NEWS

Infinix થી લઈને iTel સુધી, આ છે 256GB સ્ટોરેજની સાથે આવતાં બેસ્ટ ફોન્સ, કિંમત છે 10 હજારથી પણ ઓછી

Source : Social Media Smartphones Under 10K: ભારતમાં સસ્તા સ્માર્ટફોનની ડિમાન્ડ વધારે રહેતી હોય છે. દરેક લોકોનું બજેટ એટલું વધારે નથી હોતું કે તેઓ મોંઘા સ્માર્ટફોન ખરીદી શકે. આ માટે કંપની દરેક લોકોને ધ્યાનમાં રાખીને લો બજેટ ફોન લોન્ચ કરતી હોય છે. આમ, તમે નવો સ્માર્ટફોન લેવાનું વિચારી રહ્યા છો અને બજેટ ઓછું છે તો આ સ્માર્ટફોન તમારા માટે બેસ્ટ સાબિત થઈ શકે છે. આ ફોનની કિંમત 10 હજાર રૂપિયા કરતાં પણ ઓછી છે. એટલે કે આ બજેટ રેન્જ ફોનમાં તમને શાનદાર ફીચર્સ મળશે. આમાં ઇનફિનિક્સથી લઈને આઇટેલના ફોન શામેલ છે. આ પણ વાંચો: ફોનને 100 ટકા ચાર્જ કરો છો તો બંધ કરી દેજો, જાણી લો નહીં તો મોટો ખર્ચો આવશે આ સ્માર્ટફોન 4GB+256 GB વેરિઅન્ટની કિંમત 7299 રૂપિયા છે. આ ફોનને તમે ઈ-કોમર્સ સાઇટ એમેઝોન અને ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકો છો. આ ફોનમાં 6.5 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ફોનમાં 13 મેગાપિક્સલનો રિયર કેમેરા આપવામાં આવ્યો છે. પાવર માટે ફોનમાં 5000 એમએએચની બેટરી આપવામાં આવી છે. આ ફોન ઓક્ટા-કોર પ્રોસેસરથી લેસ છે. ઇનફિનિક્સનો આ ફોન 8GB+256 GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 9999 રૂપિયા છે. આ ફોન તમે ફ્લિપકાર્ટમાંથી ખરીદી શકો છો. ફોનમાં 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા અને 50 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા આપવામાં આવ્યો છે. સ્માર્ટફોન યુનિસોક ટી606 પ્રોસેસરથી લેસ છે. ફોનમાં 6.6 ઇંચની એચડી પ્લસ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ પણ વાંચો: મેટાનું નવું AI ટૂલ કમાલ કરશે, ટેકસ્ટથી બનાવી શકશો શાનદાર વીડિયો આઇટેલનો આ ફોન એક બજેટ ફ્રેન્ડલી સ્માર્ટફોન છે. આ ફોનમાં 8 GB રેમની સાથે 256GBનું ઇન્ટરનલ સ્ટોરેજ પણ આપવામાં આવે છે. આ ફોનની કિંમત 8999 રૂપિયા છે. આ ફોન તમે ફ્લિપકાર્ટ અને એમેઝોન એમ બન્ને ઈ-કોમર્સ પ્લેટફોર્મ પરથી ખરીદી શકો છો. આ ફોનમાં 6.6 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ફોનમાં 50 મેગાપિક્સલના રિયર કેમેરાની સાથે સેલ્ફી અને વીડિયો કોલ કરવા માટે 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. પાવર માટે 5000mAh ની દમદાર બેટરી આપવામાં આવી છે. આ બેટરી 45W ના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.