NEWS

કેસરની ખેતી પાછળ ખેડૂતે કર્યો 9 લાખનો ખર્ચ, 700 ગ્રામ ઉત્પાદન થવાની આશા

કેસર કેરીને ખેતી ભાવનગર: ગુજરાતના ખેડૂતો પ્રગતિશીલ થઈ રહ્યા છે. ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. તેમજ ખેતીમાં બદલાવ કરી રહ્યા છે. આ ઉપરાંત પરંપરાગત ખેતી છોડીને રોકડિયા પાકનું વાવેતર કરતા થયા છે. તેમજ ખેતીમાં આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે અને વિદેશમાં થતી ખેતી ગુજરાતમાં કરી રહ્યા છે. તેમજ ઠંડા પ્રદેશના પાકનું પણ વાવેતર કરતા થયા છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના છાપરી ગામના ખેડૂતે ટેક્નોલોજીનો ભરપૂર ઉપયોગ કરીને કેસરની ખેતી કરી છે અને કેસરની ખેતીમાં સફળતા મેળવી છે. હરિયાણામાં કેસરની ખેતીની તાલીમ લીધી ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના છાપરી ગામમાં રહેતા ખેડૂત મકાભાઈ વિજાભાઈ મકવાણા ખેતી સાથે જોડાયેલા છે. વર્ષોથી ખેતી કરે છે. મકાભાઈને એક પુત્ર છે અને નેવીમાં ફરજ બજાવે છે. મકાભાઈએ કેસરની ખેતી અંગે જુદી જુદી જગ્યાએથી માહિતી મેળવી હતી. યુટ્યુબમાં વીડિયો નિહાળ્યો હતો. બાદ કેસરની ખેતી કરવાનો નિર્ણય કર્યો હતો. આ માટે મકાભાઈએ હરિયાણામાં તાલીમ લીધી હતી. કેસર ખેતીની તાલીમ મેળવી છાપરી ગામમાં ખેતીની શરૂઆત કરી હતી. કાશ્મીરથી કેસરના ફૂલની ખરીદી કરી ખેડૂત મકાભાઈએ કાશ્મીરથી 410 કિલો કેસરના ફૂલ(બિયારણ) લાવ્યા હતા. કેસરના ફૂલના ભાવ બજાર ઉપર નિર્ભર રહે છે. ખેડૂતે ખરીદી કરી ત્યારે એક કિલોના ભાવ 950 રૂપિયા હતા. કેસરના ફૂલ પાછળ ખેડૂતને રૂપિયા 4.30 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. બાદ ખેડૂતોને કેસરની ખેતી માટે કોલ્ડ સ્ટોરેજ ઘરે તૈયાર કર્યું હતું. કેસરના પાક માટે જરૂરી તાપમાન જાળવી રાખવાની વ્યવસ્થા કરી હતી. તેની પાછળ ખેડૂતને ત્રણ લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. ખેડૂતે ચિલર ફીટ કરાવ્યા હતા. આ પણ વાંચો: M.Com. સુધી અભ્યાસ કરી યુવાને શરૂ કર્યો આ ધંધો, સરકારની સહાયથી વર્ષે કમાય 6 લાખ કેસરની ખેતી પાછળ નવ લાખનો ખર્ચ કેસરની ખેતીમાં તાપમાનનું વિશેષ મહત્વ છે. આ ખેતી માટે 8 ડિગ્રીથી લઈ 18 ડિગ્રી સુધી અલગ અલગ તાપમાન મેન્ટેનન્સ કરવાનું થતું હોય છે. આ ખેડૂતે તૈયાર કરેલ કોલ્ડ સ્ટોરેજ સંપૂર્ણ ઓટોમેટિક છે. તેમાં મેન્ટેનન્સ થાય છે. કેસરની ખેતી માટેના ફૂલ અને કોલ્ડ સ્ટોરેજ સહિત અલગ અલગ કુલ 9 લાખ રૂપિયા સુધીનો ખર્ચ થયો છે. ખાસ કરીને વર્ષે ચોમાસા દરમિયાન કેસરનું ઉત્પાદન વધુ પ્રમાણમાં લેવામાં આવે છે અને વર્ષમાં એક જ વાર કેસરનું ઉત્પાદન થાય છે. અંદાજિત અઢી મહિના દરમિયાન કેસરનું ફૂલ તૈયાર થાય છે. પછી ફૂલમાંથી કેસરના તાંતણા મેળવવામાં આવે છે. 600****થી 700 ગ્રામ ઉત્પાદન થવાની આશા ખેડૂત મકાભાઈએ જણાવ્યું હતું કે, હજુ આ વર્ષે કેસરની ખેતીની શરૂઆત જ કરી છે પરંતુ આશા છે કે આ વર્ષે 600 થી 700 ગ્રામ સુધીનો કેસરનો ઉતારો આવશે. કેસરનું વેચાણ જમ્મુ કાશ્મીર, હરિયાણા, દિલ્હીમાં કરવામાં આવતું હોય છે અને જેમાં તેનો ભાવ બજાર પર આધાર રાખે છે. પરંતુ સામાન્ય રીતે એક કિલોનો ભાવ 5,00,000 રૂપિયાથી 6,00,000 રૂપિયા સુધીના હોય છે. આ ખેતીમાં ખાસ વાત એ છે કે કેસરની ખેતી માટે બિયારણ જમ્મુ કાશ્મીરથી ફક્ત એક જ વાર લાવવું પડે છે. ત્યારબાદ અહીં કેસરનો ફાલ મળી જાય ત્યારબાદ તેનો સોપાન (ખાસ પ્રકારે તૈયાર કરેલ માટીમાં) મૂકી દેવામાં આવે છે અને ત્યારબાદ આગલા વર્ષે તે બિયારણમાંથી ફરી કેસરની ખેતી કરી શકાય છે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.