NEWS

BB3 Collection: હોરર-કોમેડી 'ભૂલ ભુલૈયા 3' નું તોફાન, કાર્તિક-વિદ્યાની ફિલ્મએ 3 દિવસમાં કરી છપ્પરફાડ કમાણી

Image Source : INSTAGRAM BB3 Collection: કાર્તિક આર્યન અને તૃપ્તિ ડિમરીની ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 3’ એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. આ ફિલ્મ સિંઘમ અગેનની ફિલ્મ સામે જોરદાર ટક્કર લઇ રહી છે. ‘ભૂલ ભુલૈયા 3’ કાર્તિક આર્યનની કરિયરની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ સાબિત થઇ છે. પહેલાં દિવસે ફિલ્મએ 35.05 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. જ્યારે બીજા અને ત્રીજા દિવસે ફિલ્મએ બોક્સ ઓફિસ પર છપ્પરફાડ કમાણી કરી લીધી છે. તો જાણો ત્રીજા દિવસે કાર્તિક આર્યન અને તૃપ્તિ ડિમરીની ફિલ્મએ કેટલું કલેક્શન કર્યું. આ પણ વાંચો: મલાઈકા અરોરાએ બ્રેકઅપ પછી લીધું આ રીઝોલ્યુશન, નવેમ્બરથી શરૂ કરશે નવું ચેપ્ટર! બીજા દિવસે ‘ભૂલ ભુલૈયા 3’નાં કલેક્શનમાં થોડો ઉછાળો આવ્યો છે. બીજા દિવસે ફિલ્મએ 36.5 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ સાથે બીજા દિવસ પછી ફિલ્મની કમાણી 72 કરોડ સુધી પહોંચી ગઇ હતી. ત્યારપછીનાં દિવસે 72 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઇ હતી. Sacnilkનાં રિપોર્ટ અનુસાર ‘ભૂલ ભુલૈયા 3’ ત્રીજા દિવસે પણ કમાણીનાં મામલે આગળ છે. Sacnilk નાં રિપોર્ટ અનુસાર ત્રીજા દિવસે ફિલ્મએ બોક્સ ઓફિસ પર 33.5 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ત્રીજા દિવસની શરૂઆત કમાણીની સાથે ફિલ્મએ 100 કરોડનો આંકડો પાર કરી દીધો છે. ‘ભૂલ ભુલૈયા 3’ ફ્રેન્ચાઇઝની આ ત્રીજી ફિલ્મને દર્શકોનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે. રિલીઝનાં પહેલાં અઠવાડિયામાં ફિલ્મએ 106 કરોડ રૂપિયાનું શાનદાર કલેક્શન કર્યું છે. કાર્તિક આર્યન અને તૃપ્તિ ડિમરી સ્ટારર ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 3’માં વિદ્યા બાલન, માધુરી દીક્ષિત અને રાજપાલ યાદવ છે. અનીસ બઝમીએ ફિલ્મને ડાયરેક્ટ કરી છે. ભૂલ ભુલૈયાના પહેલા પાર્ટમાં અક્ષય કુમાર લીડ રોલમાં જોવા મળ્યો હતો. ત્યારબાદ બીજા પાર્ટમાં કાર્તિક આર્યન અને કિયારા અડવાણી લીડ રોલમાં જોવા મળ્યા હતા. આ પણ વાંચો: નિમ્રત કૌર સાથેના અફેરની અફવાઓ પર ભડકી સિમી ગ્રેવાલ, અભિષેક બચ્ચનનો કર્યો બચાવ ભૂલ ભુલૈયાનો બીજો પાર્ટ 2022માં રિલીઝ થયો હતો. 20 મે 2022માં રિલીઝ થયેલી ફિલ્મ ભૂલ ભુલૈયાએ કમાણીના મામલામાં કમાલ કરી દીધો હતો. આ ફિલ્મને ડાયરેક્ટર અનીસ બઝમીએ ડાયરેક્ટ કરી હતી. 90 કરોડ રૂપિયામાં બનેલી આ ફિલ્મે 263 કરોડ રૂપિયાની કમાણી કરીને ફેન્સને ચોંકાવી દીધા હતા. જોકે હવે જોવાનું એ રહ્યું કે સિંઘમ અગેન અને ભૂલ ભુલૈયા 3માં કઈ મુવી વધારે કમાણી કરી શકે છે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.