NEWS

બટાકાની વાવણી કરવાનો ઉત્તમ સમય કયો? જાણો કૃષિ વૈજ્ઞાનિકે શું કહ્યું

બટાકાની વાવણી માટે વૈજ્ઞાનિકે આપી ખાસ ટિપ્સ બનાસકાંઠા: ગુજરાતના અનેક જિલ્લાઓમાં શિયાળાની શરૂઆત થતા જ મોટા પ્રમાણમાં ખેડૂતો બટાકાનું વાવેતર કરતા હોય છે. પરંતુ ખેડૂતોને યોગ્ય ભલામણ કે માર્ગદર્શન પૂરું ન હોવાના કારણે બટાકાની ખેતી કરતા ખેડૂતોને અનેક પ્રકારના રોગ, જીવાતના પ્રશ્નોથી ખેતીમાં મોટું નુકસાન થતું હોય છે. પરંતુ આ વર્ષે જો ખેડૂતો કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ભલામણ મુજબ બટાકાની ખેતીમાં કાળજી રાખે તો આ વર્ષે ચોક્કસ ખેડૂતો કોઈ પણ રોગ વગર બટાકાની ખેતીમાં બટાકાનું બમ્પર ઉત્પાદન મેળવી શકે છે. ડીસાના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક ડૉક્ટર યોગેશ પવારે બટાકાની ખેતી કરતા ખેડૂતોને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લામાં ગત વર્ષે 55થી 60 હજાર હેક્ટર કરતા વધુ વિસ્તારમાં બટાકાનું વાવેતર ખેડૂતે કર્યું હતું. શિયાળાની શરૂઆત થતાં જ ખેડૂતો બટાકા પાકની ખેતી કરતા હોય છે. જિલ્લાના ખેડૂતો બટાટાની ખેતીમાં સારું અને વધુ ઉત્પાદન કઈ રીતે મેળવી શકે તે માટે ડીસા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક યોગેશ પવારે જણાવ્યું હતું કે, બનાસકાંઠામાં શિયાળાની શરૂઆત થતા મોટા ભાગના ખેડૂતો બટાકાનું વાવેતર કરતા હોય છે. બનાસકાંઠામાં પહેલા ખેડૂતો ખાવાના બટાકાનું વાવેતર વધુ કરતા હતા. પરંતુ હવે ખેડૂતો પ્રોસેસિંગના બટાટાનું મોટા પ્રમાણમાં વાવેતર કરી રહ્યા છે. જો ખેડૂતોએ બટાકા પાકમાં સારું અને વધુ ઉત્પાદન મેળવવું હોય તો ખેડૂતોએ બટાકાનું વાવેતર રાતના સમયે કરવું જોઈએ કારણ કે, રાત્રે 18 થી 22 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેતું હોય છે જે બટાકા માટે અતિ ઉત્તમ માનવામાં આવે છે. બટાકા પાકમાં આવતા રોગ, જીવાતના પ્રશ્નોથી બચવા માટે વાવેતર પહેલા બટાકામાં આંખો ફૂટે તે પહેલા બોરિક એસિડનો છંટકાવ કરવો જોઈએ. જે બાદ આંખો ફૂટ્યા બાદ બટાકાના કટકા કરી તેના પર 1 કિલો મેંકોજેબ પાઉડર અને શંખજીરું પાંચ કિલો મિક્સ કરી 60 કટ્ટા પર એટલે એક હેક્ટરના બિયારણ પર કરવું જોઈએ. ખેડૂતોએ બટાકા પાકમાં પિયત સમયે દ્રાયકોડર અથવા સુડોમોનાનો પ્રતિ એક એકર જમીનમાં લગભગ એક કિલો છંટકાવ કરવો જોઈએ. આવું કરવાથી જમીનમાંથી થતા રોગોને અટકાવી શકાય છે. બટાટામાં હોલ પડવાના પ્રશ્નો મોલક્રિકેટ જીવાતથી થાય છે. બટાકા બેસતાની અવસ્થા હોય ત્યારે એક લિટર કોલોસાઈપ્રનો સાંજના સમયે ઉપયોગ કરવાથી તેમાં આવતી જીવાતને અટકાવી શકાય છે. સાથે બટાકા પાકમાં આવતા ક્રેકના પ્રશ્નોને અટકાવવા કેલ્શિયમ, નાઈટ્રેટ, બોરોનનું છંટકાવ કરવાથી બટાકાની સાઈઝ વધે છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના અધિકારીઓ દ્વારા ખેડૂતોને આ પ્રકારની બટાકા પાકની ખેતી કરવા માટે પણ ભલામણ કરવામાં આવી છે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.