NEWS

માતા બની 'ગોપી વહુ', લગ્નના બે વર્ષ બાદ દેવોલીના ભટ્ટાચાર્જીએ દીકરાને આપ્યો જન્મ, ફેન્સ સાથે શેર કરી GOOD NEWS

ટીવી એક્ટ્રેસ દેવોલીના ભટ્ટાચાર્જીનું ઘર કિલકારીથી ગૂંજી ઉઠ્યું છે. એક્ટ્રેસ માતા બની ગઈ છે. ટીવીની ફેવરિટ ‘‘ગોપી વહુ’‘એ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ગુડ ન્યૂઝ ફેન્સ સાથે શેર કરી છે. દેવોલીના ભટ્ટાચાર્જીએ દીકરાને જન્મ આપ્યો છે. બુધવાર એટલે 18 ડિસેમ્બરે એક્ટ્રેસે પતિ શાહનવાઝ શેખ સાથે પોતાના પહેલા બાળકનું સ્વાગત કર્યું છે. આજે તેણે એક વીડિયો સાથે પોતાના બાળકના જન્મની અનાઉન્સમેન્ટ કરી છે. એક્ટ્રેસે એક ક્યૂટ પોસ્ટ કરીને ફેન્સ સાથે આ ખુશી શેર કરી છે. તેણે સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટના કેપ્શનમાં લખ્યું, ‘‘હેલો વર્લ્ડ, અમારો લિટલ એન્જલ બોય અમારી સાથે છે. 18.12.24’’. એક્ટ્રેસની આ પોસ્ટ પર ઇન્ડસ્ટ્રીના તેના મિત્રો અને ફેન્સે દિલથી પ્રેમ લૂંટાવ્યો છે. આ પણ વાંચો: સલમાન-સની દેઓલની ફિલ્મ રિજેકટ કરીને ઘર-સંસાર માંડ્યો, એક નિર્ણયથી બરબાદ થઈ કારકિર્દી, આજે પણ છે પસ્તાવો લોકોએ અભિનંદન પાઠવ્યા એક્ટ્રેસ દેવોલીનાને અભિનંદન આપતા સુપ્રિયાએ લખ્યું કે, ‘‘તમારા બંનેને ખૂબ ખૂબ અભિનંદન અને નાના બાળકને ખૂબ પ્રેમ.’’ દેવોલીનાનો ફ્રેન્ડ એક્ટર પારસ છાબરા, આરતી સિંહ, રાજીવ અડાતિયાએ પણ ‘ગોપી બહુ’ને અભિનંદન પાઠવ્યા છે. દેવોલીનાની પોસ્ટ પર કોમેન્ટ કરીને ફેન્સે પણ ભરપૂર પ્રેમ વરસાવ્યો છે. 2022માં થયા હતા લગ્ન દેવોલીનાએ તેના જીમ ટ્રેનર શાહનવાઝ શેખ સાથે ડિસેમ્બર 2022માં લગ્ન કર્યા હતા. આ કપલે કોર્ટ મેરેજ કર્યા હતા, જેમાં માત્ર તેમના પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ હાજર રહ્યા હતા. આ વર્ષે ઓગસ્ટમાં ‘સાથ નિભાના સાથિયા’ એક્ટ્રેસે પ્રેગ્નન્સીની અનાઉન્સમેન્ટ કરી હતી. એક સુંદર ફોટોમાં એક્ટ્રેસ તેના હાથમાં સફેદ ટી-શર્ટ પકડેલી જોવા મળી હતી. તેણે એમ પણ લખ્યું કે, ‘‘હવે તમે પૂછવાનું બંધ કરી શકો છો.’’ None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.