NEWS

ઠંડીમાં ગીઝર લેવાનું પ્લાનિંગ કરી રહ્યાં છો? તો આટલું જાણી લો, વીજળીનું બિલ બહુ ઓછું આવશે!

ઠંડીમાં ગીઝરની ડિમાન્ડ વધી જાય છે. Geyser buying tips: ડિસેમ્બરનું છેલ્લું અઠવાડિયું ચાલી રહ્યું છે. આ સમયે પૂરા ભારતમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. ઘણી જગ્યાઓએ એવી છે જ્યાં ઠંડી એટલી બધી છે કે લોકો બહાર નીકળવાનું ટાળે છે. આ સિઝનમાં ગરમ પાણીની જરૂર વધારે પડતી હોય છે. ગરમ પાણીથી સ્નાન કરવાથી ઠંડીમાંથી થોડી રાહત મળે છે. ગરમ પાણી માટે આજકાલ મોટાભાગનાં ઘરોમાં ગીઝરનો ઉપયોગ થતો હોય છે. દરેક લોકો પોતાનાં બજેટ અનુસાર ગીઝર લાવતા હોય છે. આમ, ઇમર્શન રોડ સુરક્ષિત માનવામાં આવતું નથી. આ માટે મોટાભાગનાં લોકો ઘરમાં ગીઝર લગાવવાનું વિચારતા હોય છે. આ પણ વાંચો: 1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે વોટ્સએપ, નજર કરી લો લિસ્ટ પર આ સમયે બજારમાં અનેક ટાઇપ અને અનેક બ્રાન્ડનાં ગીઝર મળી રહ્યાં છે. પરંતુ કયુ ગીઝર ખરીદવાથી ફાયદો થાય એ જાણવું બહુ જરૂરી છે. ગીઝરમાં વીજળીનો ઉપયોગ વધારે થાય છે. આ કારણે બિલ પણ સારું આવી શકે છે. તો આજે અમે તમને કેટલીક એવી જાણકારી આપીશું જે ગીઝર ખરીદતા પહેલાં તમારે ધ્યાનમાં રાખવાનું છે. આમ કરવાથી વીજળીનું બિલ ઓછું આવી શકે છે. સૌથી પહેલાં તો તમે આ વાતનું ધ્યાન રાખો કે ઘરમાં કેટલા લોકો છે અને કઈ સાઇઝનું ગીઝર પર્યાપ્ત રહેશે? વધારે મોટું ગીઝર લેવાથી પાવર કન્ઝ્યૂમ વધારે થશે. આ કારણે બિલ વધારે આવી શકે છે. આમ, તમારો પરિવાર મોટો છે તો પણ તમે મિડ સાઇઝનું ગીઝર લઇ શકો છો. આમાં પણ તમને ઇન્સ્ટન્ટ અને નોર્મલ ગીઝરનો ઓપ્શન મળશે. આ તમે તમારાં હિસાબથી પસંદગી કરી શકો છો. આ પણ વાંચો: ધ્યાન નહીં રાખો તો બ્લાસ્ટ થશે! Oil heater નો ઉપયોગ કરો છો તો ખાસ આટલું જાણી ગીઝર ખરીદતા પહેલાં સૌથી પહેલાં એ ચેક કરી લો કે ઓટો ફીચરની સાથે આવે છે કે નહીં. ઓટો કટ ફીચરનાં ગીઝરને સારું માનવામાં આવે છે. કારણકે આ ગીઝર પાણી ગરમ થઇ જાય પછી પાવર ઓફ કરી દે છે. આ કારણે વીજળીની બચત થાય છે અને સાથે સુરક્ષા પણ રહે છે. તમે જ્યારે પણ ગીઝર લો ત્યારે ખાસ કરીને પાવર રેટિંગ ચેક કરી દો. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.