NEWS

Video: લગ્નના 4 મહિનામાં કંટાળી ગઈ સોનાક્ષી, ઝહીર ઇકબાલની હરકતોથી થઈ પરેશાન, જુઓ વીડિયો

ઝહીર ઇકબાલ અને સોનાક્ષી સિન્હા નવી દિલ્હી: તમે જેને પ્રેમ કરો છો, તેની સાથે લગ્ન કરવાનો નિર્ણય સરળ નથી. કપલ હંમેશા ધર્મ-જાતિના કારણે સમાજના વિરોધનો ભોગ બને છે. પછી કોઈ સામાન્ય માણસ હોય કે, સોનાક્ષી સિન્હા જેવી સેલિબ્રિટી, જેના લગ્નને વિરોધીઓ દ્વારા લવ જેહાદનું રૂપ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. લોકો માની રહ્યાં હતા કે ઇકબાલ સાથે તેના લગ્ન વધુ સમય સુધી નહીં ટકે. પરંતુ વિરોધીના વિચારોથી ઉલટુ સોનાક્ષી અને જહીરનો સંબંધ વધુ મજબૂત થયો છે, જે વાત તેની સોશિયલ મીડિયા પર સક્રિયતાથી જાહેર થાય છે. ત્યારે હવે ઝહીર ઇકબાલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે સોનાક્ષી સિન્હા સાથે એવી હરકત કરતો જોવા મળે છે જેનાથી એક્ટ્રેસ કંટાળી જાય છે. સોનાક્ષી સિન્હાએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે પતિ ઝહીર ઇકબાલ સાથે ફ્લાઇટમાં જોવા મળે છે. એક્ટ્રેસ આરામમાં હોય છે ત્યારે ઝહીર ઇકબાલ તેને પરેશાન કરે છે. સોનાક્ષી સિન્હા તેની હરકતોથી પરેશાન તો થાય છે, છતાં તે પોતાનું હસુ રોકી શકતી નથી. એક્ટ્રેસ પણ પતિની હરકત પર કમેન્ટ કરે છે. ‘‘જ્યારે તમે એવા વ્યક્તિ સાથે લગ્ન કરો છો, જે તમને પરેશાન કરીને પ્રેમ વ્યક્ત કરતો હોય.’’ આ પણ વાંચો : 1 વર્ષમાં તૂટ્યા લગ્ન, જેકી શ્રોફની પત્ની સાથે જોડાયું નામ, 6 ફિલ્મો સતત થઈ ફ્લોપ અને પછી અચાનક ઇન્ડસ્ટ્રીમાંથી ગાયબ સોનાક્ષી સિન્હાના વીડિયો પર કોમેન્ટ કરી ફેન્સ તેની કેમેસ્ટ્રીના વખાણ કરી રહ્યાં છે. વીડિયોની શરૂઆતમાં ઝહીર ઇકબાલ આંખો બંધ કરીને આરામ કરી રહેલી સોનાક્ષી તરફ નમે છે અને તેનું માસ્ક ખેંચીને તેની આંખો પર ચઢાવી દે છે. એક્ટ્રેસ તેની આ હરકતથી સફાળી જાગી જાય છે અને પછી જોરથી હસવા લાગે છે. તે ફરી પોતાનું માસ્ક પોતાના મોઢા પર ચઢાવી દે છે અને ઝહીરના ખંભે થપકી મારે છે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.