NEWS

ચટણી બનાવો ત્યારે ખાસ એડ કરજો આ વસ્તુ, કલર અને સ્વાદ મસ્ત આવશે, જલદી ખરાબ પણ નહીં થાય

Image: Canva Kitchen Hacks: જમવાની થાળીમાં કોઈ ચટણી આપે તો ખાવાની મજા ડબલ થઈ જાય છે. ચટણી ભોજનનો સ્વાદ વધારવાનું કામ કરે છે. ચટણીમાં પણ તમને અનેક પ્રકારની વેરાયટી જોવા મળે છે. પરંતુ ચટણીનો સ્વાદ સારો ના હોય તો ખાવાની મજા આવતી નથી. આ સાથે કલર પણ સારો હોવો જરૂરી છે. તો આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ વિશે જણાવીશું જેની મદદથી તમે ચટણીને સુપર ટેસ્ટી બનાવી શકો છો. આ સાથે કલર પણ મસ્ત આવશે. ચટણીનો સ્વાદ વધારવા માટેની સૌથી સારી રીતે એ છે કે એમાં ચપટી ખાંડ મિક્સ કરો. ખાંડ મિક્સ કરવાથી સ્વાદ અને કલર બંને સારો આવે છે. ખાંડ ચટણીનાં સ્વાદને સંતુલિત કરવાનું કામ કરે છે. આ સાથે નોર્મલ મીઠાશ પણ લાવે છે. આ ચટણી ખાવાની પણ મજા આવે છે. ખાસ કરીને આંબલી, ફુદીના જેવી ચટણીમાં ખાંડ નાખવાનું ભૂલશો નહીં. આ પણ વાંચો: ક્રિસ્પી ફરસી પુરી બનાવવા નોંધી લો આ રીત, ચા સાથે ખાવાની મજા આવશે લીંબુનાં રસથી ચટણીની ફ્લેવર વધારીને તમે ચટપટી બનાવી શકો છો. આ સ્પાઇસી સ્વાદ આપે છે. આ સિવાય ચટણીમાં લીંબુનો યુઝ તમે કરો છો તો કલર પણ સારો આવે છે. લીંબુનો રસ અને મીઠું ચટણીમાં મિક્સ કરો છો તો શ્યામ પણ નહીં પડે. આ એક પ્રિઝર્વેટિવ્સનું કામ કરે છે. આ ચટણીની સેલ્ફ લાઈફ વધારવાનું કામ કરે છે. ચટણીનો સ્વાદ વધારવા માટે તમે રોસ્ટેડ જીરું નાખી શકો છો. આ ચટણીને સ્મોકી ફ્લેવર આપે છે. આ પણ વાંચો: લસણ-ડુંગળી વગર ઘરે બનાવો સુપર ટેસ્ટી કઢી, ઘરનાં લોકો ખાતા રહી જશે તમે ચટણીને લાંબા સમય સુધી સ્ટોર કરવા ઈચ્છો છો તો એમાં તેલ મિક્સ કરો. તેલ મિક્સ કરવાથી સ્મેલ નહીં આવે. આ માટે તમે સરસિયાનું તેલ, જૈતુનનું તેલ તેમજ રિફાઇન્ડ તેલનો ઉપયોગ કરી શકો છો. આ ઉપાય કરવાથી ચટણીને તમે લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો. મીઠું ચટણીને લાંબા સમય સુધી ફ્રેશ રાખવાનું કામ કરે છે. આ ચટણીની સેલ્ફ લાઈફને વધારવાનું કામ કરે છે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.