છે અને પોષક તત્વો સરળતાથી શોષાય છે. સૂરણનું સેવન કરવાથી પેટમાં કબજિયાત અને ગેસની સમસ્યા નથી થતી. આ પણ વાંચો: આખો દિવસ ઠંડી લાગ્યા કરે છે તો તરત બજારમાંથી 10 રૂપિયાની આ વસ્તુ લઇ આવો, શરીરમાં ભરી દેશે ગરમાવો; રહેશો એનર્જેટિક બ્લડ શુગર કરશે દૂર - સૂરણનો સૌથી મહત્વનો ફાયદો એ છે કે તે ગ્લુટન ફ્રી હોય છે, એટલે કે તેમાં શુગરનું પ્રમાણ ઘણું ઓછું છે. ગ્લુટન ફ્રી હોવાથી તે ડાયાબિટીસના દર્દીઓ માટે યોગ્ય શાક સાબિત થાય છે, કારણ કે સૂરણમાં ફાઇબરનું પ્રમાણ વધુ હોય છે, તે લાંબા સમય સુધી શુગર પચવા દેતું નથી, જેના કારણે ડાયાબિટીસના દર્દીઓના લોહીમાં શુગર વધતું નથી. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે લોકો સૂરણના શાકનું નિયમિત સેવન કરે છે, તેમાં ડાયાબિટીસનું જોખમ ઘણું ઓછું થઈ જાય છે. કોલેસ્ટ્રોલ કરશે દૂર – સૂરણનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ પણ દૂર કરી શકાય છે. સૂરણમાં હાઈ ફાઇબર કન્ટેન્ટ હોય છે, જે કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડવામાં મદદ કરે છે. તે હાર્ટ સંબંધિત બીમારીઓનું જોખમ પણ ઘટાડે છે. વજન ઘટાડવામાં મદદરૂપ – સૂરણમાં રહેલ ગ્લુકોમનન ફાઇબરનું સેવન પેટમાં પાણીને એબ્સોર્બ કરી લે છે, જેથી પેટ ભરેલું રહે છે. ભૂખ ઓછી લાગવાથી વધારાની કેલેરી તમે નહીં લો અને તમારું વજન પણ નહીં વધે. વજન ઘટાડવા ઇચ્છતા લોકો માટે આ શાકભાજી ફાયદાકારક છે. આ પણ વાંચો: ચેતજો! તમારી આ એક ભૂલના કારણે બોમ્બની જેમ ફાટશે પ્રેશર કુકર, રસોઈ કરતી વખતે ખાસ ચેક કરજો આટલી વસ્તુઓ કેવી રીતે કરવું સેવન? સૂરણને સામાન્ય રીતે નૂડલ્સ, લોટ, પાઉડર કે જેલી સ્વરૂપે ખાવામાં આવે છે. સૂરણ નૂડલ્સને બાફીને પાણીથી ધોવામાં આવે છે. આ ઉપરાંત સૂરણ જેલી પણ ખૂબ લોકપ્રિય છે અને મીઠાઈ તરીકે ખાવામાં આવે છે. જોકે, સૂરણનો મર્યાદિત માત્રામાં ઉપયોગ કરવો જોઈએ. તેમાં વધારે ફાઇબર હોય છે, જેથી વધુ પડતું સેવન કરવાથી ડાયેરિયા, બ્લોટિંગ કે ગેસ જેવી સમસ્યાઓ થાય છે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.