NEWS

Hair Regrowth: ટાલ પર ફરી ઉગશે નવા વાળ! એક મહિના સુધી રોજ કરો આ કામ, ફટાફટ થવા લાગશે હેર ગ્રોથ

ટાલ પર વાળ ઉગાડવાનો ચમત્કારી નુસખો! મહિનામાં જ દેખાશે અસર Hair Regrowth Home Remedies: આજના સમયમાં વાળ ખરવા અને ટાલ પડવાની સમસ્યા સામાન્ય બનતી જઈ રહી છે. ખરાબ લાઇફસ્ટાઇલ, સ્ટ્રેસ અને પોષણની ઉણપના કારણે લોકોને નાની ઉંમરમાં જ ટાલ પડી રહી છે. આ સમસ્યા યંગ લોકોમાં જ નહીં પરંતુ બાળકોમાં પણ જોવા મળી રહી છે. તેવામાં ટાલ પર ફરી વાળ કેવી રીતે ઉગાડવા? વાળ ખરતા કેવી રીતે રોકવા અને નવા વાળ ઉગાડવાની રીત શું છે? આવા સવાલ ઘણા લોકોને થાય છે. પરંતુ શું તમે જાણો છો કે યોગ્ય ઉપાય કરીને તમે ટાલ પર પણ નવા વાળ ઉગાડી શકો છો. અહીં અમે તમને એક એવી રીત જણાવી રહ્યાં છીએ જેને તમે નિયમિત રૂપે અપનાવીને તમારા વાળને ફરીથી ઉગવાનો મોકો આપી શકો છો. ટાલ પર વાળ ઉગાડવાના ઘરગથ્થુ નુસખા (Helpful Tips For Growing New Hair On The Head) નારિયેળ તેલ અને ડુંગળીના રસનો કમાલ ડુંગળીનો રસ અને નારિયેળ તેલ વાળ ઉગાડવામાં અસરકારક માનવામાં આવે છે. ડુંગળીના રસમાં સલ્ફર હોય છે, જે વાળના મૂળને મજબૂત બનાવે છે અને નવા વાળ ઉગાડવામાં મદદ કરે છે. આ સિવાય નારિયેળ તેલ વાળને ડીપ નરિશ કરે છે. આ રીતે કરો ઉપયોગ એક મીડીયમ સાઇઝની ડુંગળી લો અને તેનો રસ કાઢી લો. 2-3 ચમચી નારિયેળ તેલમાં ડુંગળીનો રસ મિક્સ કરો. આ મિશ્રણને હળવા હાથે સ્કેલ્પ પર માલિશ કરો. તેને 30 મિનિટ માટે લગાવી રાખો અને પછી માઇલ્ડ શેમ્પૂથી વોશ કરી લો. આ પણ વાંચો: Tips: મોંઘા શર્ટ પર ઇંકના ડાઘ પડી ગયા છે? કરો આ દેશી જુગાડ, ચપટી વગાડતા જ નિશાન છૂમંતર થઇ જશે આમળા અને મેથીના બીજની પેસ્ટ આમળા વાળ માટે વરદાન છે. તેમાં વિટામિન સી અને એન્ટીઓક્સિડેન્ટ્સ ભરપૂર માત્રામાં હોય છે, જે વાળનો ગ્રોથ વધારે છે. મેથીના બીજમાં પ્રોટીન અને નિકોટિનિક એસિડ હોય છે, જે ટાલ પર વાળ ઉગાડવામાં મદદરૂપ છે. આ રીતે કરો ઉપયોગ 2 ચમચી આમળા પાઉડર અને 1 ચમચી મેથીના બીજને આખી રાત પાણીમાં પલાળી રાખો. બીજા દિવસે તેની પેસ્ટ બનાવો. આ પેસ્ટને વાળના મૂળમાં લગાવો અને 1 કલાક લગાવી રાખો. ઠંડા પાણીથી હેર વોશ કરી લો. આ નુસખાને અઠવાડિયામાં 2 વાર અપનાવો. એલોવેરા અને લીમડાનો જાદુ એલોવેરા વાળને કંડીશનીંગ આપે છે અને વાળના મૂળમાં બ્લડ સર્ક્યુલેશન વધારે છે. લીમડામાં એન્ટી-બેક્ટેરિયલ ગુણ ભરપૂર હોય છે, જે સ્કેલ્પને ઇન્ફેક્શનથી બચાવે છે. તે વાળના ગ્રોથને વધારે છે. આ પણ વાંચો: વેટ લોસ સાથે લાંબા વાળ અને ગ્લોઇંગ સ્કિન જોઈએ છે? ડાયટમાં સામેલ કરી લો ગોળ સાથે આ પીળી વસ્તુ, થશે અઢળક ફાયદા આ રીતે કરો ઉપયોગ એલોવેરા જેલ અને લીમડાના પાનની પેસ્ટ બનાવો. તેને સ્કેલ્પ પર લગાવો અને હળવા હાથે માલિશ કરો. 30 મિનિટ પછી ધોઈ લો. તેને અઠવાડિયામાં 2-3 વાર રીપીટ કરો. પ્રોટીન અને વિટામિનથી ભરપૂર ડાયટ લો. વાળના ગ્રોથમાં ડાયટનું ખૂબ જ મોટું યોગદાન છે. પ્રોટીન, વિટામિન ઇ અને ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર ફૂડ્સ જેમ કે અંડા, નટ્સ, માછલી અને લીલા શાકભાજી ખાઓ. સાથે જ પૂરતી માત્રામાં પાણી પીવો જેથી શરીર હાઇડ્રેટેડ રહે. યોગ અને મેડિટેશન કરો સ્ટ્રેસ ટાલ પડવાનું એક મોટું કારણ છે. યોગ અને મેડિટેશન કરવાથી સ્ટ્રેસ ઓછો થાય છે અને બ્લડ સર્ક્યુલેશન વધે છે, જેનાથી વાળના ગ્રોથમાં સુધાર આવે છે. વાળ માટે ફાયદાકારક છે આ યોગાસન અધોમુખ શ્વાનાસન બાલાસન સર્વાંગાસન ધીરજ અને નિયમિતતા જરૂરી આ ઉપાય તરત ચમત્કાર નહીં કરે, પરંતુ જો તમે તેને નિયમિત રૂપે અપનાવો તો 1 મહિનાની અંદર તમને ફરક દેખાવા લાગશે. વાળ ઉગાડવાની આ પ્રક્રિયામાં ધીરજ અને સાચી ટેક્નિક ફોલો કરવી સૌથી જરૂરી છે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.