NEWS

કલાકારની કલાને સલામ! હવામાં તરતી રંગોળી બની આકર્ષણનું કેન્દ્ર, જુઓ VIDEO

સ્વસ્તિક રંગોળી ગ્રૂપના 16 કલાકારો દ્વારા 14 રંગોળીઓ તૈયા૨ કરાઇ છે. વડોદરા: દેશ અને ગુજરાતના ગૌરવ સમા C-295 વિમાનો વડોદરામાં વધુ એકવાર કલાકારની કલાને લીધે ચર્ચાનો વિષય બની રહ્યાં છે. કીર્તિ મંદિરમાં આર્ટિસ્ટ રાજેન્દ્ર દિંડોરકરે હવામાં અધ્ધર ચકરાવા લેતી રંગોળી તૈયાર કરી છે. ડિફેન્સના કાર્ગો C-295 ના મોડેલની આ રંગોળી મુલાકાતીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. વડોદરા શહેરના સ્વસ્તિક રંગોળી ગ્રુપના 16 કલાકારો દ્વારા 14 રંગોળીઓ તૈયાર કરાઈ છે. આ રંગોળીઓમાં માતૃપ્રેમ, વૃદ્ધાવસ્થાની માનસિક મનોવેદના, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુરલીધર માંડીને AI જનરેટેડ મોડેલ જેવા વિષયોની આકર્ષક અને કંઈક અંશે પેઇન્ટિંગ્સને પણ શરમાવે તેવી રંગોળીઓનો સમાવેશ થાય છે. સ્વસ્તિક રંગોળી ગ્રુપ દ્વારા 56મું રંગોળી પ્રદર્શન આ રંગોળી પ્રદર્શનની બીજી એક વિશેષતા એ છે કે, આ 56મું વર્ષ છે જે ગુજરાતમાં અવિરત યોજાય છે. આ રીતે દિવાળીના પર્વે ગુજરાતમાં 5 દાયકાથી યોજાતું સંભવતઃ રાજ્યનું એક માત્ર રંગોળી પ્રદર્શન હશે. કોરોના સમયમાં પણ આ કલાકારોએ એક સાથે પોતાના ઘરે રંગોળીઓ તૈયાર કરી હતી અને તેનો સોશિયલ મીડિયાના માધ્યમથી સ્વસ્તિક રંગોળી ગ્રુપના નામે શહેરીજનોને આસ્વાદ કરાવ્યો હતો. આ વિશે વાત કરતાં આયોજક અને સિનિયર રંગોળી આર્ટિસ્ટ રાજેન્દ્ર દિંડોરકરે જણાવ્યું હતું કે, 14 વર્ષ પહેલા પાણીમાં રંગોળી તૈયાર કરી ત્યારથી લોકો દર વર્ષે રંગોળીમાં કંઈક નવો પ્રયોગ ‘આ વર્ષે શું કરી રહ્યા છો’ તેવો સવાલ પૂછતા હોય છે. આ માટે અમે પણ રંગોળી આર્ટિસ્ટ તરીકે લોકોની જિજ્ઞાસા અને ઉત્તેજનાને અનુરૂપ કંઈક નવું કરવા પ્રેરિત થઈએ છીએ. આ જ બાબતને ધ્યાનમાં રાખીને આ વર્ષે સાંપ્રત ચર્ચામાં C-295 વિમાનને વિષય રાખીને રંગોળી કરી છે. 81 ચોરસ ઈંચના ગોળાકારમાં ‘રંગોળી’ C-295 ના મોડેલ રંગોળી માટે એક પ્લેટ તૈયાર કરાઈ છે. આ પ્લેટ હવામાં અધ્ધર છે, જે સતત ગોળાકારે ઘૂમે છે. આ પ્લેટ પર C-295 ની રંગોળી તૈયાર કરાઈ છે, જે જોનારને હવામાં ચકરાવા લેતુ દેખાય છે. 81 ચોરસ ઈંચમાં ‘રંગોળી’ વિમાન છે. આ વિશે આર્ટિસ્ટને પૂછતાં તેમણે કહ્યું કે, આ રંગોળી એક જાદુ જેવી છે. જ્યાં સુધી તેનું રહસ્ય છે, ત્યાં સુધી તેને જોનારા માણી શકશે. પાણી પરની રંગોળી વિશે તેમણે કહ્યું કે, એક વિશેષ પાઉડરને પાણી પર પહેલા છાંટયા બાદ તેના પર રંગોળીના રંગથી રંગોળી બનાવવામાં આવે છે. તથા આ રંગોળીમાં આજકાલના વૃદ્ધોની વેદના અને ઘૂઘવાટને આર્ટિસ્ટે તેના ચહેરાના રોષભર્યા હાવભાવથી આવરી છે. રંગોળીમાં ફ્રેમ સાથેના મૂવેબલ હાથથી વૃદ્ધ એવું કહેવા માગે છે કે, અમારી સ્થિતિને કોઈ ફ્રેમમાં જકડશો નહીં. આ પ્રદર્શનમાં શહેરના જાણીતા કલાકારો રાજેન્દ્ર દિંડોરકર, રાજુ ચૌહાણ, અભય ગડકરી, પ્રકાશ લોખંડે, અરુણ દિંડોરકર, મહેન્દ્રસિંહ દેવધરા, વિરેન્દ્રસિંહ રાઠોડ, સૃજન દિંડોરકર, યશ લોખંડે, રાજેશ રાઠવા, આકાશ પ્રજાપતિ, શક્તિ પવાર અને દેવાંગ મિસ્ત્રી દ્વારા જુદા જુદા વિષયો પર રંગોળી ચિત્રો બનાવવામાં આવી છે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.