NEWS

મનાલી ફરવા જતા લોકો એકવાર આ જોઈ લેજો, ભારે હિમવર્ષાને કારણે 1000થી વધુ વાહનો લાંબા જામમાં ફસાયા; પ્રવાસીઓએ આખી રાત કારમાં નીકાળી

Manali Traffic Jam Manali Traffic Jam: હિમાચલ પ્રદેશના મનાલીમાં સોમવારે ભારે હિમવર્ષાના કારણે મોટી સંખ્યામાં વાહનો ફસાઈ ગયા હતા. આ ઉપરાંત, સોલાંગ, અટલ ટનલ અને રોહતાંગ વચ્ચે પ્રવાસીઓ કલાકો સુધી તેમના વાહનોમાં ફસાયેલા રહ્યા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર લાંબા ટ્રાફિક જામમાં લગભગ 1000 વાહનો અટવાયા હતા. જે બાદ પોલીસે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરીને એક પછી એક વાહનોને બહાર કાઢ્યા હતા અને જામની સ્થિતિને કાબૂમાં લીધી હતી. કહેવામાં આવી રહ્યું છે કે બરફથી ઢંકાયેલા પહાડોમાં ક્રિસમસ અને ન્યૂ યરની ઉજવણી કરવા આવતા પ્રવાસીઓના ધસારાને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. અગાઉ, શિમલા બરફથી ઢંકાયેલું હતું, જે શહેરમાં નવી આશા અને ખુશી લાવ્યું હતું. #WATCH | Himachal Pradesh: Traffic congestion and slow vehicular movement witnessed in Manali as people throng to hilly areas after fresh snowfall (Source: Himachal Pradesh Police) pic.twitter.com/hmWfK6Xxjq 8 ડિસેમ્બરે પ્રથમ હિમવર્ષા પછી બે અઠવાડિયાના અંતરાલ પછી શરૂ થયેલ અદ્ભુત હિમવર્ષાએ ન માત્ર મુલાકાતીઓને આનંદ આપ્યો છે પરંતુ સ્થાનિક પ્રવાસન ઉદ્યોગના ઉત્સાહને પણ પુનર્જીવિત કર્યો છે જે કોવિડ-19 મહામારીને કારણે નુકસાનનો સામનો કરવા માટે સંઘર્ષ કરી રહ્યું છે. બરફથી ઢંકાયેલા પહાડોની સુંદરતાથી આકર્ષિત પ્રવાસીઓ તેમના પ્રવાસને લંબાવી રહ્યા છે, જે તેને બધા માટે આનંદ અને ઉજવણીની મોસમ બનાવે છે. આ અણધારી હિમવર્ષાએ ‘વ્હાઇટ ક્રિસમસ’નું સપનું જોનારાઓમાં ઉત્સાહ ભરી દીધો છે. દેશ-વિદેશના પ્રવાસીઓ હિમવર્ષાથી ખૂબ જ ખુશ છે અને તેને જીવનભરનો અનુભવ ગણાવી રહ્યા છે. આ પણ વાંચો: કડકડતી ઠંડી વચ્ચે માવઠાનો માર, હવામાન વિભાગે ગુજરાત સહિત આ રાજ્યોમાં વરસાદને લઈને આપ્યું એલર્ટ હવામાન વિભાગે 24 થી 26 ડિસેમ્બર સુધી મંડીના બકરા ડેમ જળાશય વિસ્તારમાં અને બલ્હ ઘાટીના કેટલાક ભાગોમાં ગાઢ ધુમ્મસની ચેતવણી જારી કરી છે. આ સમયગાળા દરમિયાન, નીચલા ટેકરીઓના વિવિધ ભાગોમાં ભારે હિમ પડવાની સંભાવના છે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.