NEWS

ફટકાડા ફોડવા બાબતે 2 બબાલ, અમદાવાદમાં કાયદો વ્યવસ્થાની સ્થિતી કથળી

અમદાવાદ: શહેરના ઇસનપુર વિસ્તારમાં ત્રણ શખ્સોએ ફટાકડા ફોડવા બાબતે બે યુવકોને લાકડીથી ફટકારી કિન્નરના ઘરના છાપરા તોડી નાખ્યા હતા. કિન્નરના ઘર આગળ બંને યુવકો ફટાકડા ફોડતા હોવાથી પાડોશી ત્રણ શખ્સોએ ઝઘડો કર્યો હતો. આ અંગે કિન્નરે ત્રણેય શખ્સો સામે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે. ઇસનપુરમાં રહેતા સંજનાદે પાવૈયા યજમાનવૃતિ કરે છે. ગત 1 નવેમ્બરે તેઓ ખાડિયામાં ફટાકડા લેવા ગયા હતા ત્યારે તેમના ઘર પાસે રિક્ષા ડ્રાઇવર આકિબ, તેનો મિત્ર ઇમ્તીયાઝ ફટાકડા ફોડતા હતા. જેથી પાડોશી સંજય, વિશાલ અને મેહુલે ઝઘડો કર્યો હતો. બાદમાં ત્રણેય શખ્સોએ બંને યુવકોને લાકડીઓ માથામાં મારતા લોહિ નીકળવા લાગ્યુ હતુ. આટલું જ નહિ ત્રણેય શખ્સોએ સંજનાદેના મકાનના છાપરા પણ ત્રણેય શખ્સોએ તોડી નાખ્યા હતા. આ પણ વાંચો: બુટેલગરની ગાડી રોકતી વખતે PSIનું મોત, સુરેન્દ્રનગરના દસાડા નજીક દુ:ખદ ઘટના બૂમાબૂમ થતા આસપાસના લોકો આવી જતા ત્રણેય શખ્સો ત્યાંથી જતા રહ્યા હતા. તેમજ ઇજાગ્રસ્ત બંને યુવકો સારવારઅર્થે હોસ્પિટલ પહોચ્યા હતા. જે બાદ આકિબે સંજનાદેને ફોન કરીને સમગ્ર હકીકત જણાવી હતી. આ અંગે સંજનાદેએ ત્રણેય શખ્સો સામે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે. ત્યારે બીજી બાજુ અમરાઈવાડી માં રઉફની ચાલીમાં રહેતા બે યુવકો પાડોશીના ઘરના ઓટલા પર ફટાકડા ફોડતા પાડોશીએ આગળ જઈને ફટાકડા ફોડવાનું કહ્યું હતું.બસ આટલી જ વાતમાં બંને યુવકોએ ઝઘડો કરીને લોખંડના પંચ વડે હુમલો કરીને યુવક અને તેની માતાને ઢોર માર મારતા આ મામલે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં બે યુવક સામે ગુનો નોંધાયો છે. અમરાઈવાડીમાં રુઉફની ચાલીમાં રહેતા નરેશ ભાઈ ઉર્ફે ભોલો જાદવ (ઉ,38) ગત ૩ નવેમ્બરના સાંજના સમયે ચાલીમાં રહેતા બે યુવકો નરેશ ભાઈના ઘર પાસે ફટકડા ફોડી રહ્યા હતા. ત્યારે નરેશ ભાઈએ થોડા આગળ જઈને ફટકડા ફોડો તેવું કહેતા બંને યુવકો ઉશ્કેરાઈ ગયા અને ઝઘડો કરવા લાગ્યા હતા. આ પણ વાંચો: ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય: દુષ્કર્મ પીડિતાને 17 અઠવાડીયાના ગર્ભને ગર્ભપાત કરવાની મંજૂરી આપી ચાલીના બંને યુવકોને ગાળો નહી બોલવા અને ઝઘડો નહી કરવાનું કહેતા નરેશ ભાઈને મોઢાના ભાગે લોખંડનો પંચ વડે ફેંટ મારી દીધી હતી. લોખંડનો પંચ વાગતા નરેશ ભીના મોઢાના ભાગેથી લોહી નીકળવા લાગતા બુમાબુમ થતા તેમની માતા પણ આવી ગયા હતા. આ સમયે બંને આરોપી યુવકોએ નરેશ ભાઈને માતાને પણ લાકડાના ડંડા વડે ઢોર માર મારીને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યા હતા. ઉલ્લેખનીય થે કે આ ઘટના દરમિયાન ચાલીના આસપાસના અન્ય લોકો ભેગા થઇ જતા મામલો થાળે પડાવ્યો હતો. ત્યારબાદ ઘાયલ માતા અને દીકરાને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં આગળ નરેશ ભાઈએ સારવાર લીધા બાદ જીગર ચૌહાણ અને યુવરાજ ચૌહાણ વિરુદ્ધ અમરાઈવાડી પોલીસમાં ફરિયાદ નોંધાવતા બંને વિરુદ્ધ પોલીસ ગુનો નોંધ્યો છે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.