NEWS

વિશ્વભરના મોટા 'ધનકુબેરો' ક્યાં-ક્યાં રોકે છે રૂપિયા? જોઈ લો આખો પોર્ટફોલિયો

ધનિકો સૌથી વધારે ક્યાં રોકે છે પૈસા? નવી દિલ્હી: વિશ્વભરના ધનિકોની નેટવર્થમાં તાજેતરના વર્ષોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ધનિકોએ ઘણી જગ્યાએ તેમના પૈસા રોક્યા છે. નાઈટ ફ્રેન્ક દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા એક સર્વે મુજબ, ધનિકોએ તેમના પોર્ટફોલિયોના માત્ર 2 ટકા રૂપિયા જ સોનામાં અને એક ટકા રૂપિયા ક્રિપ્ટોકરન્સીમાં રોક્યા છે. 2.5 ટ્રિલિયન ડોલરની એસેટ્સ મેનેજ કરતા 500 વેલ્થ મેનેજરોની વચ્ચે આ સર્વે કરાવવામાં આવ્યો હતો. આ મુજબ, સૌથી ધનિક લોકોએ તેમના સૌથી વધારે રૂપિયા પ્રોપર્ટી, ઈક્વિટી અને બોન્ડ્સમાં રોક્યા છે. આ સર્વે અનુસાર, ધનિકોએ તેમના કુલ પોર્ટફોલિયોનો 32 ટકા ભાગ પ્રાઈમરી અને સેકન્ડરી ઘરો (પ્રાઈમરી અને સેકન્ડરી હોમ્સ) પર રોક્યો છે. પ્રોપર્ટીમાં રોકાણને સારું રોકાણ (Good Investment) માનવામાં આવે છે, કારણ કે તેની કિંમત દર વર્ષે ખૂબ ઝડપથી વધે છે. જે બાદ ઈક્વિટીનો નંબર આવે છે. દેશના ધનિકોએ તેમના પોર્ટફોલિયોનો 18 ટકા ભાગ ઈક્વિટીમાં રોક્યો છે. આ પછી કોમર્શિયલ પ્રોપર્ટીનો નંબર આવે છે. તેમના પોર્ટફોલિયોનો 14 ટકા ભાગ કોમર્શિયલ પ્રોપર્ટીમાં લાગેલો છે. એવી જ રીતે તેમણે તેમના કુલ રોકાણમાંથી 12 ટકા રૂપિયા બોન્ડ્સમાં લગાવ્યા છે. આ પણ વાંચોઃ ગજબ કે’વાય: ‘બટાકા’ના કારણે આ શેરમાં આવી તેજી, એક વર્ષમાં આપ્યું 200 કે 500 નહીં 5000% રિટર્ન ધનિકોએ તેમના પોર્ટફોલિયોનો 6 ટકા ભાગ પ્રાઈવેટ ઈક્વિટી અને વેન્ચર કેપિટલ પર રોક્યો છે. ધનિકોએ કોમર્શિયલ પ્રોપર્ટી ફંડ્સમાં 5 ટકા અને કોમર્શિયલ પ્રોપર્ટી REITsમાં 3 ટકા રૂપિયા રોક્યા છે. સાથે જ તેમણે આર્ટ, કાર કે વાઈન જેવી વસ્તુઓમાં પણ ત્રણ ટકાનું રોકાણ કર્યું છે. સોનાની કિંમતોમાં હાલમાં ખૂબ જ તેજી આવી છે. પરંતુ ધનિકોએ તેમના પોર્ટફોલિયોના માત્ર 2 ટકા રૂપિયા જ સોનામાં રોક્યા છે. બિટકોઈન જેવી ક્રિપ્ટોકરન્સીમાં તેમણે માત્ર એક ટકા રોકાણ કર્યું છે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.