NEWS

'જે તમારી એનર્જીને...' મલાઈકા અરોરાએ બ્રેકઅપ પછી લીધું આ રીઝોલ્યુશન, નવેમ્બરથી શરૂ કરશે નવું ચેપ્ટર!

નવી દિલ્હી: છેલ્લા કેટલાક મહિનાઓ મલાઈકા અરોરા માટે ઘણા ઉતાર-ચડાવવાળા હતા. પહેલા બ્રેકઅપ અને પછી તેના પિતાના મૃત્યુએ એક્ટ્રેસને અંદરથી હચમચાવી દીધી હતી. અર્જુન કપૂર સાથેના બ્રેકઅપની પુષ્ટિ કર્યા પછી પણ, મલાઈકા મૌન છે અને ક્રિપ્ટિક પોસ્ટ દ્વારા તેની લાગણીઓ વ્યક્ત કરી રહી છે. તાજેતરમાં, તેણે નવેમ્બરમાં લીધેલા પોતાના નવા રીઝોલ્યુશન વિશે વાત કરી છે. અર્જુન કપૂર સાથેના બ્રેકઅપ બાદ મલાઈકા અરોરા તેના જીવનનો એક નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહી છે. નવેમ્બર મહિનાથી, તે પોતાની જાતમાં એક નવો બદલાવ લાવવા જઈ રહી છે. જે તેને લાઈફમાં ઘણો મદદરૂપ થશે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ વાતનો સંકેત આપ્યો છે. આ પણ વાંચો; પહેલી ફિલ્મ આવતા 8 વર્ષ લાગ્યા, પરિણીત અભિનેતા સાથે જોડાયું નામ,સગાઈ પણ કરી તેમ છતાં આજે કુંવારી છે આ હસીના! મલાઈકા નવેમ્બરથી આ કામ કરશે મલાઈકા અરોરાએ 3 નવેમ્બરના રોજ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ રીશેર કરી હતી. પોસ્ટમાં લખ્યું છે, “નવેમ્બર, તે લોકોને,તે જગ્યા અને તે વસ્તુઓને ના કહેવાનો સમય આવી ગયો છે જે તમારી એનર્જી ખતમ કરી દે છે.” ફેન્સનું માનવું છે કે અભિનેત્રીની આ પોસ્ટ તેમના તૂટેલા સંબંધો તરફ ઈશારો કરી રહી છે. અર્જુન કપૂરે બ્રેકઅપની પુષ્ટિ કરી હતી ઘણા મહિનાઓથી અર્જુન કપૂર અને મલાઈકા અરોરાના બ્રેકઅપની વાતો ચાલી રહી હતી. બંનેએ એકબીજાના જન્મદિવસ પર પણ કોઈ પોસ્ટ શેર કરી ન હતી, જેના કારણે તેમના બ્રેકઅપના સમાચાર વધુ ઝડપથી ફેલાઈ રહ્યાં હતા. તાજેતરમાં સિંઘમ અગેઇન એક્ટર દિવાળીની પાર્ટીમાં ગયો હતો, જ્યાં તેણે પાપારાઝીને સ્પષ્ટપણે કહ્યું હતું કે તે હવે સિંગલ છે. આ સ્પષ્ટ નિવેદને મલાઈકા સાથેના તેના બ્રેકઅપની પુષ્ટિ કરી છે. 6 વર્ષથી ડેટિંગ કરી રહ્યા હતા મલાઈકા અરોરાએ અરબાઝ ખાનથી છૂટાછેડા લીધા પછી અર્જુન કપૂરને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. તે અભિનેતા કરતા 13 વર્ષ મોટી છે. ઉંમરના તફાવતને કારણે બંનેને ઘણી ટ્રોલીંગ સહન કરવી પડી હતી, પરંતુ 6 વર્ષ સુધી તેઓ એકબીજાની સાથે મજબૂત રીતે ઉભા રહ્યા અને ખુલ્લેઆમ પોતાનો પ્રેમ વ્યક્ત કરતા રહ્યા. જોકે વર્ષો સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ તેઓ અલગ થઈ ગયા છે. તેમના બ્રેકઅપનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.