NEWS

'કોઈએ મને મોટી રમતમાં ફ્સાવ્યો...' પોર્નોગ્રાફી કેસમાં રાજ કુન્દ્રાએ બિઝનેસ રાઈવલ પર લગાવ્યો આરોપ

મુંબઈ: રાજ કુન્દ્રા પોર્નોગ્રાફી અને મની લોન્ડરિંગ કેસમાં ફસાયેલા છે. તેના પર મોબાઈલ એપ્સ દ્વારા અશ્લીલ સામગ્રી બનાવવા અને સ્ટ્રીમ કરવાનો આરોપ છે. તાજેતરમાં જ આ મામલાને લઈને તેના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. EDના દરોડા બાદ તેણે સ્પષ્ટતા પણ આપી હતી. તેણે સ્પષ્ટ રીતે કહ્યું કે, “તે અશ્લીલ સામગ્રી બનાવવામાં સામેલ નથી.” રાજ કુન્દ્રાએ આ કેસ પાછળ બિઝનેસ દુશ્મનાવટને કારણ ગણાવ્યું છે. તે કહે છે કે બિઝનેસ ઇન્ડસ્ટ્રીમાં તેના દુશ્મન બિઝનેસમેને તેમની વિરુદ્ધ કાવતરું ઘડ્યું છે. રાજ કુન્દ્રાનું કહેવું છે કે, તે માર્કેટમાં અન્ય બિઝનેસમેનને ટક્કર આપી રહ્યાં હતા. એટલા માટે તેને ફસાવવામાં આવ્યા છે. રાજ કુન્દ્રાએ કહ્યું, “મારો કોઈની સાથે વિવાદ હતો – એક બિઝનેસ હરીફ – અને મને નહોતું લાગતું કે તેઓ મને આ પ્રકારની બાબતમાં સામેલ કરવાની હિંમત કરશે. પરંતુ જ્યારે હું પોલીસ કસ્ટડીમાં હતો, ત્યારે મોડી રાત્રે લોકો આવતા અને કહેતા કે આની પાછળ કોઈ અંદરની વ્યક્તિ છે.” આ પણ વાંચો; 120 Bahadur: ભારત-ચીન યુદ્ધ પર બની રહેલી ફિલ્મની રિલીઝ ડેટ જાહેર, દમદાર લુકમાં જોવા મળ્યો ફરહાન અખ્તર કોઈ રાજ કુન્દ્રાને ફસાવવાની કોશિશ કરી રહ્યું છે રાજ કુન્દ્રાએ કહ્યું, “ત્યારબાદ હું સમજવા લાગ્યો કે આ મેસેજ એકદમ સ્પષ્ટ હતો કે આ બદલો હતો. આ એક અંગત અદાવત હતી. કોઈ મને મોટી રમતમાં ફસાવવાની કોશિશ કરી રહ્યું હતું. ધીરે ધીરે, વસ્તુઓ સામે આવવા લાગી અને મને ઘણી માહિતી મળી. ‘આ પછી, મેં અધિકારીઓને એક પત્ર લખ્યો, અને આ સમગ્ર ષડયંત્રમાં સામેલ લોકોના નામ આપ્યા.’” રાજ કુન્દ્રાએ ભારતીય ન્યાય પ્રણાલીમાં વિશ્વાસ વ્યક્ત કર્યો રાજ કુન્દ્રાએ કહ્યું, “ઘણું બધું સામે આવવાનું બાકી છે, જેમ જેમ હકીકત સામે આવશે, તેમ સ્પષ્ટ થતું જશે કે, આ માત્ર બદલો લેવાની ભાવના સાથે જોડાયેલું નથી.” રાજ કુન્દ્રાએ પહેલી વાર આ રીતે પોતાની વાત મૂકી છે. તેમણે ભારતીય ન્યાય પ્રણાલીમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેણે કહ્યું કે તે તમામ આરોપો અને પડકારોનો હિંમતપૂર્વક સામનો કરશે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.