NEWS

કચરો સમજીને ફેંકતા નહીં! આટલા કામની છે સંતરાની છાલ, સ્કિનથી લઇને વાળ માટે ફાયદાકારક; જાણો ઉપયોગ કરવાની રીત

સંતરાની છાલના અદ્ભુત ફાયદા benefits of orange peels: સામાન્ય રીતે આપણે સંતરાનું જ્યુસ પીએ છીએ અથવા તો તેનો પલ્પ ખાઇએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે સંતરાની છાલ પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે? મોટાભાગે આપણે સંતરાની છાલ ફેંકી દઇએ છીએ, પરંતુ તે આપણા શરીર માટે ઘણા પોષક તત્ત્વોનો ખજાનો છે. ચાલો જાણીએ સંતરાની છાલના અદ્ભુત ફાયદા અને તેને ઉપયોગ કરવાની રીત. એન્ટીઑકિસડન્ટ્સનો ખજાનો સંતરાની છાલમાં એન્ટીઓક્સીડેન્ટ પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ એન્ટીઑકિસડન્ટ્સ શરીરમાં ફ્રી રેડિકલ સામે લડવામાં મદદ કરે છે અને સેલ્સને ડેમેજ થતા અટકાવે છે. આ કેન્સર જેવી ગંભીર બીમારીઓનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે. હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સંતરાની છાલમાં જોવા મળતા ફ્લેવોનોઈડ હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આ ફ્લેવોનોઈડ્સ બેડ કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને ગુડ કોલેસ્ટ્રોલને વધારે છે, જેનાથી હૃદયની બીમારીઓનું જોખમ ઘટાડી શકાય છે. આ પણ વાંચો: માથામાં સફેદ વાળનું નામોનિશાન નહીં રહે! પાણીમાં આ વસ્તુ ઉકાળીને લગાવો, એક-એક વાળ કાળો ભમ્મર થઇ જશે પાચન તંત્ર માટે ફાયદાકારક સંતરાની છાલમાં હાજર ફાઇબર પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તેનાથી કબજિયાત, એસિડિટી અને ગેસ જેવી સમસ્યાઓથી રાહત મળે છે. સ્કિન માટે ફાયદાકારક સંતરાની છાલ સ્કિન માટે પણ ખૂબ જ ફાયદાકારક છે કારણ કે તેમાં એન્ટીઓક્સીડેન્ટ અને વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. તે સ્કિનને સોફ્ટ અને ગ્લોઇંગ બનાવે છે અને ખીલ અને ડાઘને ઘટાડવામાં મદદ કરે છે. સંતરાની છાલવાળી ચા સંતરાની છાલને તડકામાં સૂકવીને પીસી લો. આ પાઉડરને ઉકળતા પાણીમાં ઉમેરીને તમે ટેસ્ટી અને હેલ્ધી ચા બનાવી શકો છો. તે પાચન સુધારવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અસરકારક છે. સ્ક્રબ સંતરાની છાલને પીસીને મધ અથવા દહીં સાથે મિક્સ કરો. તે નેચરલ સ્ક્રબની જેમ કામ કરે છે જે સ્કિનને એક્સ્ફોલિયેટ કરે છે અને તેને ગ્લોઇંગ બનાવે છે. ફેસ પેક સંતરાની છાલને પીસીને તેને દહીં અથવા ચણાના લોટમાં મિક્સ કરીને ફેસ પેક બનાવો. તે ખીલ, ડાઘ અને પિગમેન્ટેશન ઘટાડવામાં મદદ કરી શકે છે. આ પણ વાંચો: Money Plant: મની પ્લાન્ટના પાન પીળા પડવા લાગ્યા છે? ફોલો કરો આ ટિપ્સ, થોડા જ દિવસમાં ફરી લીલોછમ થઇ જશે છોડ વાળ માટે નારંગીની છાલનો પાવડર વાળને સોફ્ટ અને ચમકદાર બનાવવામાં મદદ કરી શકે છે. તમે તેને નારિયેળ તેલમાં મિક્સ કરીને તમારા વાળમાં લગાવી શકો છો. ઘરની સફાઈ નારંગીની છાલને સૂકવીને પીસી લો. આ પાઉડરને પાણીમાં મિક્સ કરીને નેચરલ ક્લીનર બનાવી શકાય છે. તેનો ઉપયોગ સિંક, વાસણો અને અન્ય સપાટીઓને સાફ કરવા માટે થઈ શકે છે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.