NEWS

શાહરુખ ખાને છોડ્યું સ્મોકિંગ, એક દિવસમાં પીતો હતો 100 સિગારેટ, જાણો કેવી રીતે છોડી લત

Image Source : INSTAGRAM Shah rukh khan quit smoking: બોલિવૂડ સુપરસ્ટાર શાહરુખ ખાને શનિવારના રોજ એટલે કે 2 નવેમ્બર મુંબઈના બ્રાન્ડ્રા સ્થિત ગંધર્વ રંગ મંદિર હોલમાં એમના પ્રસંશકોની સાથે 59મો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. જ્યાં શાહરુખ ખાને લાઈફ સાથે જોડાયેલા અનેક કિસ્સાઓ શેર કર્યા હતા. આ ઈવેન્ટમાં શાહરુખ ખાનને એની જિંદગી સાથે જોડાયેલા અનેક સવાલો કરવામાં આવ્યા હતા. જોકે લેટેસ્ટમાં કિંગ ખાને ‘મીટ એન્ડ ગ્રીટ’ પ્રોગ્રામમાંથી ફેન્સને જણાવ્યું કે સ્મોકિંગ કેવી રીતે છોડ્યું. શાહરુખ ખાને એના જન્મદિવસના દિવસે ફેન્સને ખુશખબરી આપી અને જણાવ્યું કે હવે સ્મોકિંગ છોડી દીધું છે. આ પણ વાંચો: હોરર-કોમેડી ‘ભૂલ ભુલૈયા 3’ બોક્સ ઓફિસ પર હિટ રહી, જાણો 3 દિવસમાં કેટલું કલેક્શન કર્યું ‘મીટ એન્ડ ગ્રીટ’ પ્રોગ્રામમાં શાહરુખ ખાને એના જીવનને લગતી અનેક સારી બાબતોની વાત કરી. આ ઈવેન્ટમાં ખુલાસો કર્યો કે શાહરુખ ખાને સ્મોકિંગ છોડી દીધું છે. શાહરુખ ખાન ફેન્સની સાથે વાત કરતા કહ્યું કે, ‘‘એક સારી વાત એ છે કે હવે હું સ્મોકિંગ નહીં કરું.’’ આ સાથે કિંગ ખાને વધુમાં જણાવ્યું કે, ‘‘શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. આ કારણે સિગારેટ છોડવાનો નિર્ણય કર્યો.’’ આ સાંભળીને ઈવેન્ટમાં લોકો તાળીઓ વગાડવા લાગ્યા. જોકે શાહરુખ ખાને એ પણ ખુલાસો કર્યો કે આજના આ દિવસોમાં પણ શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. “I am not smoking anymore guys.” - SRK at the #SRKDay event ❤️❤️ #HappyBirthdaySRK #SRK59 #King #ShahRukhKhan pic.twitter.com/b388Fbkyc4 સોશિયલ મીડિયા પર શાહરુખ ખાનનો આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ત્યારબાદ કિંગ ખાનના લોકો વખાણ કરી રહ્યા છે. વીડિયોમાં શાહરુખ ખાને કહ્યું કે, ‘‘એક સારી વાત છે…હું હવે સ્મોક નહીં કરું દોસ્ત.’’ શાહરુખ ખાને વર્ષ 2011માં ઈન્ડિયા ટુડેને આપેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે મને કેફીન અને સિગારેટની લત લાગી ગઈ હતી. વાતચીત દરમિયાન કિંગ ખાને કહ્યું હતું કે, ‘‘એક દિવસમાં 100 કરતા વધારે સિગારેટ પીતો હતો. હું જમવાનું પણ ભૂલી જતો હતો. એક દિવસમાં 30 કપ બ્લેક કોફી પી જતો હતો. આ કારણે મને ઉંઘ આવતી નહોતી.’’. આમ શાહરુખ ખાને પણ મજબૂત મનોબળ સાથે જ સ્મોકિંગની લત છોડી હશે. આ પણ વાંચો: મલાઈકા અરોરાએ બ્રેકઅપ પછી લીધું આ રીઝોલ્યુશન, નવેમ્બરથી શરૂ કરશે નવું ચેપ્ટર! વર્કફ્રન્ટની વાત કરીએ તો શાહરુખ ખાન જલ્દી ફિલ્મ ‘કિંગ’માં જોવા મળશે. રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મમાં શાહરુખ ખાનની સાથે સુહાના પણ જોવા મળશે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.