NEWS

Heart Attack : સામાન્ય હાર્ટ ડિસીઝ અને શું છે તેના લક્ષણો, જાણી લેજો તમામ માહિતી

Heart Attack : હૃદય રોગ (Heart Attack)ના ઘણા પ્રકારો છે અને દરેકના પોતાના લક્ષણો (Symptoms) અને સારવાર (Treatment) પણ છે. કેટલાક લોકો માટે જીવનશૈલીમાં ફેરફાર અને દવા સ્વાસ્થ્યને સુધારવામાં ઘણો ફરક લાવી શકે છે. અન્ય લોકો માટે ટિકરને ફરીથી સારી રીતે કામ કરવા માટે સર્જરીની જરૂર પડી શકે છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં દર વર્ષે હૃદયરોગના કારણે લગભગ 630,000 મૃત્યુ થાય છે. દર 40 સેકન્ડે ઓછામાં ઓછા એક વ્યક્તિને હૃદયરોગનો હુમલો આવે છે, અને દર મિનિટે ઓછામાં ઓછી એક વ્યક્તિ હૃદય સંબંધિત પરિસ્થિતિઓથી મૃત્યુ પામે છે. તો ચાલો જાણીએ હૃદયરોગના કેટલાક સામાન્ય પ્રકારો (Types of common Heart Disease) અને તેમને કેવી રીતે અટકાવવા તેમજ તેમની સારવાર કેવી રીતે કરવામાં આવે છે. કોરોનરી આર્ટરી ડિસીઝ (CAD) આ એક ખૂબ જ સામાન્ય હાર્ટ પ્રોબ્લેમ છે. CADમાં તમને તમારી કોરોનરી ધમનીઓમાં બ્લોકેજ થઈ શકે છે, જે તમારા હૃદયને લોહી પહોંચાડતી વાહિનીઓ છે. તે તમારા હૃદયના સ્નાયુમાં લોહીના પ્રવાહમાં ઘટાડો કરી શકે છે, જેથી તેને જરૂરી ઓક્સિજન મેળવવામાં અડચણ પેદા થાય છે. આ રોગ સામાન્ય રીતે એથરોસ્ક્લેરોસિસના પરિણામે શરૂ થાય છે. આ પણ વાંચો: આ ફળો અને શાકભાજીમાં ભરપૂર પ્રમાણમાં મળે છે વિટામિન K, શરીરને રાખશે તંદુરસ્ત કોરોનરી હાર્ટ ડિસીઝના કારણે તમને છાતીમાં દુખાવો થઈ શકે છે, જેને એન્જેના કહેવાય છે, જે હાર્ટ એટેક માટે જવાબદાર બને છે. કેટલીક બાબતો જે તમને કોરોનરી આર્ટરી ડિસીઝના કારણે ઊંચા જોખમમાં મૂકી શકે છે: ઉંમર (પુરુષો માટે, 55 વર્ષની ઉંમર પછી હૃદય રોગનું જોખમ વધે છે; સ્ત્રીઓ માટે, મેનોપોઝ પછી જોખમ ઝડપથી વધે છે.) નિષ્ક્રિય જીવન હોવું. ડાયાબિટીસ અથવા મેટાબોલિક સિન્ડ્રોમ હોવું કોરોનરી હૃદય રોગનો કૌટુંબિક ઇતિહાસ જિનેટિક્સ હાઈ બ્લડ પ્રેશર એલડીએલ “ખરાબ” કોલેસ્ટ્રોલનું ઉચ્ચ સ્તર અથવા એચડીએલ “સારા” કોલેસ્ટ્રોલનું નીચું સ્તર સ્થૂળતા ધૂમ્રપાન તણાવ હાર્ટ એરિથમિયા જ્યારે તમને એરિથમિયા હોય, ત્યારે તમારા હૃદયમાં ધબકારાની પેટર્ન અનિયમિત થઈ જાય છે. ગંભીર એરિથમિયા ઘણીવાર હૃદયની અન્ય સમસ્યાઓના કારણે પણ વિકસે છે. જોકે, તે પોતાની મેળે પણ થઈ શકે છે. આ પણ વાંચો: એનિમિયાની સારવાર માટે ઘરેલુ ઉપચાર, આટલું કરવાથી દૂર ભાગશે સમસ્યા હાર્ટ ફેલ્યોર હાર્ટ ફેલ્યોરની સ્થિતિમાં તમારું હૃદય તમારા શરીરની જરૂરિયાતોને પહોંચી વળવા જોઈએ તેટલું લોહી પંપ કરતું નથી. તે સામાન્ય રીતે કોરોનરી ધમની બિમારીને