NEWS

કોરોના કાળમાં પુષ્ટિની સુષુપ્ત શક્તિ થઈ ઉજાગર, આ સિદ્ધિ કરી હાંસલ

જામનગરની પુષ્ટિની અનેક સિદ્ધિ હાંસલ કરી જામનગર: કોરોના કાળનો સમય એવો હતો જ્યારે આખું વિશ્વ થંભી ગયું હતું. વાયરસના ડરથી લોકો ઘરની ચાર દિવાલમાં પુરાઈ ગયા હતા. વેપાર-ધંધા કે રોજગાર તમામ વસ્તુઓ ઠપ્પ થઈ ચૂકી હતી. આ સમય એવો હતો જ્યારે લોકો ઘરની ચાર દીવાલની અંદર જ પરિવાર સાથે રહેતા હતા. લોકો પાસે સમય ખૂબ જ હતો પરંતુ કરવા માટે કામ ન હતું. ત્યારે આ સમયનો વેડફાટ કરવો તેના કરતાં તેનો સદુપયોગ કરવાનો વિચાર જામનગરમાં રહેતા એક પરિવારને આવ્યો. બાળકીઓમાં રહેલી સુષુપ્ત શક્તિને બહાર લાવવા માટે પતિ-પત્નીએ ખૂબ મહેનત કરી અને તેના યશ પરિણામ સ્વરૂપે આજે 14 વર્ષની દીકરી ફિલ્મમાં અને જુદી જુદી એડમાં કામ કરીને જામનગરનું નામ રોશન કરી રહી છે. જામનગરમાં રહેતા ભાવેશભાઈ જવાણી અને તેમની પત્ની રચના જવાણીએ તેમની બંને દીકરીઓને કોરોનાકાળ દરમિયાન ભરતનાટ્યમ, અલગ અલગ ભાષા શીખવી, પેઇન્ટિંગ કળા શીખવા ઓનલાઇન ક્લાસ કરાવ્યા હતા. જે કામને આજે સફળતાની પાંખ ફૂટી છે. કારણ કે ભાવેશભાઈની મોટી દીકરી પુષ્ટિએ હાલમાં જ વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીના એક પ્રોજેક્ટમાં કામ કર્યું છે. સાથે અનેક એડના ઓર્ડર પણ મળી રહ્યા છે. આ સિદ્ધિ બદલ દીકરીએ જામનગરનું અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. જામનગરમાં રહેતી પુષ્ટિ જવાણીએ જણાવ્યું હતું કે, “અમારા પરિવારમાં મારા માતા-પિતાએ કોરોનાકાળ સમયગાળા દરમિયાન અમારામાં રહેલ સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા માટે મોબાઈલનો અને ટીવીનો ઉપયોગ કરવાની સંપૂર્ણ મનાઈ ફરમાવી દીધી હતી. મને ભરતનાટ્યમ જેવા શાસ્ત્રીય સંગીત અને અન્ય ભાષા શીખવાનો શોખ હોવાથી મારા પિતાએ મને ઓનલાઈન ક્લાસ કરાવી ભરતનાટ્યમ શીખવામાં મદદ કરી હતી. પરિણામે હું ભરતનાટ્યમમાં નિપુણ બની છું અને આ આવડતના ભાગરૂપે અનેક ફિલ્મમાં કામ કરવાનો મોકો પણ મળ્યો છે. આ સફળગાથામાં મારા પરિવારજનોમાં ખૂબ સપોર્ટ રહ્યો છે.” દીકરીના પિતા ભાવેશભાઈ જવાણીએ જણાવ્યું કે, “કોરોનાકાળ દરમિયાન કરેલ મહેનતના પરિણામ સ્વરૂપે માત્ર આ સમયમાં જ દીકરીએ ઓનલાઈન અનેક સ્પર્ધામાં ભાગ લીધો હતો અને ટૂંકા ગાળામાં 71 જેટલા જુદી જુદી સંસ્થાઓના સર્ટિફિકેટ મેળવ્યા છે.” None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.