NEWS

જમ્યા પછી તરત જ પેટમાં ગેસ થઈ જાય છે? પરાઠાનો લોટ બાંધતી વખતે એક ચમચી આ મસાલો નાખી દો, નહીં થાય અપચો

તમે પરાઠા બનાવવા માટેના લોટમાં માત્ર એક હેલ્ધી મસાલો ભેળવી દેજો. healthy Paratha hacks: શિયાળામાં લોકો ગરમાગરમ પરાઠા ખૂબ ખાય છે. શિયાળામાં ઘણા પ્રકારના પરાઠા બનાવવામાં આવે છે જેમ કે, ગોભીના પરાઠા, મૂળા, મેથી, નમકીન, આલુ-મટર વગેરે. આ બધા જ પ્રકારના પરાઠા ખાવાની એટલી મજા આવે છે કે કેટલાક લોકો એક જ વારમાં 4-5 પરાઠા ખાઈ લે છે. જો કે ઘણીવાર એક જ સાથે આટલા પરાઠા ખાવાથી પેટ પણ ઢોલક જેવું ફૂલી જાય છે. ગેસ થવા લાગે છે અને તે જલદી પચતા પણ નથી. જો તમને પણ અલગ-અલગ પ્રકારના પરાઠા ખાવાનો શોખ છે, પરંતુ ગેસ, અપચો અને બ્લોટિંગના કારણે તેને ખાવાનું ટાળો છો અથવા તો મન મારીને ફક્ત 1 જ ખાઓ છો તો હવે એવું ન કરતા. તમે પરાઠા બનાવવા માટેના લોટમાં માત્ર એક હેલ્ધી મસાલો ભેળવી દેજો. આ પણ વાંચો: Jogging: રોજ સવારે ખાલી આટલી મિનિટ દોડવાની ટેવ રાખો; શરીર પર જામેલી ચરબી ઓગળવા લાગશે, વધેલુ પેટ થઇ જશે સપાટ પરાઠા બનાવવા માટે લોટ બાંધતી વખતે નાખી દેજો અજમો જો તમને શિયાળામાં પરાઠા ખાવાનું ખૂબ જ પસંદ હોય પરંતુ પેટની સમસ્યાઓથી પરેશાન થઈને તેને ખાવાનું ટાળો છો તો તમારે સૌથી પહેલા મેંદાના લોટનું સેવન કરવાનું બંધ કરી દો. ઘઉં કે પછી ઘણા અનાજને મિક્સ કરીને પીસેલા લોટમાંથી બનેલી રોટલી, પરાઠા ખાઓ. પરાઠા ખાધા પછી તે સરળતાથી પચી જશે. ગેસ, અપચાની સમસ્યા ન થાય તે માટે તમે લોટ બાંધતી વખતે તેમાં થોડો અજમો જરૂર નાખી દો. તમે ઇચ્છો તો અજમાના પાનથી પણ પરાઠા બનાવી શકો છો. લોટ બાંધતી વખતે અજમાના પાન ઝીણા સમારીને નાખી દો. એક ચમચી અજમાના બીજ નાખી દો. તેમાં થોડું મીઠું નાખી દો. સારી રીતે મિક્સ કરીને લોટ બાંધી લો. હવે આ લોટમાં ગોભી, મૂળા, બટાકા વગેરેનું સ્ટફિંગ ભરીને વણી લો અને તવા પર પરાઠા શેકી લો. અજમાની તાસીર ગરમ હોય છે. તેવામાં ઠંડીની સિઝનમાં તેનું સેવન કરવાથી શરીર ગરમ રહેશે. તેમાં રહેલા એન્ટીઓક્સિડેન્ટ ગુણથી ઇમ્યુનિટી બૂસ્ટ થશે. સિઝનલ બીમારીઓથી બચાવ થશે. આ પણ વાંચો: Amla: સ્વાસ્થ્ય માટે વરદાન આમળા આ 5 લોકો માટે છે ઝેર સમાન! ભૂલેચૂકે પણ ન કરતા સેવન, ફાયદાના બદલે થશે નુકસાન અજમો નાખેલા લોટમાંથી બનેલા પરાઠા, રોટલીના સેવનથી ગેસ, અપચાની સમસ્યા દૂર થશે. રાત્રે તમને ભોજન કર્યા પછી ગેસ, અપચો થતો હોય તો તમે અજમો નાખીને લોટ બાંધો. તેનાથી પાચક ઇન્ઝાઇમ એક્ટિવ થાય છે. તેનાથી ભોજન પણ સરળતાથી પચી જાય છે. પેટનું PH લેવલ બેલેન્સ જળવાઈ રહે છે. ગેસ, બ્લોટિંગની સમસ્યા અજમાના સેવનથી દૂર થાય છે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.