કારણે થાય છે, પરંતુ તે થાઇરોઇડ, હાઈ બ્લડ પ્રેશર, હૃદય સ્નાયુ રોગ (કાર્ડિયોમાયોપથી) અથવા અમુક અન્ય સ્થિતિઓના કારણે પણ થઈ શકે છે. હાર્ટ વાલ્વ ડિસીઝ આપણા હૃદયમાં ચાર વાલ્વ આવેલા છે, જે આપણા હૃદયના ચાર ચેમ્બર્સ, ફેફસાં અને રક્તવાહિનીઓ વચ્ચે લોહીના પ્રવાહને જાળવી રાખવી બંધ થાય છે અને ખુલે છે. જ્યારે તેમાં કોઈ પણ અસાધારણતા વાલ્વને યોગ્ય રીતે ખોલવા અને બંધ થવાનું મુશ્કેલ બનાવી શકે છે. જ્યારે આવું થાય છે, ત્યારે તમારો રક્ત પ્રવાહ અવરોધિત થઈ શકે છે અથવા રક્ત લીક થઈ શકે છે. તમારો વાલ્વ યોગ્ય રીતે ખૂલી અને બંધ ન થઈ શકે તેવું બની શકે છે. હૃદયના વાલ્વની સમસ્યાઓના કારણોમાં સંધિવા, તાવ, જન્મજાત હૃદય રોગ, હાઈ બ્લડ પ્રેશર, કોરોનરી આર્ટરી ડિસીઝ જવાબદાર બને છે. જે ક્યારેક હૃદયરોગના હુમલાનું કારણ પણ બની શકે છે. પેરીકાર્ડિયલ ડિસીઝ પેરીકાર્ડિયમની કોઈપણ સમસ્યા જે તમારા હૃદયને અસર કરે છે, તેને પેરીકાર્ડિયલ ડિસીઝ કહેવાય છે. પેરીકાર્ડાઈટિસ અથવા પેરીકાર્ડિયમ ઇન્ફ્લેમેશન એ સૌથી સામાન્ય ડિસીઝ પૈકી એક છે. આ પણ વાંચો: તમારા શરીરમાં પણ સર્જાઈ શકે છે આ વિટામિનોની ઉણપ, જાણો કયા કયા વિટામિન છે સામેલ તે સામાન્ય રીતે વાઇરસનો ચેપ, લ્યુપસ અથવા રુમેટોઇડ જેવા રોગો અથવા તમારા પેરીકાર્ડિયમમાં ઇજાને કારણે થાય છે. ઘણી વખત આ કિસ્સાઓમાં ઓપન હાર્ટ સર્જરી કરવામાં આવે છે. કાર્ડિયોમાયોપથી (હાર્ટ મસલ ડિસીઝ) કાર્ડિયોમાયોપથી એ તમારા હૃદયના સ્નાયુ અથવા મ્યોકાર્ડિયમનો રોગ છે. તે ખેંચાઈ જાય છે, જાડું થઈ જાય છે અથવા સખત થઈ જાય છે. તમારું હૃદય સારી રીતે પંપ કરવા માટે ખૂબ નબળું પડી શકે છે. આ ડિસીઝ માટે વારસાગત હૃદયની સ્થિતિ, અમુક દવાઓ કે ટોક્સિન (જેમ કે આલ્કોહોલ) અને વાઇરસનું ઇન્ફેક્શન જવાબદાર કારણો બની શકે છે. કેટલીકવાર, કીમોથેરાપી કાર્ડિયોમાયોપથીનું કારણ બને છે. ઘણી વખત, ડોકટરો ચોક્કસ કારણ શોધી શકતા નથી. જન્મજાત હૃદય રોગ જન્મજાત હૃદય રોગ ત્યારે થાય છે જ્યારે ગર્ભમાં રહેલા બાળકમાં હૃદય બનતું હોય ત્યારે કંઈક અનિચ્છનીય બને. હૃદયની સમસ્યા ક્યારેક જન્મ પછી તરત જ અનેક સમસ્યાઓ પેદા કરે છે, પરંતુ ક્યારેક તમે પુખ્ત ન બનો ત્યાં સુધી કોઈ લક્ષણો દેખાતા નથી. કેટલાક બાળકોમાં ડક્ટસ આર્ટેરિયોસસ તરીકે ઓળખાતી નાની રક્તવાહિની જન્મ સમયે જેટલી જોઈએ તેટલી બંધ થતી નથી. જ્યારે આવું થાય છે, ત્યારે પલ્મોનરી ધમનીમાં થોડું લોહી લીક થાય છે, જે તમારા હૃદય પર દબાણ લાવે છે. ડોક્ટર આ સમસ્યાની સારવાર ક્યારેક સર્જરી તો અમુક કેસમાં માત્ર દવાઓ દ્વારા કરે છે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.