NEWS

મોટાભાગના લોકો નથી જાણતા હળદરવાળું દૂધ બનાવવાની રીત અને પીવાનો સમય, આ 4 વસ્તુઓ નાંખવાથી મળશે વધુ લાભ

ક્યારે પીવું જોઈએ હળદરવાળું દૂધ? Golden Milk: દૂધમાં એક ચમચી હળદર મિક્સ કરીને પીવાથી શરીરને ઘણા લાભ મળે છે. આયુર્વેદ અનુસાર, હળદરવાળું દૂધ ઘણી જૂની બીમારીઓને જડમૂળમાંથી ખતમ કરી શકે છે. આજે પણ ગામડાથી લઈને શહેરોમાં ઈજા થાય તો હળદરવાળું દૂધ પીવામાં આવે છે. જેનાથી દુખાવો ઓછો થાય છે. હળદરવાળા દૂધના ઘણાબધા ફાયદા હોવાના કારણે તેને ‘ગોલ્ડન મિલ્ક’ પણ કહેવાય છે. પરંતુ ઘણા લોકો હળદરવાળું દૂધ બનાવવાની તેમજ તેને પીવાનો યોગ્ય સમય અંગે નથી જાણતા. હળદરવાળા દૂધમાં હળદર ઉપરાંત પણ ઘણી વસ્તુઓ ઉમેરવામાં આવે છે, જેનાથી શરીરને મળતા લાભ વધી જાય છે. સાથે જ ‘ગોલ્ડન મિલ્ક’ પીવાનો સાચો સમય તમારી સમસ્યા પર નિર્ભર કરે છે. ક્યારે પીવું જોઈએ હળદરવાળું દૂધ? આયુર્વેદિક એક્સપર્ટ ડૉ. અબરાર મુલતાનીના મતે, તમે તમારા ટાર્ગેટ મુજબ હળદરવાળું દૂધ પીવાનો યોગ્ય સમય પસંદ કરી શકો છો. જોકે, રાત્રે ‘ગોલ્ડન મિલ્ક’ પીવું વધુ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે તે શરીરને શાંતિ અને આરામ આપે છે. આ પણ વાંચો: માટી કે કુંડા વિના ઉગાડો લીલા ધાણા! કાયમ સાવ મફતમાં કોથમીર ખાવી હોય તો નાનકડી જગ્યામાં આ રીતે ઉગાડો સવારે ‘ગોલ્ડન મિલ્ક’ પીવાના ફાયદા હળદરવાળું દૂધ પીવાથી શરીરને ઘણા એન્ટીઓક્સીડેન્ટ્સ મળે છે, જે રોગો સામે રક્ષણ આપે છે. તે દિમાગનું ફોકસ વધારે છે અને મૂડ સુધારે છે. આ હેલ્ધી ડ્રિંક પીવાથી જમ્યા બાદ બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરવામાં મદદ મળે છે. સાથે જ એન્ટિવાયરલ, એન્ટિબેક્ટેરિયલ, એન્ટિફંગલ પ્રોપર્ટીસ ઇન્ફેક્શન અટકાવે છે. સાથે જ તે તમારી પાચનશક્તિ વધારવામાં અસરકારક છે. રાત્રે ‘ગોલ્ડન મિલ્ક’ પીવાના ફાયદા રાત્રે સૂતા પહેલા હળદરવાળું દૂધ પીવાથી સારી ઉંઘ આવે છે. આ લાભ શરીરને બધા જ લાભો આપી શકે છે. કારણ કે ઉંઘ દરમિયાન શરીર પોતાને રિપેર કરે છે, જે અન્ય કોઈપણ ઉપાય નથી કરી શકતું. તેમજ ‘ગોલ્ડન મિલ્ક’ તમારા મસલ્સ અને હાડકાંમાં દુખાવો અને ઇન્ફ્લેમેશન ઘટાડવામાં મદદ કરે છે. આ ઉપરાંત બીજા દિવસે તમારું દિમાગ વધુ રિલેક્સ અને પ્રોડક્ટિવ અનુભવે છે. તમારી યાદશક્તિ, ફોકસ અને સ્ટ્રેન્થ સુધરે છે. તેમજ રાત્રે હળદરવાળું દૂધ પીવાથી એ ફાયદા પણ મળે છે, જે સવારે ‘ગોલ્ડન મિલ્ક’ પીવાથી મળે છે. તેના એન્ટીઑકિસડન્ટ્સ રાત્રે સેલ્સ ડેમેજને ઘટાડે છે, જે કેન્સરનું જોખમ પણ ઘટાડી શકે છે. હળદરવાળું દૂધ બનાવવાની યોગ્ય રીત સામાન્ય રીતે આપણે હળદરવાળા દૂધમાં માત્ર હળદર અને દૂધનો જ ઉપયોગ કરીએ છીએ, પરંતુ તમે દૂધમાં કેટલીક વધુ સામગ્રી પણ ઉમેરી શકો છો. જેનાથી હળદરવાળા દૂધના ફાયદાને વધુ અસરકારક બનાવે છે, સાથે જ તેમાં વધારો પણ થાય છે. આ માટે તમે દૂધમાં હળદર સહિત 4 વસ્તુઓ ઉમેરી શકો છો. આ પણ વાંચો: નાનુ, મોટુ કે M શેપનું…કેવું છે તમારું કપાળ? તમારા માથાના આકારમાં છુપાયેલું છે તમારી પર્સનાલિટીનું સિક્રેટ આ રીતે બનાવો હળદરવાળું દૂધ - 1 ગ્લાસ મોળું દૂધ - 1 ચમચી હળદરનો પાવડર - અડધી ચમચી તજ પાવડર - 1 નાનો ટુકડો આદુનું છીણ - 1 ચપટી કાળા મરીનો પાવડર આ બધી સામગ્રીને એક પેનમાં લઈને ઉકાળો. તેને લગભગ 8-10 મિનિટ પછી ગેસ પરથી ઉતારીને હૂંફાળું દૂધ પીઓ. હળદરવાળું દૂધ પીવાના ફાયદા હળદરવાળું દૂધ પીવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ સુધરે છે, ડાયાબિટીસમાં ફાયદો થાય, સાંધાના દુખાવાથી રાહત મળે, થાક ઓછો લાગે, યાદશક્તિ વધે, હૃદયને ફાયદો થાય, કેન્સરના જોખમ ઘટાડે, પાચન સુધરે, શાંતિપૂર્ણ ઉંઘ આવે, શરીરને કેલ્શિયમ અને વિટામિન ડી મળે અને હાડકાં મજબૂત બનાવે છે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.