NEWS

લેખિત પરીક્ષા આપ્યા વગર NTPCની સરકારી નોકરી! બસ હોવી જોઈએ આ યોગ્યતા

NTPCની સરકારી નોકરી માટે આ રીતે કરો એપ્લાય... નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ (NTPC)માં નોકરી (Govt Job) કરવા માંગતા યુવાનો માટે સારા સમાચાર આવ્યા છે. જણાવી દઈએ કે, NTPCમાં ભરતી જાહેર કરવામાં આવી છે, જેની માટે આ પોસ્ટ્સ સંબંધિત લાયકાત ધરાવતા ઉમેદબારો NTPCની ઓફિશિયલ વેબસાઈટ ntpc.co.in પર જઈને અરજી કરી શકે છે. આ ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ ભરતી એસોસિએટ (કોર્પોરેટ એન્જિનિયરિંગ ફંક્શન)ની જગ્યાઓ માટે છે. આ ભરતી દ્વારા તમે NTPCમાં નોકરી મેળવી શકો છો. આ માટે ઇચ્છુક ઉમેદવારો 23 ડિસેમ્બર સુધી અથવા તે પહેલા અરજી કરી શકે છે. પરંતુ અરજી કરતા પહેલાં ઉમેદવારોએ નીચે આપેલી બાબતો ધ્યાનથી વાંચવી જોઈએ. NTPCની આ ભરતી માટે અરજી કરવાનું વિચારી રહેલા ઉમેદવાર પાસે સંબંધિત એન્જિનિયરિંગ ડિસિપ્લિનમાં BE/B Tech/M Tech ડિગ્રી હોવી જરૂરી છે. આ ઉપરાંત થર્મલ પાવર સેક્ટરમાં એન્જિનિયરિંગ અથવા ક્વોલિટી એસેસમેન્ટ (QA)માં ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ. NTPCની ભરતી માટે અરજી કરી રહેલ કોઈપણ ઉમેદવારની મહત્તમ વય મર્યાદા 62 વર્ષની હોવી જોઈએ. ત્યાર બાદ જ તેઓ અરજી કરવા પાત્ર ગણાશે. ઉમેદવાર NTPC અથવા સમકક્ષ પદ પરથી E6 થી E8(GM) સ્તર/ઉપરના પદ પર નિવૃત્ત થયેલ હોવો જોઈએ. આ ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન આયોજિત કરવામાં આવશે. આ અરજી માત્ર Google ફોર્મ દ્વારા જ સ્વીકારવામાં આવશે. આ સિવાય અન્ય કોઈપણ માધ્યમથી ફોર્મ ભરી શકાશે નહીં. ઉમેદવારોની પસંદગી તેમના અનુભવ અને લાયકાતના માપદંડના આધારે કરવામાં આવશે. ઇચ્છુક ઉમેદવારો પસંદગી સંબંધિત વધુ માહિતી માટે ભરતીની ઓફિશિયલ નોટિફિકેશન વાંચી શકે છે. જણાવી દઈએ કે, આ ભરતીમાં પસંદગી પામનાર ઉમેદવારોને NTPCની નોઈડા, હૈદરાબાદ સાઈટ પર નોકરી કરવાની તક મળશે. આ નોકરી એક વર્ષના કોન્ટ્રાકટ બેસ પર હશે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.