NEWS

પાણીની ટાંકીમાં આ લાકડાનો ટુકડો નાખી દો, સાફ કરવાની ઝંઝટમાંથી છૂટકારો મળી જશે

અંદરથી પણ ચોખ્ખી રહેશે. Benefits of putting jamun wood in water tank: દરેક લોકોનાં ઘરમાં પાણીનો વપરાશ થતો હોય છે. પરંતુ વાત કરવામાં આવે તો અનેક જગ્યાએ પાણીની છૂટ હોતી નથી. પાણી છૂટ ના હોય તો અનેક તકલીફો પડે છે. આ માટે દરેક વ્યક્તિએ જરૂર મુજબ પાણીનો ઉપયોગ કરવો જોઇએ. આમ, પાણીનાં સ્ટોરેજ માટે ટાંકીનો ઉપયોગ કરવામાં આવે છે. પાણીનો વપરાશ દરરોજ કરવાને કારણે ટાંકીને સાફ રાખવી ખૂબ જરૂરી છે, નહીં તો પાણીમાં બેક્ટેરિયા, જીવાત જેવી વસ્તુઓ પડવા લાગે છે. આ સાથે પાણી ગંદુ થઇ જાય છે. પરંતુ તમે આ ટ્રિક અજમાવશો તો ટાંકી અંદરથી સાફ રહેશે અને પાણી પણ ગંદુ નહીં થાય. આ પણ વાંચો: મીઠા લીમડાનાં પાનનો જ્યૂસ પીવાથી ઉતરી જાય છે વજન, જાણો ગજબનાં ફાયદાઓ ટાંકીની પાણીને સાફ રાખવી ખૂબ જરૂરી છે. આ માટે તમે જાંબુની લાકડીનો ટુકડો ટાંકીમાં નાખી શકો છો. આ પાણીને ક્લીન કરવાનું કામ કરે છે. આ ટ્રિક સોશિયલ મિડીયામાં પણ વાયરલ થઇ હતી. જાંબુની લાકડી મજબૂત હોય છે જે ક્યારેય સડતી નથી. આમ, તમે પાણીની ટાંકીમાં એક ટુકડો નાખી દો છો તો અઢળક ફાયદાઓ થાય છે. તો જાણો આ વિશે વધુમાં. જાંબુની લાકડી એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણોથી ભરપૂર હોય છે. પાણીની ટાંકીમાં જાંબુની લાકડી નાખવાથી એમાં રહેલાં બેક્ટેરિયા નાશ થઇ જાય છે. લાકડીમાં મળતા ફાઇટોકેમિકલ્સ પાણીની અંદરનાં બેક્ટેરિયાને નષ્ટ કરવાનું કામ કરે છે. આ પણ વાંચો: ફાટેલા હોઠ પર આ તેલ લગાવો, સ્કિન માખણ જેવી સુંવાળી થઇ જશે પાણીની ટાંકી તમે નિયમિત સાફ કરતા નથી તો એમાં લીલ જામી જાય છે. આ કારણે પાણીની ક્વોલિટી ખરાબ થાય છે. આમ તમે પાણીની ટાંકીમાં જાંબુની લાકડી નાખો છો તો લીલ અને શેવાળમાંથી છૂટકારો મળી જશે. આમ, કરવાથી ટાંકી લાંબા સમય સુધી ક્લિન રહેશે. જાંબુની લાકડીમાં અનેક પ્રકારનાં મિનરલ્સ અને પોષક તત્વો હોય છે. આમ, જ્યારે તમે જાંબુની લાકડી પાણીની ટાંકીમાં નાખો છો ત્યારે એમાંથી પાણીને એકસ્ટ્રા મિનરલ્સ મળે છે. આ કારણે પાણીનું ટીડીએસ બેલેન્સમાં રહે છે. (નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે. ગુજરાતી ન્યૂઝ18 આની કોઇ પુષ્ટિ કરતુ નથી.) None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.