NEWS

એલ્યુમિનિયમ ફોઇલ પેપરમાં ખાવાનું પેક કરો છો તો સાવધાન, જાણો નહીં તો હેલ્થને થશે ભયંકર નુકસાન

શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે. Health care: અનેક લોકો રૂટિનમાં એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ કરતા હોય છે. એલ્યુમિનિયમ ફોઇલ પેપર યુઝ કરવાથી સ્વાસ્થ્ય પર અનેક ગંભીર અસરો પડી શકે છે. જો કે ઘણાં લોકો આ વાતને ઇગ્નોર કરતા હોય છે પરંતુ વાત સાચી છે. તો આજે અમે તમને એલ્યુમિનિયમ ફોઇલ પેપરનો ઉપયોગ કરવાથી હેલ્થને શું નુકસાન થાય એ વિશે જણાવીશું. તો જાણો આ વિશે વધુમાં… આ પણ વાંચો: ક્રિસમસ પાર્ટી માટે નાના ભૂલકાઓને આ રીતે તૈયાર કરો, એકદમ ક્યૂટ લાગશે એલ્યુમિનિયમ ફોઇલ પેપરમાં કેમિકલ્સ હોય છે જે તમારાં સ્વાસ્થ્યને નુકસાન કરી શકે છે. જ્યારે તમે ગરમાગરમ ખાવાનું એલ્યુમિનિયમ ફોઇલ પેપરમાં પેક કરો છો ત્યારે કેમિકલ્સ પીગળીને ખાવામાં મિક્સ થઈ શકે છે. આ કારણે તમે જ્યારે ખાવાનું ખાઓ છો ત્યારે આ કેમિકલ્સ તમારાં શરીરમાં એન્ટ્રી કરી શકે છે. આ તમારાં પેટની અંદર જઈ શકે છે. આ પણ વાંચો: દાંત પરની પીળાશ અને સડો દૂર કરી દેશે કોકોનટ ઓઇલનો આ નુસખો, જાણો કેવી રીતે કરશો? તમને આ વાત જાણીને નવાઈ લાગશે કે એલ્યુમિનિય ફોઇલ પેપરમાં તમે જમવાનું પેક કરો છો અને ખાઓ છો તો એની અસર બ્રેન હેલ્થ પર પડી શકે છે. રિચર્સ અનુસાર એલ્યુમિનિયમ ફોઇલમાં ખાવાનું પેક કરવું અલ્ઝાઇમર જેવી ગંભીર બીમારીનું કારણ બની શકે છે. આ સિવાય એલ્યુમિનિયમ ફોઇલ પેપર તમારી લિવર હેલ્થને પણ ડેમેજ કરી શકે છે. એલ્યુમિનિયમ ફોઇલ પેપરમાં ખતરનાક કેમિકલ્સ હોય છે જે તમારી બોડીમાં ધીરે-ધીરે જમા થવા લાગે છે. આ કારણે તમને લાંબે ગાળે શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે. તમને આ વાત જાણીને નવાઈ લાગશે કે એલ્યુમિનિય ફોઇલ પેપરમાં ખાવાનું પેક કરવાને કારણે તમારી ઇમ્યુનિટી સિસ્ટમ નબળી થવા લાગે છે. આ કારણે તમે બીમાર પણ જલદી પડો છો. આમ, તમે ઇચ્છો છો કે તમારું સ્વાસ્થ્ય સારું રહે અને ઇમ્યુનિટી સિસ્ટમ સ્ટ્રોંગ રહે તો તમે એલ્યુમિનિયમ ફોઇલ પેપરને જગ્યાએ બટર પેપરનો ઉપયોગ કરો. બટર પેપર તમને સરળતાથી બજારમાં મળી રહે છે. (નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે. ગુજરાતી ન્યૂઝ18 આની કોઇ પુષ્ટિ કરતુ નથી.) None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.