NEWS

'ભૂલ ભુલૈયા 3' અને 'સિંઘમ અગેન' વચ્ચે ટક્કર, જાણો ચોથા દિવસે કેટલું કલેક્શન કર્યું

Image Source : INSTAGRAM Box Office Collection Day 4: 1 નવેમ્બરેનાં રોજ એટલે કે શુક્રવારનાં દિવસે મલ્ટીપ્લેક્સમાં ‘‘ભૂલ ભુલૈયા 3’’ અને ‘‘સિંઘમ 3’’ રિલીઝ થઇ છે. દિવાળીનાં વિકેન્ડ પર રિલીઝ થયેલી આ ફિલ્મ દર્શકોને ખૂબ પસંદ પડી રહી છે. બન્ને ફિલ્મને લઇને લોકોમાં જોરદાર ક્રેઝ જોવા મળી રહ્યો છે. મોટા બજેટમાં બનેલી આ ફિલ્મને લઇને ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. ઓપનિંગમાં બન્ને ફિલ્મએ બમ્પર કમાણી કરીને મેકર્સને ખુશ કરી દીધા છે. આ પણ વાંચો: શાહરુખ ખાને છોડ્યું સ્મોકિંગ, રોજની 100 સિગારેટ પીતો હતો, જાણો શરીરમાં કેવી તકલીફો થતી હતી બન્ને ફિલ્મનાં રિલીઝનાં ચાર દિવસ પૂરા થઇ ગયા છે. ત્રીજા દિવસે બન્ને ફિલ્મએ સો કરોડનો આંકડો પાર કરી દીધો છે. વીકેન્ડ ટેસ્ટમાં ધૂમ મચાવ્યા પછી સોમવારનાં પરિણામોનું રિઝલ્ટ સામે આવી ગયુ છે. ચોથા દિવસનાં આંકડામાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. બન્ને ફિલ્મોએ ઓપનિંગ ડેની તુલના કરતા અડધી કમાણી કરી છે. આ પણ વાંચો: પોતાની એકટીંગથી સૌ કોઈને કર્યા દીવાના,સગાઈ કરી તેમ છતાં 52 વર્ષની ઉંમરે કુંવારી છે આ હસીના સૈકનિલ્કનાં રિપોર્ટ અનુસાર ‘‘સિંઘમ અગેન’‘એ બોક્સ ઓફિસ પર પહેલાં 3 દિવસોમાં ધુઆધાર રીતે કમાણી કરીને ભારતમાં અનુમાનિત 121 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. ચોથા દિવસની કમાણીમાં ઘટાડો જોવા મળ્યો છે. ફિલ્મએ ચોથા દિવસે એટલે કે સોમવારનાં રોજ 17.50 કરોડ રૂપિયાની કમાણી કરી છે. એવામાં મનડે ટેસ્ટમાં ‘‘સિંઘમ અગેન’‘નું ખાસ પ્રદર્શન રહ્યું નહીં. આમ, તમને જણાવી દઇએ કે સિંગલ સ્ક્રીનનાં આંકડાઓ જોતા એમાં મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. ફિલ્મએ અત્યાર સુધીમાં 139.25 કરોડ રૂપિયાની કમાણી કરી છે. સૈકનિલ્કનાં રિપોર્ટ અનુસાર કાર્તિક આર્યન સ્ટારર ‘‘ભૂલ ભુલૈયા 3’’ એ બોક્સ ઓફિસ પર પહેલાં 3 દિવસમાં સારી કમાણી કરી છે, પરંતુ આ દિવસોમાં કલેક્શનમાં ‘‘સિંઘમ અગેન’’ પાછળ રહી છે. ‘‘ભૂલ ભુલૈયા 3’‘ની ત્રણ દિવસની કમાણી 106 કરોડ રૂપિયા હતી, જ્યારે ચોથા દિવસે બોક્સ ઓફિસનું કલેક્શન 17.50 કરોડ રૂપિયા છે. કુલ કલેક્શન પર નજર કરીએ તો ચાર દિવસોમાં ફિલ્મએ 123.50 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આમ, વાત કરવામાં આવે તો ‘‘ભૂલ ભુલૈયા 3’’ અને ‘‘સિંઘમ અગેન’’ બન્ને બરાબરીમાં ચાલી રહ્યાં છે. જો કે હવે જોવાનું એ રહ્યું કે કઇ ફિલ્મ બોક્સ ઓફિસ પર વધારે ધૂમ મચાવશે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.