NEWS

Exclusive: રોહિત-વિરાટ માટે બનાવ્યો હતો સિક્રેટ પ્લાન, ભારતને હરાવવા માટે સેન્ટનર અને એઝાજે કોની પાસેથી લીધી હતી ટ્રેનિંગ?

ભારતને હરાવવામાં લંકાના વિભિષણનો હાથ ભારતીય ટીમ સામે સતત લેફ્ટ આર્મ સ્પિનરનો પ્રકોપ જોઈને લોકો જાણવા માંગે છે કે આખરે કેવી રીતે ભારતીય બેટ્સમેનનો શિકાર લેફ્ટ આર્મ સ્પિનર સરળતાથી કરી શકે છે. સ્થિતિ એવી છે કે, છેલ્લા 6 વર્ષથી પોતાના મેદાન પર વિકેટ લેવા વલખા મારી રહેલા એઝાઝ પટેલ ભારતમાં આવીને ભારતીય બેટ્સમેનના કાંડા ખોલી દે છે. વાનખેડેમાં સૌથી વધુ વિકેટ લેનાર વિદેશી બોલર બનવાનો રેકોર્ડ પોતાના નામે કરી ચૂકેલા એઝાજ પટેલે ન્યૂઝ 18ને જણાવ્યું કે, આ વખતે તે કોની સાથે તૈયારી કરીને આવ્યો હતો અને કઈ કઈ ટેક્નિકનો ઉપયોગ કર્યો. એઝાજે જણાવ્યું કે વિરાટ માટે ખાસ રીતે એક ખાસ બોલ પર સેન્ટનર સાથે મળીને કામ કર્યું હતું. જેનો ટીમને ફાયદો થયો. આ પણ વાંચો : વિરાટનો વટ : કિંગ કોહલીના 8 રેકોર્ડ જેને તોડવા લગભગ અશક્ય, આસપાસ પણ નથી કોઈ બેટ્સમેન લંકાના વિભીષણથી હારી ટીમ ઇન્ડિયા એઝાજ પટેલે નેટવર્ક સાથે વાતચીત કરતા ખુલાસો કર્યો તે ચોંકવનારો હતો. એઝાજે જણાવ્યું કે, શ્રીલંકાના ભૂતપૂર્વ સ્પિનર રંગના હેરાથના કારણે તેની બોલિંગમાં નિખાર આવ્યો. ટેસ્ટ ક્રિકેટમાં 400થી વધુ વિકેટ લઈ ચૂકેલા રંગનાએ એઝાજ અને સેન્ટનરને ઘણી ટિપ્સ આપી જેમાં સૌથી મહત્વની ટિપ હતી ઘુમાવદાર પિચ પર સીધો બોલ ફેંકવાની કળા. હેરાથે બોલના શાઇનિંગ પાર્ટનો કેવી રીતે ઉપયોગ કરવો તેના પર કિવી સ્પિનરને ઘણું જ્ઞાન આપ્યું હતું. જેના જોરે વિરાટ, સરફરાજ, ગિલ જેવા બેટ્સમેનોને એઝાજ આઉટ કરી શક્યો. પટેલને યોજના બનાવવી પસંદ છે સતત બોલને યોગ્ય જગ્યાએ નાખવો અને 90 કિમી પ્રતિકલાક ઉપર બોલિંગ કરવા માટે એઝાજે ઘણી પ્રેક્ટિસ કરી. એઝાજ પટેલે જણાવ્યું કે, “3 અલગ અલગ પિચ અને 3 અલગ અલગ મેચ, મને લાગે છે કે અમે સારી રીતે જાણીએ છીએ કે એશિયા જવાના પડકારમાથી એક એ છે કે, પરિસ્થિતિઓ સતત બદલાતી રહે છે અને તમારે અનુકુળ થવું પડે છે.” એઝાજ પટેલે ન્યૂઝીલેન્ડમાં અત્યાર સુધી 3 ટેસ્ટ મેચ રમી છે. પરંતુ તે એક પણ વિકેટ લઈ શક્યો નથી. એઝાજ પટેલ વિદેશમાં 21 ટેસ્ટ મેચ રમી છે અને 29.25ની સરેરાશથી 3.25ની ઇકોનોમીથી 85 વિકેટ લઈ ચૂક્યો છે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.