NEWS

ગુજરાત ATSની ટીમને મળી મોટી સફળતા, 1814 કરોડના ડ્રગ્સનો આ રીતે કર્યો પર્દાફાશ, જાણો આખો મામલો

અમદાવાદ: નાર્કોટિક્સના ગુનામાં સંડોવાયેલા આરોપીઓની તપાસ દરમિયાન ગુજરાત એટીએસને ડ્રગ બનાવતી ફેક્ટરીની માહિતી મળી હતી. જે મામલે દિલ્હી એનસીબીની ટીમને સાથે રાખી ગુજરાત એટીએસની ટીમને સાથે રાખી 1814 કરોડની કિંમતનું ડ્રગ્સ કબજે કર્યું છે. સાથે જ ડ્રગ બનાવવા ફેક્ટરી શરૂ કરનાર બંને આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત એટીએસના ઇતિહાસની સૌથી અધ્યતન ડ્રગ્સ ફેક્ટરી હોવાનું અધિકારીઓ માની રહ્યા છે. જેને લઇ વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. ગુજરાત એટીએસ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દિલ્હીની ટીમ દ્વારા મધ્યપ્રદેશના ભોપાલ પાસે આવેલા બગરોડા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતેથી એમડી ડ્રગ્સ બનાવતી સૌથી અત્યાધુનિક ફેક્ટરી ઝડપી લેવામાં આવી છે. #WATCH | Gandhinagar, Gujarat: ATS DIG Sunil Joshi says, "Gujarat ATS has been working on the No Drug policy of the government. Action is being taken against international drug smugglers and those involved in the production of MD and other synthetic drugs in the country. Our… pic.twitter.com/7cbSCx0BD1 આ મામલે ડ્રગ્સ બનાવનાર અમિત ચતુર્વેદી અને સનયાલ બાનેની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસે 907 કિલો સોલિડ અને લિક્વિડ મેફેડ્રોન એટલે કે એમડી ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો છે જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 1814.18 કરોડ થાય છે. સાથે જ ડ્રગ્સ બનાવવા માટે વપરાતું 5000 કિલો રો મટીરીયલ પણ કબજે કરવામાં આવ્યું છે. આ પણ વાંચો: હિંમતનગર: ટોપી ખરીદવાના બહાને ટોપી પહેરાવી 5 કરોડની ખંડણી માંગી, આખી ઘટના જાણીને ચોંકી જશો જે ફેક્ટરી પર ગુજરાત એટીએસ અને એનસીબીએ દરોડા પાડ્યા તે ફેક્ટરીમાં રોજનું 25 કિલો એમડી ડ્રગ બનાવી તેનું વેચાણ કરી શકાય તે મુજબની તમામ તૈયારીઓ કરવામાં આવી હતી. ગુજરાતી એટીએસની ટીમે ઝડપેલા બંને આરોપીમાંથી અમિત ચતુર્વેદી ભોપાલનો રહેવાસી છે. તો સનયાલ બાને નાશિકનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું કે, તે 2017માં એક કિલો એમડી ડ્રગ્સ સાથે ઝડપાયો હતો. જોકે પાંચ વર્ષ જેલમાં રહ્યા બાદ જેલમાંથી બહાર આવી અમિત ચતુર્વેદીનો સંપર્ક કરી બંને સાથે ફેક્ટરી શરૂ કરી હતી. મહત્વની વાત છે કે અમિત ચતુર્વેદી પણ અગાઉ ડ્રગ્સ બનાવવાની નિષ્ફળ કોશિશ કરી ચૂક્યો હતો. પરંતુ સનિયાલનો સાથ મળતા બંનેએ ડ્રગ્સ બનાવવા અત્યાધુનિક ફેક્ટરી શરૂ કરી અને એક વખત તૈયાર કરી માર્કેટમાં તેનું વેચાણ પણ કરી દીધું. આ પણ વાંચો: 10 વર્ષની બાળકી ચાલુ બાઇકે કૂદી ગઇ, દીકરીની સજાગતાએ ‘ઇજ્જત’ બચાવી પોલીસની તપાસમાં સામે આવ્યું કે, તૈયાર ડ્રગ્સ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં વેચાયું હોવાનું સામે આવ્યું છે. MPIDC વિસ્તારમાં આવેલી અંદાજિત 2500 વારની આ ફેક્ટરી 6 થી 7 મહિના પહેલા ભાડે રાખવામાં આવી હતી અને ડ્રગ્સ બનાવવા માટે જરૂરી સાધન સામગ્રી તથા રો મટીરીયલ એકઠું કર્યા બાદ ડ્રગ્સ બનાવવાની શરૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે સનયાલ ડ્રગ્સના રેકેટમાં પહેલેથી જ સંડોવાયેલ હોવાથી વેચાણનું નેટવર્ક તેને ઊભું કર્યું હતું. જોકે અમિત ચતુર્વેદી ડ્રગ્સ બનાવવાનો જાણકાર હોવાથી બંનેએ સાથે મળી આ પ્લાન્ટ ઊભો કર્યો હતો. પરંતુ ડ્રગ્સનું મોટું વેચાણ થાય તે પહેલાં જ પોલીસે રેડ કરી નેક્સસ ઝડપી લીધો છે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.