NEWS

અમદાવાદ: શિવમ આર્કેડમાં હથિયારો સાથે ધમાલ મચાવનાર પાંચ આરોપીઓ 6 દિવસના રિમાન્ડ મંજુર

આરોપીઓના કોલ ડિટેઇલ આધારે ક્રાઇમ બ્રાન્ચની તપાસ શરૂ અમદાવાદ: શહેરમાં અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહયો છે. થોડા દિવસ પહેલા સોલામાં આવેલ શિવમ આર્કેડ સોસાયટીમાં તલવારો સહિતના હથિયારો સાથે ઘૂસી આખી સોસાયટી બાનમાં લઈ તોફાન કરવાના મામલે ક્રાઈમ બ્રાન્ચે પાંચ લોકોની ધરપકડ કરી હતી. પાંચેય આરોપીના રિમાન્ડ મેળવવા માટે ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. બને પક્ષોની રજૂઆત બાદ કોર્ટે આરોપીઓના 6 દિવસના રિમાન્ડ રજુ કર્યા છે. શહેરના શિવમ આર્કેડ સોસાયટીમાં તલવારો લઈને ઘૂસીને આતંક મચાવનારા અર્જુન સોલંકી, રવિ ઠાકોર, અક્ષય ઠાકોર, સંજય ઠાકોર, ચેતન ઠાકોરને ઝડપી લઈ કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં સરકારી વકીલ મહેન્દ્ર ભરવાડે રિમાન્ડ અરજી અંગે રજૂઆત કરતા જણાવ્યું હતું કે, “આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી પ્રાણઘાતક હથિયારો ધારણ કરી સોસાયટીના ગેટ પાસે હંગામો મચાવ્યો હતો, તલવાર સહિતના હથિયાર વડે સાક્ષીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી ગાળો આપી હતી. ઝડપાયેલ આરોપીઓ સિવાય બીજા આરોપીઓ ક્યાં છે? આરોપીઓએ પોતાને ડોનની સંજ્ઞા આપી સોસાયટીમાં હથિયારો સાથે ભયનો માહોલ ઉભો કર્યો હતો તે હથિયારો ક્યાં છે? આ પણ વાંચો; નવરાત્રીમાં ગુજરાતની મુલાકાતે આવશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, પરિવાર સાથે માતાજીના મંદિરે કરશે પૂજા અર્ચના સરકારી વકીલે વધુ રજૂઆત કરતા જણાવ્યું હતું કે, અર્જુન સોલંકીએ શિવમ આર્કેડ સોસાયટીમાં ફ્લેટ ભાડે રાખ્યો હતો.જેમાં દારૂનો જથ્થો પણ મળી આવ્યો છે તે ક્યાંથી લાવ્યો હતો? તેની સાથે બીજું કોણ કોણ ફ્લેટમાં હાજર હતું? આરોપીએ સોસાયટીના સભ્યો પર પથ્થરમારો કરી હથિયાર વડે હુમલો કર્યો હતો તે હથિયાર કોને આપ્યા હતા? આરોપીઓએ જે પ્રમાણે કૃત્ય આચર્યું તે સુઆયોજિત હતું કે નહીં? આરોપીઓને આવો ગુનો કરવા કોણે કોણે સહાય કરી? આરોપીઓના ફોન નંબરના આધારે સીડીઆર તેમ જ લોકેશન મેળવી તેમની હાજરી બાબતે પૂછપરછ કરવાની છે. ઝડપાયેલ આરોપી સિવાય અન્ય પણ વીડિયોમાં દેખાય છે તે આરોપીઓ ક્યાં છે?” આ સહિતના મુદ્દાની તપાસ કરવા માટે 14 દિવસના રિમાન્ડની જરૂર છે. આરોપીઓ તરફથી એવી રજૂઆત કરવામાં આવી હતી કે, “મેન્ટેનન્સ મામલે માથાકૂટ થઈ હતી, ટોળું તો ગમે ત્યારે ત્યાં ભેગું થયું હતું તે અંગે અમને જાણ નથી, પોલીસ સમક્ષ સામેથી હાજર થઈ ગયા છીએ, છેલ્લા 24 કલાકથી વધુ સમયથી પોલીસ કસ્ટડીમાં છીએ, પોલીસ જે મુદ્દે તપાસ કરવા રિમાન્ડ માંગી રહી છે તેમાં આરોપીઓની કોઈ જ હાજરીની જરૂર નથી, જે દારૂના જથ્થાની વાત છે. સોલા પોલીસે તપાસ કરી ત્યારે દારૂ નહોતો પરંતુ ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરી ત્યારે દારૂ મળ્યો તે શંકા ઉપજાવે છે. મુખ્યમંત્રીનો મતવિસ્તાર છે માટે ઘટનાને ગંભીર માની મોટું સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે, ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપાઈ એ પણ અનેક સવાલો ઉભા કરે છે ત્યારે રિમાન્ડ ન આપવો જોઈએ.” કોર્ટે બંને પક્ષોની દલીલ રજૂઆત સાંભળ્યા બાદ આરોપીઓના છ દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા હતા. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.