NEWS

ડીસા માર્કેટ યાર્ડ લાભ પાંચમથી ફરી ધમધમશે, આ જણસીના ખેડૂતોને સારા ભાવ મળવાની આશા

ડીસા માર્કેટયાર્ડ લાભ પાંચમથી શરૂ થશે બનાસકાંઠા: દિવાળી પર્વને લઈને બનાસકાંઠાના વિવિધ માર્કેટયાર્ડમાં વાઘ બારસથી લાભ પાંચમ સુધી 7 દિવસનું મીની વેકેશન જાહેર કરાતું હોય છે. આ મીની વેકેશન બાદ લાભ પાંચમના દિવસે વિવિધ માર્કેટયાર્ડના વેપારીઓએ સારું મુહૂર્ત જોઈને ધંધા-રોજગારની શરૂઆત કરતા હોય છે. ત્યારે આવતી કાલે ડીસા માર્કેટ યાર્ડના વેપારીઓ મુહૂર્ત જોઈ એક સાથે વજન કાંટો ચડાવી નવા વર્ષની શરૂઆત કરશે. ઉલ્લેખનીય છે કે આ સમયે મગફળીની ધૂમ આવક થઈ રહી છે. ઉત્તર ગુજરાતમાં ઊંઝા બાદ સૌથી વધુ જણસીની આવક ધરાવનાર ડીસા માર્કેટિંગ યાર્ડમાં દિવાળી પર્વ પર સાત દિવસનું મીની વેકેશન જાહેર કરાતું હોય છે. અને લાભ પાંચમના દિવસે આ માર્કેટ યાર્ડમાં વર્ષોથી ચાલતી પરંપરા મુજબ તમામ વેપારીઓ એક સાથે વજન કાંટો ચડાવી આખું વર્ષ ખુબ જ સારું જાય તેવું મુહૂર્ત કરી જણસીની ખરીદીની શરૂઆત કરતા હોય છે. ડીસા માર્કેટ યાર્ડમાં છેલ્લા એક મહિનાથી ચોમાસુ મગફળીની ધૂમ આવક નોંધાઈ રહી છે. તેમજ ખેડૂતોને પ્રતિ 20 કિલોના 1100 થી 1450 સુધીના ભાવ મળ્યા હતા. તેમજ અત્યાર સુધી ડીસા માર્કેટ યાર્ડમાં પાંચ લાખ કરતા વધુ મગફળી બોરીની આવક નોંધાઈ ચૂકી છે. મીની વેકેશન બાદ આવતીકાલે લાભ પાંચમથી માર્કેટ યાર્ડ ફરી ધમધમતું થશે. ખેડૂતો પણ સારા ભાવની આશાએ મોટી સંખ્યામાં પોતાની મગફળી લઈ વેચવા માટે ડીસા માર્કેટ યાર્ડમાં આવશે જેથી માર્કેટ યાર્ડ પણ મગફળીની આવકમાં વધારો થશે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.