જો અમે તમને કહીએ કે, શિયાળામાં રાત્રિના એક ચોક્કસ સમયે હાર્ટ એટેક અને બ્રેઈન હેમરેજની શક્યતા સૌથી વધુ હોય છે, તો શું તમે માનશો? ઘણા લોકોને આ વાતની જાણકારી હશે, પરંતુ મોટાભાગના લોકો આ હકીકતથી અજાણ છે. ડૉક્ટરના મતે, શિયાળામાં હાર્ટ એટેક અને બ્રેઈન હેમરેજના કિસ્સાઓ ખૂબ વધી જાય છે. તે પહેલાં કે કોઈ પરિવારમાં આવી ઘટના બને, આજે અમે તમને હાર્ટ એટેક અને બ્રેઈન હેમરેજ પાછળનું મુખ્ય કારણ અને દિવસ દરમિયાન તેની શક્યતાના સૌથી સક્રિય સમય વિશે ખાસ માહિતી આપવાના છીએ. આ લોકોને વધુ રહે છે સ્ટ્રોકનું જોખમ છેલ્લા દોઢ દાયકાથી કાર્યરત, ફેમિલી ફિઝિશિયન ડૉ. દેવેશ ચટર્જી જણાવે છે કે, ગરમીની સરખામણીમાં શિયાળામાં હૃદયરોગ અને બ્રેઈન હેમરેજની શક્યતા એટલી વધી જાય છે કે, દરરોજ એક કેસ જોવા મળે છે. આ સ્ટ્રોકનો શિકાર થયેલા દર્દીઓમાં સૌથી વધુ સંખ્યા વૃદ્ધો અને મધ્યમ વયના લોકોની હોય છે. તમને જાણીને નવાઈ લાગશે કે, આની પાછળનું સૌથી મોટું કારણ બ્લડ પ્રેશરનું અચાનક વધી જવું છે. હવે ધ્યાન આપવા જેવી વાત એ છે કે, બ્લડ પ્રેશરની ફરિયાદ સૌથી વધુ વૃદ્ધોમાં અને પ્રૌઢ અવસ્થાના લોકોમાં જોવા મળે છે. આ જ કારણ છે કે, હાર્ટ અને બ્રેઈન સ્ટ્રોકના કિસ્સાઓ પણ તેમનામાં જ સૌથી વધુ જોવા મળે છે. આ ત્રણ કલાકમાં સ્ટ્રોકની પ્રબળ શક્યતા હવે વાત કરીએ સ્ટ્રોકના સૌથી સક્રિય સમયની. ડૉ. દેવેશ જણાવે છે કે શિયાળાની ઋતુમાં હાર્ટ અને બ્રેઈન સ્ટ્રોકનો સૌથી સક્રિય સમય રાત્રે 3 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીનો હોય છે. આ દરમિયાન દરેક ઉંમરના લોકોએ ખૂબ સતર્ક રહેવું જોઈએ. ખાસ કરીને જો તમે જણાવેલા સમય દરમિયાન વૉશરૂમ જવા માટે ઊઠો છો, તો કેટલીક બાબતોનું ધ્યાન જરૂર રાખવું જોઈએ. ભૂલથી પણ ન કરો આ કામ નિષ્ણાતો જણાવે છે કે, જ્યારે પણ તમે રાત્રે રજાઈ-ધાબળામાંથી બહાર નીકળો છો, ત્યારે એકદમ ઊભા ન થાઓ. કારણ કે, ઠંડીની ઋતુમાં લોહી ઘટ્ટ થઈ જાય છે અને એકદમ ઊભા થવાથી ઘણીવાર લોહી હૃદય અથવા મગજ સુધી પહોંચી શકતું નથી. પરિણામે હૃદયરોગ અને બ્રેઈન સ્ટ્રોકની સ્થિતિ બની શકે છે. તેથી શિયાળામાં પથારી છોડતા પહેલાં થોડી વાર બેસી જાઓ. આશરે 40 સેકન્ડ સુધી બેસ્યા પછી આશરે 1 મિનિટ સુધી તમારા પગ નીચે લટકાવો અને પછી ગરમ કપડાં પહેરીને જ ઊભા થાઓ. આનાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ યોગ્ય રહેશે અને સ્ટ્રોકની શક્યતા ઘટશે. None
Popular Tags:
Share This Post:
What’s New
તમને ખબર છે કે કેવી રીતે ઉજવાય છે નાતાલ? ફાધરે જણાવી ઉજવણીની સાચી રીત
- By Sarkai Info
- December 20, 2024
Spotlight
Today’s Hot
-
- December 20, 2024
-
- December 20, 2024
-
- December 20, 2024
બોટાદ માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ ઉચકાયા, 71 હજાર મણ આવક નોંધાઈ
- By Sarkai Info
- December 20, 2024
Featured News
Latest From This Week
મોંઘવારી તો જુઓ સાહેબ! રેસ્ટોરન્ટમાં એક પ્લેટ ખાવા માટે આપવા પડે છે નોટોના બંડલના બંડલ!
NEWS
- by Sarkai Info
- December 20, 2024
WTC Final: જો પાકિસ્તાન સાથ આપે તો, WTC પોઇન્ટ ટેબલમાં ટોપ પર હશે ભારત, જાણો કઈ રીતે?
NEWS
- by Sarkai Info
- December 20, 2024
Subscribe To Our Newsletter
No spam, notifications only about new products, updates.
Popular News
Top Picks
Oscar 2025: હજુ પણ આશા છે! ગુનીત મોંગાની 'અનુજા' ઓસ્કારમાં થઈ શોર્ટલિસ્ટ
- December 20, 2024